Gujarat political leader personal dispute: મળતી માહિતી પ્રમાણે આ નેતા યુવતી સાથેના સંબંધોને કારણે પહેલા પણ ચર્ચામાં આવી ગયા છે. આ ઉપરાંત આ નેતાનો પારિવારક ઝઘડો પણ ભૂતકાળમાં સામે આવ્યો હતો.
ગાંધીનગર: ગુજરાતના રાજકારણ (Gujarat politics)માં ખળભળાટ મચાવે તેવા એક સમાચાર પ્રાપ્ત થયા છે. રાષ્ટ્રીય કક્ષાના આ પીઢ નેતાના એક યુવતી સાથે સંબંધો (Love relation) આગળ વધતા યુવતીને પરિવારજનોએ આ પીઢ નેતાને ઠપકાર્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. યુવતી સાથે આ પીઢ નેતાના સંબંધથી પરિવાર (Family) ખૂબ ચિંતિત હતો. પરિવારને આ અંગેની જાણ થતા જ તેણે આ પીઢ નેતાને ઠપકાર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ સમાચાર વહેતા થતાં જ ગુજરાતના રાજકારણમાં જાણે કે ખળભળાટ મચી ગયો છે.
પરિવારે રોષ ઠાલવ્યો
મળતી માહિતી પ્રમાણે આ નેતા યુવતી સાથેના સંબંધોને કારણે પહેલા પણ ચર્ચામાં આવી ગયા છે. આ ઉપરાંત આ નેતાનો પારિવારક ઝઘડો પણ ભૂતકાળમાં સામે આવ્યો હતો. આ નેતા છેલ્લા થોડા દિવસોથી ચર્ચામાં રહ્યા છે. આ નેતા એક રાજકીય પાર્ટીના રાષ્ટ્રીય કક્ષાના નેતા છે. સંબંધો આગળ વધતા પરિવારે રોષ ઠાલવ્યો છે.
યુવતીના પરિવારે નેતાને ઠપકાર્યા
સામે આવેલી માહિતી પ્રમાણે આ નેતાના એક યુવતી સાથે સંબંધ આગળ વધી રહ્યા હતા. આ વાતની જાણ યુવતીના પરિવારને થઈ ગઈ હતી. આ વાતથી યુવતીનો પરિવાર ચિંતિત હતો. જે બાદમાં યુવતીના પરિવારે પોતાનો રોષ ઠાલવતા આ નેતાને ઠપકાર્યા હોવાની માહિતી મળી છે.
નેતાએ હદ વટાવી
મીડિયાના અહેવાલ પ્રમાણે એક પાર્ટીના રાષ્ટ્રીય નેતાએ હદ વટાવતા યુવતીના પરિવારે તેમને ઠપકાર્યા હતા. આ નેતાનું નામ હંમેશા વિખવાદમાં રહ્યું છે. નેતાએ સુધરવાનું નામ ન લેતા જ હવે યુવતીના પરિવારે તેમને ઠપકાર્યાં છે. કંઈક અણછાજતું બનવા જઈ રહ્યું હોવાની ગંધ યુવતીના પરિવારને આવી જતાં મામલો આ હદ સુધી પહોંચ્યો હતો.
હર્ષ સંઘવીની પ્રતિક્રિયા
આ મામલે ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "વોટ્સએપ પર વાયરલ સમાચાર વાંચ્યા છે. આ પ્રકારની અધિકારિક માહિતી મારી પાસે નથી આવી. પોલીસ વિભાગ પાસે આવી કોઈ ફરિયાદ નથી આવી. આ અંગેની કોઈ ફરિયાદ આવશે તો મામલાની તપાસ કરીશું. રાજ્યના કોઈ પણ નાગરિકને ફરિયાદ કરવાનો હક્ક છે. આ પ્રકારની ફરિયાદ આવતી હોય છે ત્યારે અમે તપાસ કરતા હોઈએ છીએ. આ વ્યક્તિગત મામલો હોવાથી હું તેમાં રાજકીય રીતે પડવા માંગતો નથી."
ગુજરાતમાં રાજકીય ખળભળાટ મચાવે તેવા સમાચાર, એક રાજકીય પાર્ટીના રાષ્ટ્રીય કક્ષાના નેતાને એક યુવતીના પરિવારે ઠપકાર્યા
પીઢ વયના આ નેતાના યુવતી સાથે વધતા સંબંધોથી પરિવાર હતો ચિંતીત, પરિવારને જાણ થતા સંલગ્ન સ્થળે પહોંચી રોષ ઠાલવ્યો હતો pic.twitter.com/jRdrdZpM2l
આ સમાચાર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. વોટ્સએપ પર આ સમાચાર ફરી રહ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા પ્રમાણે આ કેસ નહીં પરંતુ આ પ્રકારની અન્ય કોઈ ફરિયાદ આવતી હોય છે ત્યારે અમે તપાસ કરતા હોઈએ છીએ.