Corona હારશે જ! ગુજરાત પોલીસની આ તસવીર થઇ રહી છે વાયરલ

News18 Gujarati
Updated: April 9, 2020, 10:03 AM IST
Corona હારશે જ! ગુજરાત પોલીસની આ તસવીર થઇ રહી છે વાયરલ
ગુજરાત પોલીસ

'જ્યારે પડકાર નવા હોય ત્યારે હથિયાર પણ નવા જ જોઇએ. ગુજરાત પોલીસે તો અપનાવી લીધા છે તમે પણ સાથે રાખો.'

  • Share this:
અમદાવાદ : હાલ કોરોના વાયરસ (coronavirus) સામે લડવા માટે ગુજરાત રાજ્યની (Gujarat Police) પોલીસ ખડેપગે કામ કરી રહી છે. ત્યારે ગુજરાત પોલીસનાં ટ્વિટર (Gujarat police Twitter) હેન્ડલ પર એક તસવીર પોસ્ટ કરવામાં આવી છે. તેના કેપ્શનમાં લખ્યું છે કે, 'જ્યારે પડકાર નવા હોય ત્યારે હથિયાર પણ નવા જ જોઇએ. ગુજરાત પોલીસે તો અપનાવી લીધા છે તમે પણ સાથે રાખો.'

ગુજરાત પોલીસે ટ્વિટ કરેલી તસવીરમાં એક પોલીસ જવાનનાં ખિસ્સામાં હેન્ડ સેનિટાઇઝર મુક્યું છે. પહેલા પોલીસ જવાનોનાં ખિસ્સાની ઉપર પિસ્તોલ રાખતા હતા પરંતુ સમય અને સંજોગો પ્રમાણે પોલીસ જવાનોએ હથિયાર બદલીને સેનેટાઇઝર મુક્યું છે. ગુજરાત પોલીસે તસવીરનાં કેપ્શનમાં લખ્યું છે કે, 'ગુજરાત પોલીસ એ તો અપનાવી લીધા છે, તમે પણ આ રાખો સાથે.તમારી પોતાની, તમારા પરિવારની અને સોસાયટીની હેલ્થ નો સવાલ છે. કોરોના હારશે જ!'


આ પણ જુઓ : અમદાવાદ : લૉકડાઉનમાં એમ્બ્યુલન્સમાં દેશી દારૂની હેરાફેરી કરતા 2 લોકો ઝડપાયા

મહત્વનું છે કે, રાજ્યનાં પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં જે રીતે સંક્રમણ વધી રહ્યું છે તેવા સંજોગોમાં તંત્ર દ્વારા જે પગલાં લેવાઈ રહ્યા છે તેમાં નાગરિકો પૂરતો સહકાર આપે તે અપેક્ષિત છે. લોકોને મુશ્કેલી ન પડે તે માટે પોલીસ બંદોબસ્ત સાથે એન્ફોર્સમેન્ટ અને સર્ચની કામગીરી કરવામાં આવશે. કોરોનાના સંક્રમણને અટકાવવા અમદાવાદ શહેરના અમુક વિસ્તારો બંધ કરવામાં આવ્યા છે અને લોકોનું થર્મલ સ્કેનિંગ પણ કરાઈ રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય તે હેતુથી શાકમાર્કેટ, જથ્થાબંધ માર્કેટના સ્થળો લોકોની સગવડ માટે બદલવામાં આવ્યા છે ત્યારે નાગરિકો પણ તેમાં સહયોગ આપે એ જરૂરી છે. શહેરના ક્લસ્ટર કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં લોકોના આરોગ્યની ચકાસણી વધુ સઘન બનાવાશે. પોલીસ બંદોબસ્ત અપાયો છે અને જરૂર પડશે તો વધારવામાં આવશે.

આ પણ જુઓ - 
First published: April 9, 2020, 10:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading