ગાંધનગર : સમગ્ર દેશમાં કોરોનાની મહામારી (Corona Pandemic)ના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing)નું પાલન ફરજિયાત બન્યું છે. આ સમયે રાજ્ય સરકારના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ (Kaushik Patel) પાસે મોટી સંખ્યામાં લોકો સચિવાલય ખાતે મહેસૂલી સહિત વિવિધ પ્રશ્નોની રજુઆત માટે આવતા હોય છે. આ સમયે કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા વધી જાય છે. આથી હવે મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે લોકો સાથેનો સંવાદ જળવાઈ રહે અને લોકોના પ્રાણ પ્રશ્નોનો ઝડપી નિકાલ કરી શકાય તે માટે હાઈટેક ટેક્નોલોજીની મદદથી લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવાનો નિર્ણય કર્યો છે. (આ પણ વાંચો : 'રાત્રે બહાર નીકળો છો?' પોલીસે યુવકોને રોડ પર ઊંધા સૂવડાવીને 'મોર બોલાવ્યા'! )
કૌશિક પટેલે ટેક્નોલોજીની મદદથી કામ શરૂ કર્યું છે. તેઓ તેમને મળવા આવનાર તમામ લોકોને વેબકેમના માધ્યમથી લોકોને સાંભળે છે, તેમજ તેમની ઓફિસના કર્મચારીઓને ત્યાંથી જ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે સૂચના પણ આપે છે. વધતા જતા કોરોનાં સંક્રમણને લઇને મહેસૂલ મંત્રી કૌશિક પટેલે મંત્રી નિવાસસ્થાનથી કામ કરવાનું શરૂકર્યું છે.
કૌશિક પટેલ ઘરે બેસીને જ સચિવાલય આવતાં મુલાકાતીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ કરીને પ્રશ્નોનો ઉકેલ લાવશે. મંત્રાલયમાં વેબ કેમ લગાવવામાં આવ્યાં હોવાથી તેના આધારે મંત્રી કૌશિક પટેલ પોતાના નિવાસ સ્થાનેથી મંત્રાલયનું કામ કરી રહ્યા છે. મહેસૂલ પ્રધાનને સચિવાલયમાં મળવા આવતા રાજ્યભરના લોકોને તેઓ હાલ વેબકેમના માધ્યમથી સાંભળીની તેમના પ્રશ્નોનો નિકાલ લાવી રહ્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર