સિનિયર IAS અધિકારી હરિત શુકલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, આરોગ્ય વિભાગમાં ખળભળાટ

News18 Gujarati
Updated: June 9, 2020, 1:54 PM IST
સિનિયર IAS અધિકારી હરિત શુકલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, આરોગ્ય વિભાગમાં ખળભળાટ
હરિત શુક્લા (ફાઇલ તસવીર)

હરિત શુક્લા સતત આરોગ્ય વિભાગની બેઠકોમાં હાજરી આપતા હતા, બેઠક દરમિયાન અનેક અધિકારી અને ડૉક્ટરસાથે મુલાકાત કરી છે.

  • Share this:
ગાંધીનગર : રાજ્યના સિનિયર આઈએએસ અધિકારી (IAS Officer) હરિત શુકલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive)આવ્યો છે. હરિત શુકલા એક સમયે રેવન્યૂ ડિપાર્ટમેન્ટ (Revenue Department)માં ફરજ બજાવતા હતા. હાલ તેઓ સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ (Science and Technology Department)ના સેક્રેટેરી છે. હરિત શુક્લાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં ખળભળાટ થઈ ગયો છે.

ખળભળાટ પાછળનું કારણ એવું છે કે છેલ્લા અઢી મહિનાથી હરિત શુકલા આરોગ્ય સચિવ જયંતિ રવિ સાથે આરોગ્ય વિભાગમાં ફરજ બજાવી રહ્યા હતા. સૂત્રોનું માનીએ તો હરિત શુક્લાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, પરંતુ તેમની તબિયત એકદમ સારી છે. હાલ તેઓને કોઇ મુશ્કેલી નથી થઈ રહી. તેમની સારવાર ચાલુ કરી દેવામાં આવી છે, તેમજ તેમને બહુ ઝડપથી રિકવરી આવી જશે તેવું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : રાજ્યમાં 24 કલાકમાં 40 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ ; ભાણવડમાં કાર પાણીમાં તણાઈ

ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગમાં કાર્યરત હોવાને કારણે તેઓ છેલ્લા અઢી મહિના જેટલા સમયથી રાજ્યમાં કોરોના સંક્રમણને લઈને થતી આરોગ્ય વિભાગની બેઠકોમાં સતત હાજર રહેતા હતા. કોવિડ -19 હૉસ્પિટલોની પણ મુલાકાત લેતા હતા. આ સમયે તેઓ સેંકડો ડૉક્ટરો અને આરોગ્યકર્મીઓના સંપર્કમાં આવ્યા હતા. આ દરમિયાન જ તેમને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

જોકે, આ સમયગાળા દરમિયાન અન્ય કોઇ અધિકારીને મળ્યા હોય તેઓમાં કોરોના કોઈ જ લક્ષણો નથી. હરિત શુક્લા હાલ સારવાર લઈ રહ્યા છે, તેમજ તેમની સાથે જે અધિકારીઓએ કામ કર્યું છે તેમણે પણ પોતાના રિપોર્ટ કઢાવ્યા છે. આ તમામ રિપોર્ટ નેગિટિવ આવ્યા છે. બીજી તરફ તેમની સાથે કામ કારનારા સ્ટાફમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો : ડાંગના રાજવી પરિવારનું પંચધાતુનું ચોરાયેલું કડુ પરત મળ્યું, માન્યતા પ્રમાણે ચોરે માનસિક સંતુલન ગુમાવ્યું!
First published: June 9, 2020, 1:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading