ગુજરાત સહિત દેશભરમાં આજે યોજાશે NEETની પરીક્ષા, વિદ્યાર્થીઓને ત્રણ કલાક પહેલા અપાશે પ્રવેશ

News18 Gujarati
Updated: September 13, 2020, 7:23 AM IST
ગુજરાત સહિત દેશભરમાં આજે યોજાશે NEETની પરીક્ષા, વિદ્યાર્થીઓને ત્રણ કલાક પહેલા અપાશે પ્રવેશ
પ્રતિકાત્મક તસવીર

નીટ પરીક્ષા કોરોનાને લઈને ચાર મહિના મોડી યોજાઈ રહી છે. આ પરીક્ષા માટે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સહિતના સુરક્ષાના માપદંડોના પાલનની પૂરી તૈયારી કરવામાં આવી છે. દે

  • Share this:
દેશમાં વધતા કોરોના સંક્રમણના (Coronavirus) કહેરની વચ્ચે ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં આજે એટલે 13મી સપ્ટેમ્બરે મેડિકલ પ્રવેશ માટેની નીટની (National Eligibility Cum Entrance Test- NEET) પરીક્ષા લેવામાં આવશે. ગુજરાતમાંથી 80 હજારથી વધુ વિદ્યાર્થી સહિત દેશ ભરમાં 15.90 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. નીટ પરીક્ષા કોરોનાને લઈને ચાર મહિના મોડી યોજાઈ રહી છે. આ પરીક્ષા માટે સોશિયલ ડિસ્ટન્સિંગના (Social Distancing) પાલન સહિતના સુરક્ષાના માપદંડોના પાલનની પૂરી તૈયારી કરવામાં આવી છે. દેશભરમાં પરીક્ષા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ માટે કુલ પરીક્ષા કેન્દ્રો 2,546થી વધારીને 3,843 કરી દેવાયાં છે જેના કારણે વિદ્યાર્થીઓ વચ્ચે થોડુ અંતર રહે. બપોરે 2થી 5 દરમિયાન યોજાનારી નીટ માટે પરીક્ષાના 3 કલાક પહેલાં પ્રવેશ અપાશે.

ગુજરાતમાં 10 શહરોમાં કેન્દ્રો

ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, પંચમહાલ, આણંદ, ગાંધીનગર, પાટણ અને વલસાડ સહિતના 10 શહેરોના 215થી વધુ કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે. કોરોનાને કારણે એનટીએ દ્વારા સેન્ટરોની સંખ્યા વધારવામા પણ આવી છે. નીટ પરીક્ષા પેપર પેન્સિલ મોડમાં છે અને વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘણી વધી છે. ગુજરાતમાંથી 80,219 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા છે. આ પરીક્ષાના આધારે જ મેડિકલમાં પ્રવેશ થાય તેમ હોવાથી તમામ વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા આપવી ફરજીયાત છે.

વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ચેકિંગ

રવિવારે બપોરે 2થી5ના એક જ સેશનમાં પરીક્ષા લેવાશે. વિદ્યાર્થી સંખ્યા વધુ હોવાથી તમામ સેન્ટરો એન્ટ્રી માટે ત્રણ કલાક પહેલા શરૂ કરી દેવાશે અને તમામ સેન્ટરો પર થર્મલ સ્કેનિંગ કરાશે તેમજ વિદ્યાર્થીઓને માસ્ક પણ આપવામા આવશે. નીટ પરીક્ષાના પરિણામની તારીખ જાહેર કરાઈ નથી પરંતુ સપ્ટેમ્બર અંત સુધીમાં જાહેર થાય તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે.

આ પણ જુઓ - 

આ પણ  વાંચો- રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1365 કેસ નોંધાયા, 1335 દર્દી સાજા થયા, રિકવરી રેટ 82.61% થયો

આઇસોલેશનની પણ વ્યવસ્થા કરાઇ છે

એનટીએના રિજિનલ ડાયરેક્ટર વીરેન્દ્ર રાવતે જણાવ્યું હતુ કે, કોરોનાને ધ્યાનમાં રાખીને આવશ્યક પગલાં લેવામાં આવ્યાં છે. જે વિદ્યાર્થીઓનું તાપમાન નિયત માપદંડ કરતા વધારે હોય તેમને પરીક્ષા દરમિયાન અલગ આઈસોલેશન સેન્ટરમાં રખાશે. આ ઉપરાંત અધિકારીએ જણાવ્યું કે, ઉમેદવારોને માસ્ક અને સેનિટાઇઝ સાથે કેન્દ્ર પર આવવા માટે કહેવામાં આવ્યું છે. એકવાર કેન્દ્રમાં પ્રવેશ કર્યા બાદ તેમને પરીક્ષા સુપરવાઇઝર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ માસ્ક પહેરવાનો રહેશે. તેમણે જણાવ્યું કે, દરેક ઉમેદવારને પ્રવેશ વખતે ત્રણ સ્તરવાળું માસ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે.
Published by: Kaushal Pancholi
First published: September 13, 2020, 7:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading