ગાંધીનગર : BJPનું મનોમંથન શરૂ, કોણ બનશે મેયર? કોના નામ ચર્ચામાં? કઈ તારીખે મળશે નવા મેયર?

ગાંધીનગર : BJPનું મનોમંથન શરૂ, કોણ બનશે મેયર? કોના નામ ચર્ચામાં? કઈ તારીખે મળશે નવા મેયર?
ફાઈલ ફોટો

સોમવારે પારલામેન્ટ્રી બોર્ડની બેઠક મળવા જઈ રહી છે. જેમાં 6 મહાનગરપાલિકા અને જિલ્લા તથા તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના પ્રમુખો અંગે પણ નિર્ણય કરવામાં આવશે.

 • Share this:
  ગાંધીનગર : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાં બીજેપીએ 6 મહાનગરપાલિકાઓ, અને જિલ્લા તથા તાલુકા પંચાયતોમાં શાનદાર પ્રદર્શન કરી બહુમત સાથે જીત મેળવી છે. ત્યારે હવે આ મહાનગરપાલિકાનું મેયર પદ કોને આપવું? જિલ્લા અને તાલુકા પંચાય અને નગરપાલિકામાં પ્રમુખ પદે કોને બેસાડવા? આ બધા મામલે બીજેપીમાં મનોમંથન શરૂ થઈ રહ્યું છે.

  તમને જણાવી દઈએ કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં સોમવારે પારલામેન્ટ્રી બોર્ડની બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં રાજ્યની 6 મહાનગરપાલિકા અને જિલ્લા તથા તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના પ્રમુખો અંગે પણ નિર્ણય કરવામાં આવશે.  આ પણ વાંચો - રાજ્યની RTO કચેરીમાં 45 ટકા જગ્યાઓ ખાલી, વિધાનસભામાં સરકારે નિષ્ફળતાના કર્યા લેખિત ખુલાસા

  કઈ તારીખે મળશે નવા મેયર

  મનપાની બેઠકમાં નવા ચૂંટાયેલા તમામ કોર્પોરેટરો હાજર રહેશે. આ બેઠકમાં મેયર સહિતના તમામ પદાધિકારીઓની પણ વરણી કરવામાં આવશે. અમદાવાદ અને ભાવનગરને 10 માર્ચે નવા મેયર મળશે, જ્યારે રાજકોટ અને વડોદરાને 11 માર્ચે તથા સુરત અને જામનગરને 12 માર્ચે નવા મેયર મળશે.

  આ પણ વાંચોઅમદાવાદ : 'મેરે બચ્ચો કો પૈસા દિલાના ઉસ શૈતાનો સે', વેપારીએ Video બનાવી કર્યો આપઘાત, મોતની કરૂણ કહાની

  જો અમદાવાદની વાત કરીએ તો, તમામ મુખ્ય પદો માટે બીજેપી જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખી નિર્ણય કરશે. મેયર પદ એસસી માટે રિઝર્વ હોવાથી ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, દંડક અને અન્ય નેતાઓમાં સમીકરણોને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવશે. ચર્ચા છે કે, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે જનરલ કોર્પોરેટરને સ્થાન અપાય તેવી શક્યતા છે. જ્યારે પક્ષ નેતા અને દંડક પદ ઓબીસી નેતાને આપવામાં આવી શકે છે.

  આ પણ વાંચો - વડોદરામાં સોની પરિવારની દયનીય કહાની : કેમ પરિવારના 6 સભ્યોએ દવા પીધી? પિતા-પુત્રી અને 4 વર્ષના માસૂમનું મોત

  કયા-કયા નેતા છે મેયરની રેસમાં

  અમદાવાદમાં મેયર પદ માટે વાસણાથી હિમાંશુ વાળા, ઠક્કર નગરથી કિરીટ પરમાર અને જોધપુર વોર્ડથી અરવિંદ પરમારના નામ ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે, હિમાંશુ વાળા પ્રથમ ટર્મ, કિરીટ પરમાર 3 ટર્મ અને અરવિંદ પટેલ 2 ટર્મ કોર્પોરેટર બન્યા છે. તો રાજકોટમાં ડો.અલ્પેશ મોજરીયાનું નામ ચર્ચામાં છે. આ બાજુ વડોદરામાં ડો.હિતેશ પટેલ, મનોજ પટેલ, કેતન પટેલ, ક્યુર રોકડીયા અને પરાક્રમસિંહ જાડેજાનું નામ રેસમાં છે. તો સુરતમાં દર્શીની કોઠિયા અને હેમાલી બોઘાવાલાનું નામ ચર્ચામાં છે.

  આ પણ વાંચો - જૂનાગઢ : યુવાન પર જીવલેણ હુમલો, દોડાવી-દોવી માર્યા છરીના ઘા, લોહીયાળ મારા મારીનો Live Video

  જ્યારે ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પક્ષ નેતા અને દંડક પદે સરસપુર વોર્ડથી ભાસ્કર ભટ્ટ, થલતેજથી હિતેશ બારોટ અને પાલડીથી પ્રીતેશ મહેતા અને જૈનિક વકીલ, ઘટલોડિયાથી જતીન પટેલ અને ખોખરથી કમલેશ પટેલના નામ ચર્ચામાં છે.
  Published by:kiran mehta
  First published:March 04, 2021, 21:13 pm

  ટૉપ ન્યૂઝ