ગુજરાતમાં એલર્ટ : J&Kમાં આતંકી હુમલાને નિષ્ફળ કર્યા બાદ રાજ્યનાં મહત્વનાં સ્થાનો પર સુરક્ષા વધારાઇ

News18 Gujarati
Updated: May 31, 2020, 8:47 AM IST
ગુજરાતમાં એલર્ટ : J&Kમાં આતંકી હુમલાને નિષ્ફળ કર્યા બાદ રાજ્યનાં મહત્વનાં સ્થાનો પર સુરક્ષા વધારાઇ
ગુજરાતનાં મહત્વનાં સ્થાનો, દરિયાઇ સીમાઓ સાથે મોટા મોટા મંદિરો પાસે સુરક્ષા વધારી દેવામં આવી છે.

ગુજરાતનાં મહત્વનાં સ્થાનો, દરિયાઇ સીમાઓ સાથે મોટા મોટા મંદિરો પાસે સુરક્ષા વધારી દેવામં આવી છે.

  • Share this:
ગાંધીનગર :  જમ્મુ કાશ્મીરમાં ગુરૂવારે પુલવામાં હુમલા જેવા મોટા હુમલાની યોજનાને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી દીધી હતી. આ ષડયંત્રનો પર્દાફાશ થતા ગુજરાતમાં પણ એલર્ટ આપવામાં આવી છે. ગુજરાતનાં મહત્વનાં સ્થાનો, દરિયાઇ સીમાઓ સાથે મોટા મોટા મંદિરો પાસે સુરક્ષા વધારી દેવામં આવી છે. આ ઉપરાંત શંકાસ્પદ લોકો પર વોચ રાખવામાં આવી છે અને વાહનોનું ચેકિંગ થઇ રહ્યું છે.

ગુજરાતમાં એલર્ટના પગલે ગાંધીનગર સચિવાલય સંકુલની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સચિવાલય સંકુલનાં ગેટ પર હથિયાર અને બુલેટ પ્રૂફ જેકેટ સાથે જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ મામલે સત્તાવાર રીતે ગૃહ વિભાગ કાંઈ બોલવા તૈયાર નથી.

આ પણ વાંચો- 'અમદાવાદ ઔર સુરત આર્મી કો સોંપને જા રહે હે', જાણો કોણે ફેલાવી ખોટી અફવા?

મહત્વનું છે કે, જમ્મુ કાશ્મીરમાં ગુરુવારે પુલવામા જેવા આંતકી હુમલાના કાવતરાને નિષ્ફળ કરવામાં આવ્યું. સમાચાર એજન્સી PTIની ખબર મુજબ પુલવામા પાસે એક સેન્ટ્રો ગાડીમાં IED (ઇપ્રોવાઇઝ્ડ એક્સ્પ્લોસિવ ડિવાઇસ) પ્લાન્ટ કરવામાં આવી હતી. પણ સુરક્ષાદળોએ તેને સમય રહેતા જ ડિફ્યૂઝ કર્યો હતો. જે પછી સુરક્ષાબળ દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. પોલીસના કહેવા મુજબ, કાર પર ફેક રજિસ્ટ્રેશન નંબર લાગ્યો હતો. તેવામાં પોલીસે જ્યારે કાર રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે ચાલકે કાર ભગાવવા લાગી. પણ સુરક્ષાદળોએ ગાડીઓ પર ગોળી ચલાવી. અને ડ્રાઇવર ગાડી છોડી ભાગવામાં સફળ રહ્યો. પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે જણાવ્યું કે, હુમલાને લઇને ગુપ્ત માહિતી મળી હતી. જેના કારણે તંત્ર બુધવારથી જ આ IED વાળી ગાડીની શોધમાં હતું.

આ પણ જુઓ- 
First published: May 31, 2020, 8:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading