યુવાનો આનંદો! પોલીસ વિભાગમાં 11 હજાર નવી જગ્યા ઉભી કરવાની બજેટમાં જાહેરાત કરાઈ

News18 Gujarati
Updated: February 26, 2020, 5:06 PM IST
યુવાનો આનંદો! પોલીસ વિભાગમાં 11 હજાર નવી જગ્યા ઉભી કરવાની બજેટમાં જાહેરાત કરાઈ
પ્રતિકાત્મક તસવીર

રાજ્યની કાયદો વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરાશે - યુવાનોને રોજગારીની સાથે સાથે રાજ્ય પોલીસ સેવામાં કામ કરવાની તક મળશે.

  • Share this:
આજે રાજ્ય સરકાર દ્વારા 2020-21ના બજેટની જાહેરાત કરવામાં આવી. જેમાં ગૃહ વિભાગ માટે કુલ રૂ. 7503 કરોડની જોગવાઈ કરી છે. આ મામલે જાહેરાત કરતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, ગૃહ વિભાગ માટે કુલ રૂ. 7503 કરોડની જોગવાઇ રાજ્યની કાયદો વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા વિવિધ સંવર્ગની ૧૧ હજાર નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે. જેથી યુવાનોને રોજગારીની સાથે સાથે રાજ્ય પોલીસ સેવામાં કામ કરવાની તક મળશે.

જરૂરિયાતના સમયે કાયદો અને વ્યવસ્થા જાળવવા ઉપયોગી થતા હોમગાર્ડઝ જવાનોના હાલના ૪૫,૨૮૦ના સંખ્યાબળમાં ૪,૫૨૮નો વધારો કરી કુલ સંખ્યાબળ ૪૯,૮૦૮નું કરવાનું આયોજન છે .

રાજયની જનતાની સુરક્ષા અને સલામતી માટે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરા લગાવવા રૂ.૧૧૧ કરોડની જોગવાઈ

મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે સેફ સિટી પ્રોજેકટ અંતર્ગત નિર્ભયા ફંડ માટે રૂ.૬૩ કરોડની જોગવાઈ

રાજયના નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે રાત - દિવસ ખડે પગે રહેતા પોલીસ કર્મીઓને રહેઠાણની ઉત્તમ સુવિધા પૂરી પાડવા આગામી ત્રણ વર્ષમાં કુલ ૧૩,૮૫૧ આવાસ બાંધવામાં આવશે . જે માટે રૂ.૨૮૮ કરોડની જોગવાઈ

ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને સુદઢ અને કાર્યક્ષમ બનાવવા માટે રૂ.૮૦ કરોડની જોગવાઈકન્વીકશન રેટ ઈમપ્રુવમેન્ટ પ્રોજેકટ દ્વારા કન્વીકશન રેટ વધારવા માટે રૂ.૨૩ કરોડની જોગવાઈ

રાજયના પાટનગર ગાંધીનગરની સુરક્ષા વ્યવસ્થા સુદઢ કરવા નવી પોલીસ કમિશ્નર કચેરીની રચના કરવામાં આવનાર છે
First published: February 26, 2020, 5:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading