ગુજરાતમાં પણ લવ જેહાદ પર લગામ લગાવવા આવશે કાયદો? જાણો - કેવી રહેશે સજાની જોગવાઈ?

ગુજરાતમાં પણ લવ જેહાદ પર લગામ લગાવવા આવશે કાયદો? જાણો - કેવી રહેશે સજાની જોગવાઈ?
પ્રતિકાત્મક તસવીર

લવ જેહાદ મામલામાં ગુનાની તપાસ જીલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી કરશે. આ બીલ બજેટ સત્રના અંતિમ દિવસે રજુ કરવામાં આવી શકે છે.

  • Share this:
ગાંધીનગર : ઉત્તર પ્રદેશ બાદ હવે ગુજરાત સરકારે પણ લવ જેહાદ મામલે કાયદો બનાવવા માટેનું મન બનાવી લીધુ છે. હાલમાં રાજ્યટમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે બજેટ સત્રના અંતિમ દિવસે રાજ્ય સરકાર લવ જેહાદ મામલે બીલ રજુ કરી શકે છે.

સૂત્રો અનુસાર, લવ જેહાદ બીલ માટે સરકારે પુરી તૈયારીઓ કરી લીધી છે. બજેટ સત્રના અંતિમ દિવસે સરકાર વિધાનસભા ગૃહમાં બીલ રજુ કરશે. આ બીલમાં લવ જેહાદ મામલે કડક સજા અને દંડની જોગવાઈ કરવામાં આવશે, તથા ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે વિધાનસભા ગૃહમાં બિલ રજૂહોવાનું જણાવવામાં આવી રહ્યું છે.બીલમાં કેવી રહેશે સજાની જોગવાઈ?

સૂત્રોના જણાવ્યા અનુસાર, લવ જેહાદ બિલમાં આરોપી સામે 5 વર્ષની કેદ અને રૂ. 2 લાખ કરતાં ઓછો નહિ એટલા દંડની સજાની જોગવાઈ હશે. આ સિવાય અનુસૂચિત જાતિ - અનુસૂચિત જનજાતિની સ્ત્રી સાથે બનેલા ગુનામાં 7 વર્ષની કેદ અને રૂ. 3 લાખથી ઓછો નહિ એટલો દંડ થશે. ગુજરાતમાં ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે વિધાનસભા ગૃહમાં બિલ રજૂ થશે. લવ જેહાદ મામલામાં ગુનાની તપાસ જીલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી કરશે, તથા સંસ્થા - સંગઠનોના સંચાલક સામે 3થી 10 વર્ષની સજા અને રૂ. 5 લાખનો દંડ થશે.

આ પણ વાંચોમાનવતા મરી પરવારી! બીમાર માતાની સારવાર કરાવવાને બદલે પુત્ર અને વહુ રસ્તા પર મુકી જતા રહ્યા

ઉલ્લેખનીય છે કે, ગોધરા ખાતે યોજાયેલી જાહેર ચૂંટણી સભામાં રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લવ જેહાદ મામલે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ આગામી વિધાનસભા સત્રમાં લવ જેહાદ માટે કાયદો ઘડી કાઢવામાં આવશે એમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આવનારા દિવસોમાં વિધાનસભામાં અમે લવ જેહાદનો કાયદો લાવવાના છીએ. લવ જેહાદના નામે જે પ્રવૃત્તિ ચાલે છે એ પ્રવૃત્તિ હવે ચલાવવાના નથી. લવ જેહાદનો કડક કાયદો વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી લાવવાની છે.

આ પણ વાંચો - યુવકની ખતરનાક રીતે પીટાઈનો Video વાયરલ, ભલ ભલાની આત્મા કંપી ઉઠે તે રીતે માર માર્યો

તમને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે આ વિષયમાં કાયદો ઘડ્યા બાદ ગુજરાતમાં પણ આ કાયદો પસાર કરવાના સૂર ઉઠી રહ્યા છે. રાજ્યના વડોદરા જિલ્લાના ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ગુજરાતમાં લવ જેહાદનો કાયદો પસાર કરવાની માંગણી કરી ચૂક્યા છે. શૈલેષ મહેતાએ કહ્યું હતું કે, 'સમગ્ર દેશમાં લવ જેહાદના કિસ્સા વધી રહ્યા છે એને અનુલક્ષીને યુપીમાં સરકાર કાયદો લાવી છે. ગુજરાતમાં પણ લવ જેહાદના કિસ્સા દિવસે અને દિવસે વધી રહ્યા છે. યોગી સરકાર જો કાયદો લાવી શકતી હોય તો ગુજરાત સરકારે પણ આ કાયદો ઘડવો જોઈએ એવું અમારું સ્પષ્ટપણે માનવું છે. આ મામલે તેમણે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી, આ સંદર્ભે સરકારે મામલાને ગંભીરતાથી લઈ કાયદો પસાર કરવા બીલ તૈયાર કરી દીધુ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
Published by:kiran mehta
First published:March 26, 2021, 17:48 pm

ટૉપ ન્યૂઝ