રાજ્યસભા ચૂંટણી : BJP MLA કેતન ઈનામદાર અને સીકે રાઉલજી નારાજ નથી, ક્રોસ વોટિંગ અંગે ખુલાસો કર્યો

News18 Gujarati
Updated: March 18, 2020, 2:36 PM IST
રાજ્યસભા ચૂંટણી : BJP MLA કેતન ઈનામદાર અને સીકે રાઉલજી નારાજ નથી, ક્રોસ વોટિંગ અંગે ખુલાસો કર્યો
કેતન ઈનામદાર, સી.કે. રાઉલજી ભાજપને જ વોટ આપશે. નારાજગીના અહેવાલોને રદીયો

કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ભાજપના પાંચ નારાજ ઘારાસભ્યો સંપર્કમાં છે. વિપક્ષ નેતાની ચેમ્બરમાં કેતન ઈનામદારની કથિત મીટિંગના કારણે મામલો ગરમાયો હતો

  • Share this:
ગાંધીનગર : ગુજરાતમાં આગામી 26મી માર્ચના રોજ યોજારનારી રાજ્યસભાની ચૂંટણી (Gujarat Rajyasbah Elections 2020) ના કારણે રાજકારણ ગરમાયું છે. એક તરફ કોંગ્રેસ (Congress) પોતાના ધારાસભ્યો (MLA)ને લઈને જયપુર રિસોર્ચમાં બચાવ અભિયાન ચલાવી રહી છે ત્યારે ભાજપના (BJP)ના ધારાસભ્યો નારાજ હોવાની વાતથી રાજકારણનો પારો ફરી ગરમાયો હતો. વિપક્ષના નેતા પરેશન ધાનાણી સાથે (Paresh Dhanani) સાથે સાવલીના (Savali)ના ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઘારાસભ્ય કેતન ઈનામદાર (Ketan Inamdar)ની મુલાકાત થઈ હોવાની ચર્ચાએ રાજકારણ ગરમાયું હતું. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા ગોધરા (Godhra)ના ધારાસભ્ય સી.કે. રાઉલજી (CK Raoulji)નો સંપર્ક કરાયો હોવાની અફવાએ પણ જોર પકડ્યું હતું. જોકે, આ મામલે કેતન ઈનામદાર અને સીકે રાઉલજીએ નિવેદન આપ્યું છે કે તેઓ નારાજ નથી અને તેઓ ભાજપની સાથે જ છે.

કેતન ઈનામદારે કહ્યું 'મારા મતદારોનું માથું નીચું થાય તેવું કામ ન કરું'

કેતન ઈનામદારે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે ' મારી નીતિ નાક દબાવાની નથી. હું 2012માં વિધાનસભામાં એક માત્ર હું અપક્ષ હતો ત્યારે મેં મારી પાર્ટીને વફાદાર રહીને મત આપ્યો હતો. નાક દબાવાની વાત કે કમીટમેન્ટની વાત નથી. મારી નારાજગી પણ હું ખુલ્લેઆમ વ્યક્ત કરૂં છું. મેં ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું પરંતુ મેં કોઈ દિવસ નાક દબાવ્યું નથી. પરેશ ધાનાણીની ચેમ્બરની ઓફિસ હું મિત્રતાના નાતે ચા પીવા ગયો હતો. કેતન ઈનામદાર એના મતદારોનું માથું નીચું જાય તેવા કામ ન કરું.

આ પણ વાંચો :  MPમાં કમલનાથ સરકારનું શું થશે? SCમાં બપોર સુધી સુનાવણી ટળી

સવારથી સાંજ ગૃહમાં જ હોવ છું : સી.કે. રાઉલજી

ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીએ જણાવ્યું કે 'મારી નારાજગીના અહેવાલો ખોટા છે. હું નારાજ નથી. સવારથી સાંજ સુધી હું ગૃહમાં જ હોવ છું. કોંગ્રેસે મારો સંપર્ક કર્યો હોવાના અહેવાલો તદન ખોટા છે. હું ભાજપમાં જ છું અને બાકીના તમામ અહેવાલો પાયાવિહોણા છે.આ પણ વાંચો :  મેટ્રીમોનિયલ પરથી લગ્ન કરવા માંગતી યુવતીઓ ચેતજો! અમદાવાદના યુવકે લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યુ

કોંગ્રેસના ધારાસભ્યો તૂટતા મામલો ગૂંચવાયો

સમગ્ર મામલો એવો છે કે કોંગ્રેસના નારાજ ધારાસભ્યો રાજીનામા ધરી દેતા આગામી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના બે ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીમાંથી એક જ ઉમેદવાર જીતે તેવી વકી છે. કોંગ્રેસ પાસે રાજ્યસભાની ચૂંટણીના સંખ્યાબળના ગણિતને જોતા પૂરતાં મતો નથી. દરમિયાન કોંગ્રેસ હાઇકમાન્ડે પ્રથમ મત શક્તિસિંહ ગોહિલને આપવાનો મેન્ડેટ આપ્યો હોવાના અહેવાલો છે. આમ કોંગ્રેસે ભરતસિંહને ખૂટતાં મતોની વ્યવસ્થા કરી લેવાની જવાબદારી સોંપતા સમગ્ર મામલો ગરમાયો હતો.

 
First published: March 18, 2020, 2:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading