આજથી ગુજરાતથી મહારાષ્ટ્ર વચ્ચે ST બસ સેવા અને દિલ્હી-કંડલા ફ્લાઇટ શરૂ થશે

News18 Gujarati
Updated: October 10, 2020, 8:00 AM IST
આજથી ગુજરાતથી મહારાષ્ટ્ર વચ્ચે ST બસ સેવા અને દિલ્હી-કંડલા ફ્લાઇટ શરૂ થશે
ગુજરાત એસ ટી

રાજ્યનાં વિવિધ શહેરોમાંથી મહારાષ્ટ્રના શહેરો માટે 121 જતા અને 121 ટ્રીપ આવતા મળી કુલ 242 ટ્રીપ દ્વારા 30728 કિલોમીટર સંચાલન કરવામાં આવશે.

  • Share this:
કોરોના મહામારી (Coronavirus) વચ્ચે સાત મહિના બાદ ગુજરાત એસ.ટી (Gujarat ST Bus) બસ દ્વારા આજથી, 10 ઓક્ટોબરથી મહારાષ્ટ્ર (Maharastra) રાજ્યમાં બસ સેવાઓ (S.T Bus) શરૂ કરવામાં આવી છે.રાજ્યનાં વિવિધ શહેરોમાંથી મહારાષ્ટ્રના શહેરો માટે 121 જતા અને 121 ટ્રીપ આવતા મળી કુલ 242 ટ્રીપ દ્વારા 30728 કિલોમીટર સંચાલન કરવામાં આવશે. જેના કારણે હજારો મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે. આ સાથે આજથી કંડલાથી દિલ્હીની (Kandla Delhi Flight) ફ્લાઇટ પણ શરૂ થશે.

આ સંચાલનમાં દૈનિક 12,000 મુસાફરોને મુસાફરીનો લાભ મળશે. ગુજરાતમાં એસ.ટી.નિગમના 16 વિભાગો પૈકી જુનાગઢ સિવાયના બાકીના તમામ વિભાગોમાંથી બસો મહારાષ્ટ્ર તરફ દોડાવાશે. જુનાગઢ વિભાગનું મહારાષ્ટ્ર તરફનું એસ.ટી.બસોનું શિડયુલ જ ન હોવાથી ત્યાંથી બસો નહીં જાય. મહત્વનું છે કે, હજી મધ્યપ્રદેશમાં બસો શરૂ કરવા અંગેનો નિર્ણય હજુ લેવાયો નથી.

આ પણ વાંચો - આજથી બદલાયા રિઝર્વેશનના નિયમ, હવે ટ્રેન રવાના થવાના 30 મિનિટ પહેલા પણ ટિકિટ બુક કરાવી શકાશે

થોડા જ દિવસોમાં નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો આવવાના હોવાથી અનેક મધ્યમ અને ગરીબ મધ્યમ વર્ગોનાં પરિવારમાં આ બસ સેવાઓ શરૂ થતા રાહત થઇ છે. ત્યારે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં કુલ 242 ટ્રિપ દોડાવવામાં આવશે.

દિલ્હી કંડલા ફ્લાઇટ શરૂ થશે

દેશની રાજાધાની દિલ્હીને જોડતી દિલ્હી-કંડલા વચ્ચેની વિમાની સેવા આજથી,10 ઓકટોબરાથી શરૂ થશે. બપોરે 2:55 કલાકે સ્પાઈસ જેટનું એરક્રાફ્ટ કંડલા એરપોર્ટ પર આવશે અને બપોરે 3:25 વાગ્યે દિલ્હી જવા રવાના થશે. આ ફ્લાઈટમાં મહતમ 78 બેઠક ક્ષમતા હશે. જિલ્લામાંથી સીધી દિલ્હીને જોડતી આ પ્રથમ સક્રિય અને દૈનિક ધોરણે કાર્યરત ફ્લાઇટ બનશે. આ જાહેરાતને આવકારતા કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યુ હતુ કે, કચ્છ-દિલ્હી વચ્ચે વિમાની સેવા માટે ઘણા સમયાથી કચ્છના જનતા અને જનપ્રતિનિાધી દ્વારા કેન્દ્ર સરકારમાં એવીએશન ડિપાર્ટમેન્ટ મંત્રી તાથા વડાપ્રાધાન અને પીએમઓ કાર્યાલય પાસે રજુઆતની ફળશ્રુતિરૃપ કંડલાથી દિલ્હી વિમાની સેવા શરૃ થશે.આ પણ જુઓ - 

સાંસદે જણાવ્યુ હતુ કે, કચ્છ એ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટુ ક્ષેત્રફળ ધરાવે છે. જેને લઘુ ભારતની ઉપમા આપવામાં આવે છે. અનેક ઈન્ડસ્ટ્રીઝ કચ્છમાં સૃથાપિત થયેલ છે. દિલ્હી સાથે ઉાધોગકારોનો સીધો સંપર્ક હોય છે.

આ પણ વાંચો - મોરબી પોલીસની સરાહનીય કામગીરી, દુષ્કર્મનો ભોગ બનેલી માનસિક અસ્થિર મહિલાનું બાળક લીધું દત્તક
Published by: Kaushal Pancholi
First published: October 10, 2020, 7:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading