ગુજરાતમાં જીત પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું- ગુજરાતની સેવા કરવી તે ગૌરવની વાત
અરવિંદ કેજરીવાલ 26મી તારીખે સવારમાં સુરતમાં રોડ શો કરશે
કારમાં પરાજય પછી કોંગ્રેસના 5 શહેર પ્રમુખના રાજીનામા
સુરતમાં કોગ્રેસ કાર્યાલયમાં તોડફોડ. કોગ્રેસ સુરતમાં ખાતું નહીં ખોલી શકતા કાર્યકરો દ્વારા કરવામાં આવી તોડફોડ. શહેર પ્રમુખ બાબુ રાયકા અને આગેવાન કદીર પીરજાદાના પૂતળાનું દહન કરવામાં આવ્યુ
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર. ભાજપે 50 સીટો સાથે ફરી સતા મેળવીય કોંગ્રેસના 11ઉમેદવારો જ જીત્યા. જામનગરમાં બહુજન સમાજ પાર્ટીના 3 ઉમેદવારો જીત્યા. જનતાના જનાદેશ બાદ ભાજપની છાવણીમાં ખુશીની લહેર. કેબીનેટ મંત્રી આર.સી.ફળદુએ જીતની ખુશી વ્યક્ત કરી
અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ શશિકાંત પટેલે રાજીનામું આપ્યું. હારની નૈતિક જવાબદારીનો સ્વીકાર કર્યો
રાજકોટ : ભાજપે રીપીટ કરેલા તમામ ઉમેદવારો જીત્યા, 10 સીટિંગ કોર્પોરેટરને આપી હતી ટિકિટ, તમામ કોર્પોરેટર ફરી વખત મનપામાં જશે
સુરતમાં ઇવીએમ મશીનો બદલાવવાનો કૉંગ્રેસનો આક્ષેપ
જામનગરમાં મતગણતરી પૂર્ણ, ભાજપને 50 બેઠક મળી
રાજકોટમાં કૉંગ્રેસે ખોલ્યું ખાતુ
ખાડિયામાં ભાજપનો જીત
રાજકોટ સુરતમાં કૉંગ્રેસે હજી ખાતુ ખોલાવ્યું નથી
અમદાવાદમાં 60 બેઠકો પર ભાજપ
રાજકોટ BJP ઉમેદવાર માત્ર 11 મતથી જીત્યા
સુરતમાં બીજેપી સમર્થકો ઉત્સાહમાં
રાજકોટમાં કૉંગ્રેસે નથી ખોલ્યું ખાતુ
સુરતમાં આપે કૉંગ્રેસને પાડ્યુ પાછળ
ચાર્ટમાં જુઓ અત્યાર સુધીમાં કોણે મારી બાજી
ચાર્ટમાં જુઓ અત્યાર સુધીમાં કોણે મારી બાજી
આપ અને ઓવૈસીએ ખોલાવ્યું ખાતુ
આ વોર્ડમાં ભાજપની પેનલની જીત થઇ છે
અમદાવાદમાં 18 બેઠકો પર ભાજપ આગળ
શરૂઆતના ટ્રેન્ડમાં જોઇ લો કોણ આગળ છે
શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ આગળ
વડોદરા અને રાજકોટમાં પણ મતગણતરી શરૂ
રાજકોટમાં પરિણામ પહેલા કૉંગ્રેસ- ભાજપના ઉમેદવારો ભેટ્યા
રાજકોટમાં 6 અલગ-અલગ સ્થળે મતગણતરી
બે કેન્દ્રો પર થશે સુરત મનપાની મતગણતરી
મતગણતરી પર નજર રાખવા કંટ્રોલ રૂમ બનાવાયો
બેલેટ પેપરથી મતગણતરી શરૂ થઇ
અમદાવાદમાં બે સેન્ટરો પર મતગણતરી
ગત ચૂંટણી અને આ ચૂંટણીની ટકાવારી
સવારે નવ કલાકે શરુ થશે મતગણતરી
મતગણતરીમાં કોરોનાને કારણે મોડું થઇ શકે છે
ચાંપતો પોલીસ બંદોબસ્ત
બે હજારથી વધુ ઉમેદવારના ભાવિનો આજે થશે ફેંસલો
6 મહાનગરપાલિકાનું પરિણામ
અમદાવાદ : કુલ સીટ- 192, ભાજપ- 159, કોંગ્રેસ- 25, અન્ય 08
સુરત : કુલ સીટ- 120, ભાજપ- 93, કોંગ્રેસ- 00, આમ આદમી પાર્ટી- 27, અન્ય 08
વડોદરા : કુલ સીટ- 76, ભાજપ- 69, કોંગ્રેસ- 07, અન્ય 00
રાજકોટ : કુલ સીટ- 72, ભાજપ- 68, કોંગ્રેસ- 04, અન્ય 00
ભાવનગર : કુલ સીટ- 52, ભાજપ- 44, કોંગ્રેસ- 08, અન્ય 00
જામનગર : કુલ સીટ- 64, ભાજપ- 50, કોંગ્રેસ- 11, અન્ય 03
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું- વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ, પછાત અને વંચિત વર્ગના કલ્યાણની સાથે સાથે રાજ્યના વિશ્વસ્તરીય વિકાસ માટે સતત કામ કરી રહી છે. આ પ્રચંડ વિજય ભાજપની નીતિ અને નિયતમાં લોકોના અવિશ્વસનીય વિશ્વાસનું પ્રતીક છે. મહાનગરોની સ્થાનિક સ્વરાજય ચૂંટણીમાં ભાજપના વિકાસ અને પ્રગતિના પ્રતીક ઉપર ફરીથી વિશ્વાસ કરવા બદલ હું ગુજરાતની જનતાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આ ભવ્ય વિજય માટે સીઆર પાટિલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિનભાઇ પટેલ અને તમામ ઉર્જાવાન કાર્યકરો ને ખૂબ ખૂબ અભિનંદન