Gujarat Rajyasabha Election : રાજ્યસભાની ચૂંટણીના મોટા સમાચાર, ત્રીજી બેઠક જીતવાની BJP ની રણનીતિ તૈયાર!


Updated: March 10, 2020, 11:50 AM IST
Gujarat Rajyasabha Election : રાજ્યસભાની ચૂંટણીના મોટા સમાચાર, ત્રીજી બેઠક જીતવાની BJP ની રણનીતિ તૈયાર!
પ્રતિકાત્મક તસવીર

ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં ટિકિટની દાવેદારીને લઈને લોબિંગ પરાકાષ્ઠાએ, ચૂંટણી રસપ્રદ બનવાના એંધાણ. શું ભાજપ ત્રીજી બેઠક જીતી શકશે, મોટો સવાલ?

  • Share this:
ગાંધીનગર :  ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી (Gujarat Rajyasabha Election )આગામી 26 માર્ચના રોજ યોજાશે.આ ચૂંટણી પહેલા જ હોળી-ધૂળેટીના પર્વ માં પર્વની ઉજવણીને બદલે રાજકીય (Politics) તોડફોડનો જોવા મળી છે. ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) બંનેએ ઉમેદવારીપત્રો ભરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે ભાજપ ધુળેટી બાદ કંઈક અલગ જ રંગ બતાડે તેવા સંકેત મળી રહ્યા છે.ભાજપ ત્રીજા ઉમેદવારને સીધી રીતે મેદાનમાં ઉતારવાને બદલે અપક્ષ (Independent) ઉમેદવારને (Candidate) સમર્થન કરીને મેદાનમાં ઉતારે તેવા સંકેત મળી રહ્યા છે. જેને લઇને આ વખતની રાજ્યસભાની ચૂંટણી પણ ગત રાજ્યસભા ચૂંટણી કે જેમાં અહેમદ પટેલે ઉમેદવારી કરી હતી તે ચૂંટણી જેવી જ રસપ્રદ બની રહેશે.
સૂત્રોનું માનીએ તો રાજ્ય સભાની ચાર સભ્યો માટે આગામી તારીખ 26 માર્ચના રોજ મતદાન યોજાનાર છે. આ મતદાનને લઈને ભાજપ પોતાના સભ્યો દ્વારા કોંગ્રેસના સભ્યો તોડવાની રણનીતિને બદલે અપક્ષ ને સમર્થન આપવાની રણનીતિ અપનાવશે તેમ લાગી રહ્યું છે.





'નો રિપીટ થિયરી'

ભાજપ અને કોંગ્રેસ બંને આ વખતની રાજ્યસભા ચૂંટણી માં 'નો રિપીટ થિયરી' અપનાવશે તેમ લાગી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં ટિકિટની દાવેદારીને લઈને લોબિંગ પરાકાષ્ઠાએ છે કોંગ્રેસમાં તુષાર ચૌધરી થી લઈને ભરતસિંહ સોલંકીના સમર્થકો દિલ્હી સુધીની દોટ લગાવી ચુકયા છે. જ્યારે ભાજપમાં શંભુપ્રસાદ ટુંડિયા કાપીને રમણ વોરા પોતાનું સ્થાન મજબૂત કરવાની ચક કરવાના ચક્કરમાં 8મી માર્ચે જ દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત કરી ચૂક્યા છે.


જેઓની પહોંચ દિલ્હી સુધી નથી તેઓ હાલ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીને મળીને પણ રજૂઆતો કરી રહ્યા છે. પાર્ટીના ટોચના સૂત્રો આ મામલે કઈ જણાવવા માગતા નથી. હાલ તો બંને રાજકીય પક્ષોએ વિધાનસભા સચિવાલય ખાતે થી ફોર્મ ઉપાડી લીધા છે.




ભાજપ અપક્ષને ટેકો આપે તેવી સંભાવના


વર્તમાન ચિત્રની વાત કરીએ તો રાજ્યસભાની ચાર બેઠકો પૈકી એક- બેઠક કોંગ્રેસ પાસે છે જ્યારે ત્રણ ભાજપ પાસે છે. મતના ગણતરી અનુસાર બે ભાજપ અને બે બેઠક કોંગ્રેસને ફાળે જાય તેવી સંભાવના છે. જોકે, ભાજપ-કોંગ્રેસને ફાળે બે બેઠક જવા દેવા નથી માગતો. જેને લઇને આવા સંજોગોમાં ભાજપ અપક્ષને ટેકો આપે તેવી સંભાવના છે.




આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧3મી માર્ચ નક્કી કરવામાં આવી છે ફોર્મ ભરવાની તૈયારી બંને રાજકીય પક્ષો દ્વારા શરૂ થઈ ચૂકી છે ડમી ઉમેદવારો પણ તૈયાર છે ડમી સિવાય મુખ્ય ઉમેદવાર દ્વારા છેલ્લા દિવસે ફોર્મ ભરાય તેમ લાગી રહ્યું છે. આ ચૂંટણી પ્રક્રિયામાં અપક્ષ ઉમેદવાર આવશે તો ખરાખરીનો જંગ જામશે અપક્ષ ઉમેદવાર પણ એવો આવશે જેમાં કોંગ્રેસમાં આંતરિક હુંસાતુંસીથી અને ક્રોસ વોટિંગ થાય તે મુજબનું પ્લેટફોર્મ ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે. જોકે, ભાજપની ટોચની કેન્દ્રીય નેતાગીરી હંમેશા આંચકારૂપ નિર્ણયો આપવા માટે જાણીતી છે. એટલે આખરી નિર્ણય તો કેન્દ્રીય નેતાગીરીનો જ રહેશે અને એ નિર્ણય શું હશે તે તો સમય જ કહી શકશે.




First published: March 10, 2020, 11:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading