સરળ રીતે સમજો, ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં મતોનું ગણિત


Updated: June 18, 2020, 1:23 PM IST
સરળ રીતે સમજો, ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં મતોનું ગણિત
આવી સ્થિતિ માં બીજેપીના કોઈપણ ધારાસભ્ય એકડો લખવા માં ભૂલ કરે તો બીજેપી માટે જોખમી સાબિત થઇ શકે છે.

આવી સ્થિતિ માં બીજેપીના કોઈપણ ધારાસભ્ય એકડો લખવા માં ભૂલ કરે તો બીજેપી માટે જોખમી સાબિત થઇ શકે છે.

  • Share this:
ગાંધીનગર : ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો માટે શુક્રવારે મતદાન થવાનું છે ત્યારે બીજેપીએ અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીનને મેદાનમાં ઉતાર્યા છે જયારે બીજી તરફ કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને ઉમેદવાર બનાવ્યા છે. ગુજરાત વિધાનસભામાં સંખ્યાબળની દ્રષ્ટિએ બીજેપીના બે ઉમેદવારો  અભય ભારદ્વાજ અને રમીલા બારાની જીત નિશ્ચિત છે જયારે કોંગ્રેસ શક્તિસિંહ ગોહિલ હાઇકમાન્ડની પસંદ છે. જોકે. સ્થાનિક ધારાસભ્યોની પસંદ ભરતસિંહ સોલંકી હોવાનું સૂત્ર કહી રહ્યા છે.

ભાજપનું મતોનું ગણિત

રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાત વિધાનસભાના 172 ધારાસભ્યો મતદાન

કરશે. ગુજરાત વિધાનસભામાં સંખ્યાબળની દ્રષ્ટિએ વાત કરી એ તો બીજેપી 103,એનસીપી 1 ,બીટીપી 2 કોંગ્રેસ 65 અને 1 અપક્ષ નો સમાવેશ થાય છે.રાજ્યસભાની ચૂંટણીમાં મતોનું ગણિત અટપટું રહ્યું છે. ગુજરાત વિધાનસભાના કુલ સભ્ય સંખ્યા 172 ને ખાલી પડેલ બેઠક  4 1 ઉમેરીને ભાગતા 34.4 એક
ઉમેદવારને મેળવવાના રહે છે. બીજેપી પાસે 103  ધારાસભ્યો છે ત્યરે બીજેપી દ્વારા અભય ભારદ્વાજ અને રમીલા બારાની વચ્ચે 35-35 મતની વહેંચણી કરવા માં આવશે. ત્યારબાદ બાકી રહેલા 33 મત નરહરિ અમીનને ફાળવવામાં આવશે.

કોંગ્રેસમાં સ્પર્ધાજયારે કોંગ્રેસમાં શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી વચ્ચે રાજ્યસભા જવાને લઈ સ્પર્ધા જોવા મળી રહી છે. કોંગ્રેસ હાઇકમાન્ડની પસંદગી શક્તિસિંહ ગોહિલ છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના એમ એલ એ ભરતસિંહ સિંહ સોલંકીને રાજ્યસભાની ચૂંટણીમાં મત અપાવવા માંગે છે.  કોંગ્રેસ દ્વારા ધારાસભ્યોને શક્તિસિંહ ગોહિલને ફર્સ્ટ પેફરન્સનો મત આપવા માટે વહીપ જારી કરાશે. આમ તો કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ જોતા કોંગ્રેસના એક ઉમેદવારની જીત નિશ્ચિત છે. કોંગ્રેસમાં ધારાસભ્યો પોતાના અંતર આત્મા અને નેતાના અવાજ ને અનુસરે તો નવાજુની થઇ શકે છે. કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા આપેલા નિર્દેશ મતદાન ધારાસભ્યો કરશે તો શક્તિસિંહ ગોહિલને રાજ્યસભામાં જતા કોઈ ન અટકાવી શકે.

એનસીપી અને બીટીપી નિર્ણાયક બનશે

બીજેપીના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીન પાસે 33 મત છે. જોકે, જીતવા માટે
તેમને એક મતની જરૂર છે. બીજેપી દ્વારા એનસીપીના કાંધલ જાડેજા અને બીટીપીના છોટુ વસાવા અને મહેશ વસાવા તરફ નજર દોડાવી છ્.એનસીપીએ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે કે, તેમના ધારાસભ્ય કાંધલ જાડેજા કોંગ્રેસના ઉમેદવારને મત આપશે. જોકે, કાંધલ જાડેજાએ બીજેપીને મત આપવા ની જાહેરાત કરેલી છે. જયારે બીટીપી પોતે કોને સમર્થન આપશે તે બાબતે હજુ સુધી કોઈ સ્ટેન્ડ લીધું નથી.

આ પણ વાંચો - કોરોનાકાળમાં વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવી પરીક્ષા લેવાની સુરતની આ સ્કૂલને ભારે પડ્યું, મળી નોટિસ

કાંટાની ટક્કર જોવા મળશે

મહત્વપૂર્ણ બાબત એ છે કે, નરહરિ અમીનને એનસીપીનો એક મત મળ્યા બાદ 34 મત પ્રાપ્ત થાય જયારે કોંગ્રેસના ભરતસિંહ સોલંકીને કદાચ બીટીપી સમર્થન આપે તો પણ 33 મત થાય. અત્રે નોંધનીય છે કે, વર્ષ 2019 માં યોજાયેલ રાજ્યસભાની ચૂંટણી દરમ્યાન કૃષિ પ્રધાન રણછોડ ફળદુને એકડો લખતા ન આવડતા તેમનો મત રદ થયો હતો. એ સમયે તો બીજેપીના ઉમેદવારોની જીત માં કોઈ ફર્ક પડતો ન હતો. જોકે આ વખતે રાજ્યસભાની ચૂંટણીમાં સ્થિતિ અલગ જોવા મળી રહી છે. કારણ કે, નરહરિ અમીન અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર જોવા મળવાની છે.

આ પણ જુઓ - 

આવી સ્થિતિ માં બીજેપીના કોઈપણ ધારાસભ્ય એકડો લખવા માં ભૂલ કરે તો નરહરિ અમીન માટે જોખમી સાબિત થઇ શકે છે. ત્યારે જોવાનું રહ્યું કે ,બીટીપી
કોંગ્રેસની સાથે રહેશે કે પછી સત્તાધારી પાર્ટીની સાથે પોતાનોને પ્રજાનો વિકાસ કરશે તે તો આવનારો સમય જ બતાવશે
First published: June 18, 2020, 1:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading