શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહની જાહેરાત: રાજ્યમાં પહેલી ફેબ્રુઆરીથી ધોરણ- 9 અને 11ના વર્ગો શરૂ થશે

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહની જાહેરાત: રાજ્યમાં પહેલી ફેબ્રુઆરીથી ધોરણ- 9 અને 11ના વર્ગો શરૂ થશે
ફાઇલ તસવીર.

Gujarat school re-open: ધોરણ-10 અને ધોરણ-12ના વર્ગો બાદ હવે ધોરણ-9 અને 11ના વર્ગો શરૂ થશે.

 • Share this:
  ગાંધીનગર: ગુજરાતમાં ધોરણ-10 અને ધોરણ-12ના વર્ગો શરૂ કર્યા બાદ હવે ધોરણ-9 અને ધોરણ-11ના વર્ગો શરૂ કરવાની જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ  (Bhupendrasinh Chudasama) તરફથી કરવામાં આવી છે. કેબિનેટ બેઠક (Cabinet meeting) બાદ મીડિયાને સંબોધતા શિક્ષણમંત્રી (Education minister)એ આ જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા ધોરણ-10 અને ધોરણ-12ના વર્ગો શરૂ કરી દેવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ સાથે જ  સરકારે ધોરણ-9થી ધોરણ-12 સુધીના ટ્યુશન ક્લાસીસ શરૂ કરવાની પણ મંજૂરી આપી છે. જોકે, તેમણે પણ કોરોનાની માર્ગદર્શિકા (Corona guidelines)નું પાલન કરવું પડશે. આ ઉપરાંત અન્ય કોઈ ધોરણના વર્ગો કે ટ્યુશન ક્લાસિસ શરૂ કરી શકાશે નહીં.

  આ મામલે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, "હાલ ધોરણ-10 અને ધોરણ-12નું શિક્ષણકાર્ય રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યું છે. સ્કૂલોમાં બાળકોની હાજરી પણ સંતોષકારક જોવા મળી રહી છે. વાલીઓએ પણ મોટા પ્રમાણમાં સંમતિ આપી છે. SoPનું પણ પાલન થઈ રહ્યું છે. તમામ વાતોને ધ્યાનમાં રાખીને હવે ધોરણ-9 અને ધોરણ-11ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો છે."  આ પણ વાંચો: અમદાવાદ: દારૂની બાતમી બાદ દરોડાં કરવા ગયેલી પોલીસને રૂ. 37 લાખની રોકડ મળી

  ટ્યુશન ક્લાસ શરૂ કરવા આદેશ

  શિક્ષણ મંત્રીએ કહ્યુ હતુ કે, ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓ માટે જે એસઓપી લાગુ કરવામાં આવી હતી તે જ ધોરણ-9 અને ધોરણ-11ના વિદ્યાર્થીઓને લાગુ પડશે. ધોરણ નવથી ધોરણ 12ના ટ્યુશન ક્લાસ ચાલુ કરી શકાશે. ટ્યુશન સંચાલકોએ પણ કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. આ ચાર ધોરણ સિવાય અન્ય ધોરણ માટે ટ્યુશન શરૂ  કરવાની મંજૂરી આપવામાં આવી નથી.

  આ પણ વાંચો: 16 મહિલાઓની હત્યા કરનાર સાઇકો કિલરની ધરપકડ, મૃતક પાસેથી મળેલી એક ચીઠ્ઠી પોલીસને હત્યારા સુધી દોરી ગઈ!

  હૉસ્ટેલ શરૂ કરવા નિર્ણય લેવાશે

  ભૂપેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, જે સમરસ હૉસ્ટેલોને કોવિડ માટે ખાલી કરવામાં આવી હતી તેને ફરી શરૂ કરવા મામલે શિક્ષણ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ રિપોર્ટ આપશે બાદમાં નિર્ણય લેવાશે. ઘણા વિદ્યાર્થીઓ બહારગામથી આવતા હોવાથી ચકાસણી બાદ હૉસ્ટેલો શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે નવા વર્ષમાં 11 જાન્યુઆરીના રોજ રાજ્યમાં ધોરણ 10 અને 12ની સ્કૂલો શરૂ કરવામાં આવી હતી. આ માટે આઠમી જાન્યુઆરીએ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.

  કોરોનાને પગલે પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને દાખલ કરી શકાશે

  શિક્ષણ વિભાગ તરફથી તમામ જિલ્લા શિક્ષણાધિકારીને એક પત્ર લખીને સૂચના આપવામાં આવી છે કે, શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ 9થી 12માં પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને 31 જાન્યુઆરી સુધી સ્કૂલમાં પ્રવેશ આપી શકાશે. વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ મેળવવા માટેની આ છેલ્લી તક આપવામાં આવે છે.
  Published by:Vinod Zankhaliya
  First published:January 27, 2021, 12:50 pm

  ટૉપ ન્યૂઝ