Home /News /north-gujarat /Gujarat Rajyasabha Election : મંત્રીએ વિધાનસભામાં સામૂહિક જમણવાર યોજતા BJP ચિંતામાં,'વોચ' રાખવા અપાયો આદેશ

Gujarat Rajyasabha Election : મંત્રીએ વિધાનસભામાં સામૂહિક જમણવાર યોજતા BJP ચિંતામાં,'વોચ' રાખવા અપાયો આદેશ

સરકારના મૂળ સૌરાષ્ટ્રના અને સૌમ્ય સ્વભાવના એક મંત્રી વિધાનસભામાં એક રૂમમાં દરરોજ ભાજપ કોંગ્રેસના મળીને 25 જેટલા ધરાસભ્યોનો જમણવાર યોજી રહ્યા છે

સરકારના મૂળ સૌરાષ્ટ્રના અને સૌમ્ય સ્વભાવના એક મંત્રી વિધાનસભામાં એક રૂમમાં દરરોજ ભાજપ કોંગ્રેસના મળીને 25 જેટલા ધરાસભ્યોનો જમણવાર યોજી રહ્યા છે

    અમદાવાદ : રાજ્યસભાની (Rajyabha Election) ચૂંટણી માથા પર છે સીધી રીતે જ જો વાત કરીએ તો બંને પક્ષે 2-2 બેઠક જીતી શકે એવી સ્થિતિમાં બંને પક્ષે છે પરંતુ ભાજપ (BJP) ઈચ્છી રહ્યું કે ત્રણ બેઠક જીતવી અને તેના માટે પ્રયાસ હાથ પર લીધા છે. તો બીજી તરફ કોંગ્રેસે (Congress) પણ વહેતી ગંગામાં હાથ ધોઈ લેવાનું નક્કી કર્યું અને નીતિન (Nitin Patel) ભાઈને 15 ધારાસભ્યો સાથે કોંગ્રેસમાં આવવા આમંત્રણ આપી દીધું આ સ્થિતિ વચ્ચે સરકારના (Government) એક મંત્રીનો વિધાનસભામાં (Gujarat Assembly) દરરોજ થતા સામૂહિક જમણવારે (Mass Lunch) ભાજપની ચિંતા વધારી દીધી છે.

    સરકારનાં મૂળ સૌરાષ્ટ્રના અને સૌમ્ય સ્વભાવના એક મંત્રી વિધાનસભામાં એક રૂમમાં દરરોજ ભાજપ કોંગ્રેસનાં 25 જેટલા ધરાસભ્યોનો જમણવાર યોજી રહ્યા છે. શરૂઆતમાં થતા આ જમણવારને ગૌણ ગણી ચાલવા દીધો હતો પરંતુ જ્યારે આ ઘટના બીજેપી પાર્ટીને ધ્યાનમાં આવી ત્યારે પક્ષ તરત જ સતર્ક થઈ ગયો હતો અને આખરે આ જમણવાર કેમ યોજવામાં આવી રહ્યો છે તેની તપાસ આદરી હતી.

    આ પણ વાંચો : કોરોનાવાયરસ ઇફેક્ટ : અમદાવાદીઓ કહેશે 'નમસ્તે', મ્યુનિસિપિલ કમિશનર નેહરાની અપીલ

    મંત્રીએ ધરાર જમણવાર ચાલુ રાખ્યો?

    તો બીજી આ ઘટના અંગે મંત્રીઓ સાથે પણ પાર્ટી હાઈકમાન્ડ દ્વારા ચર્ચા કરાઈ હતી અને આ જમણવાર પર બ્રેક વાગે એના માટે સૂચના આપી હતી જેથી આખોય મામલો સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો સુધી પહોંચ્યો હતો અને ગણગણાટ શરૂ થયો હતો. વધુમાં આ જમણવાર નહીં યોજવા માટે મંત્રીને સૂચના આપી દેવામાં આવી હતી તો પણ ધરાર એ મંત્રીએ જમણવાર ચાલુ જ રાખ્યો હતો.

    આ પણ વાંચો : સુરત : અડાજણમાં ACમાં ધડાકાભેર આગ લાગતા ત્રણ વ્યક્તિ ગંભીર રીતે દાઝી, ઘરવખરી બળીને ખાક

    જમણવાર પર બ્રેક મારવા પાર્ટી હાઇકમાન્ડે સૂચના આપી

    મહત્વની વાત તો એ છે કે આ જમણવાર યોજવા માટે અધ્યક્ષની મંજૂરી પણ લેવામાં આવી હતી. ભાજપના સુત્રોની જો વાત માનીએ તો ભાજપને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે ફાળ પડી હતી. હાલમાં રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે ભાજપના ધારાસભ્યો ભાજપથી જ નારાજ થઈ રહ્યા છે. આવા 1 મહિના સુધી આજ રીતે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો સમૂહ ભોજન કરે અને રાજકીય ચર્ચા પણ જો તેમાં થાય તો નિકટતા વધે અને કોઈપણ ઘડીએ રાજકીય ઉથલ પાથલ થઈ શકે છે. સાથે જ શિષ્ટતા વિરુદ્ધ પણ આ બાબત કહેવાય જેથી જ આ જમણવાર પર બ્રેક મારવા પાર્ટી હાઈકમાંડે સુચના આપી છે.
    " isDesktop="true" id="963126" >
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો