LIVE NOW

Gujarat Rajyasabha Election : ભાજપની રણનિતી સફળ, ભરતસિંહ સોલંકીનો પરાજય

ભાજપના ત્રણેય ઉમેદવાર અભય ભારદ્વાજ, રમીલાબેન વારા, નરહરિ અમીને જીત મેળવી, કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલનો વિજય

gujarati.news18.com | June 19, 2020, 11:25 PM IST
facebook Twitter Linkedin
Last Updated June 19, 2020
auto-refresh

Highlights

Load More
ગાંધીનગર : ગુજરાત રાજ્યસભાની ચારેય સીટના પરિણામ આવી ગયા છે. ભાજપના ત્રણેય ઉમેદવાર અભય ભારદ્વાજ, રમીલાબેન વારા, નરહરિ અમીને જીત મેળવી છે. બીજી તરફ કોંગ્રેસના ફાળે એક બેઠક આવી છે. કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલનો વિજય થયો છે. ભરતસિંહ સોલંકીનો પરાજય થયો છે

ભાજપના અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાને 36-36 મત જ્યારે નરહરિ અમીનને 32 મત મળ્યા. મતદાન બાદ નરહરિ અમીનને જીત માટે બે મત ઘટતા હોવાથી ભાજપના વિજેતા ઉમેદવારના બે મત ટ્રાન્સફર કરતા તેમની જીત થઈ હતી. કોંગ્રેસના વિજયી ઉમેદવાર શક્તિસિંહ ગોહિલને 36 મત અને ભરતસિંહ સોલંકીને 30 મળ્યા હતા.

ભાજપના 103, કોંગ્રેસના 65, એનસીપીના 1 અને એક અપક્ષે મતદાન કર્યું હતું. કુલ 170 મત પડ્યા હતા. ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP)મતદાનથી દૂર રહી હતી. તેના બે ધારાસભ્ય છે. બહુજન ટ્રાઇબલ પાર્ટી બીપીટીના મતો આ ચૂંટણીમાં નિર્ણાયક રહેવાની સંભાવના હતી. તેમણે મતદાન ન કરતા ભાજપને ફાયદો થયો છે.

ચૂંટણી યોજતા પૂર્વે ચૂંટણી પંચ દ્વારા તમામ તકેદારી રાખવામાં આવી હતી.એક કોરોના કેમ્પ જેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.
corona virus btn
corona virus btn
Loading