ગાંધીનગર : સરકારના મંત્રીએ જ તોડ્યો નિયમ, કેબિનેટ બેઠકમાં સહકાર પ્રધાન માસ્ક વગર પહોંચ્યા

News18 Gujarati
Updated: June 17, 2020, 1:04 PM IST
ગાંધીનગર : સરકારના મંત્રીએ જ તોડ્યો નિયમ, કેબિનેટ બેઠકમાં સહકાર પ્રધાન માસ્ક વગર પહોંચ્યા
મંત્રી ઇશ્વરસિંહ પટેલ.

સરકારના મંત્રી જ માસ્ક નથી પહેરી રહ્યાં ત્યારે સરકાર જનતા પાસે કેવી રીતે નિયમનું પાલન કરાવશે? શું મંત્રી અને જનતા માટે નિયમ અલગ અલગ છે?

  • Share this:
ગાંધીનગર : અનલોક 1.0 (Unlock 1.0) હેઠળ સરકારે છૂટછાટ આપી છે ત્યારે જાહેર સ્થળો (Public Places) પર અથવા ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing) જાળવવું સરકાર તરફથી ફરજિયાત કરવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ માસ્ક (Mask) વગર ઘર બહાર નીકળે તો તેને 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. આ દરમિયાન આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠક (Cabine Meeting)માં ભાગ લેવા માટે આવી પહોંચેલા રાજ્ય સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ (Ishwarsinh Patel) માસ્ક પહેર્યાં વગર જોવા મળ્યા હતા. મંત્રી માસ્ક વગર ફરી રહ્યો હોવાની ઘટના સામે આવ્યા બાદ હવે એવી ચર્ચા ઊઠી છે કે શું સામાન્ય જનતા અને લોકો માટે અલગ અલગ નિયમો છે?

ગાંધીનગર ખાતે મળી કેબિનેટ બેઠક

દર બુધવારની જેમ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી છે. આ બેઠકમાં હાજરી આપવા માટે આવી પહોંચેલા સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ માસ્ક વગર જ જોવા મળ્યા હતા. તેમણે માસ્ક પહેર્યા વગર જ પ્રવેશ મેળવ્યો હતો. આજે મળેલી બેઠકમાં ગુજરાતમાં આગામી 19મી તારીખે યોજાનારી રાજ્ય સભાની ચૂંટણી, ગુજરાતમાં વધી રહેલા કોરોના વાયરસના કેસ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તીડના આક્રમણ અને ગુજરાતમાં વરસાદ અને વાવણીને લઈને ચર્ચા થઈ હતી.

આ પણ વાંચો : રાજ્યસભાની ચૂંટણી : બીજેપીના ધારાસભ્યોને ગાંધીનગર નહીં છોડવા આદેશ કરાયો

નાગરિકો માટે માસ્ક ફરજિયાત

નોંધનીય છે કે કોરોનાના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. હવે આ કિસ્સામાં ખૂદ રાજ્યના મંત્રી જ માસ્ક પહેરવાનો નિયમ નથી પાળી રહ્યા ત્યારે જનતા તેમનાથી શું શીખ મેળવશે? મંત્રી જ માસ્ક નથી પહેરી રહ્યા ત્યારે સરકાર જનતા પાસે કેવી રીતે નિયમનું પાલન કરાવશે એ પણ સવાલ છે. 

માસ્ક અંગે સરકારે નિયમ બદલ્યા

માસ્ક ન પહેરનારા વ્યક્તિઓ પાસેથી કાયદાકીય રીતે નિયમાનુસાર દંડ વસૂલ કરવાની સત્તા હવેથી જિલ્લા કલેકટર કે મ્યુનિસિપલ કમિશનરને બદલે પોલીસ કમિશનર તેમજ જિલ્લા પોલીસ વડાને તેમના તાબા હેઠળના વિસ્તારોમાં સોંપવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગે આ અંગેનું વિધિવત જાહેરનામું પણ જારી કર્યું છે. એટલે કે હવે માસ્ક નહીં પહેર્યું હોય તો પોલીસ તમારી પાસેથી દંડની રકમ વસૂલ કરી શકશે.

માસ્ક ન પહેરવા બદલ ઇ-મેમો મોકલાના શરૂ

અમદાવાદ શહેરમાં માસ્ક પહેર્યાં વગર બહાર નીકળતા વાહન ચાલકોને તંત્ર તરફથી ઇ-મેમો મોકલવાની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદ પહેલા રાજકોટ શહેરમાં પણ આવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદ : ગૃહમંત્રી પ્રદિપસિંહનું મોટું નિવેદન, 'રથયાત્રા અંગે કોઈ નિર્ણય નથી લીધો'
First published: June 17, 2020, 12:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading