શું ગુજરાતમાં પણ મહારાષ્ટ્રની જેમ અન્ય રાજ્યમાંથી આવતા લોકો માટે માર્ગદર્શિકા જાહેર થશે?

શું ગુજરાતમાં પણ મહારાષ્ટ્રની જેમ અન્ય રાજ્યમાંથી આવતા લોકો માટે માર્ગદર્શિકા જાહેર થશે?
પ્રતિકાત્મક તસવીર

સીએમ વિજય રૂપાણીએ વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી ગુજરાતમાં કોરોનાની સારવાર-સંક્રમણ અટકાવવા લીધેલા પગલાં અને આગામી આયોજનની વિગતો પીએમ સમક્ષ રજૂ કરી.

 • Share this:
  ગાંધીનગર: મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે (Maharashtra Uddha Thackeray Government) સરકારે પોતાના રાજ્યમાં પ્રવેશ કરતા અન્ય રાજ્યોના લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કર્યો છે. એટલે કે જે લોકોનો કોરોના ટેસ્ટ (Corona Test) નેગેટિવ હશે તેમને જ મહારાષ્ટ્ર (Maharashtra)માં પ્રવેશ મળશે. જો કોઈ લોકો ટેસ્ટ વગર મહારાષ્ટ્ર પહોંચી જશે તો તેણે પોતાના ખર્ચે ટેસ્ટ કરાવવો પડશે. ગુજરાત પણ મહારાષ્ટ્રના પગલે અન્ય રાજ્યોમાંથી આવતા લોકો માટે ગાઇડલાઇન (Tourist Guidelines) જાહેર કરે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. આ માટે ગૃહ વિભાની બેઠકમાં કોઈ નિર્ણય લેવાઈ શકે છે. આ બેઠક દરમિયાન પ્રવાસીઓ માટેની નવી ગાઇડલાઇન મુદ્દે ચર્ચા કરવામાં આવશે. જો આ મામલે કોઈ ચર્ચા થાય છે અને સીએમની મંજૂરીની મહોર લાગે છે તો આ અંગે વહેલામાં વહેલી તકે જાહેરાત થઈ શકે છે.

  સીએમ રૂપણીની પીએમ મોદી સાથે વીડિયો કૉન્ફરન્સથી બેઠક  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે દેશમાં કોરોના મેનેજમેન્ટ અંગે ગુજરાત સહિત વિવિધ આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં પીએમ મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે આઠ રાજ્યોમાં કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતિ, સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારો દ્વારા લઈ રહેલા પગલાં અને આગામી આયોજનની સમીક્ષા કરી હતી.

  પીએમ મોદી સાથે સીએમની બેઠક.


  આ પણ વાંચો: 

  બેઠક દરમિયાન સીએમ વિજય રૂપાણીએ ગુજરાતમાં કોરોનાની સારવાર, સંક્રમણ અટકાવવા સરકારે લીધેલાં પગલાં અને આગામી આયોજનની વિગતો રજૂ કરી હતી. તેમના કહેવા પ્રમાણે ગુજરાતમાં RT-PCRની ટેસ્ટ ક્ષમતા ત્રણ ઘણી વધારવામાં આવી છે.

  આ પણ જુઓ-

  આ સમીક્ષા બેઠકમાં કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, કેન્દ્રિય કેબિનેટ સચિવ, ગુજરાતના મુખ્યસચિવ અનિલ મુકિમ, વન વિભાગના ACS રાજીવ ગુપ્તા, મહેસૂલ વિભાગના ACS પંકજકુમાર, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ, રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા, મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર તેમજ સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના સચિવ હરિત શુક્લા ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આઠ રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કેરળ, રાજસ્થાન, પશ્વિમ બંગાળ, હરિયાણા અને દિલ્હીનો સમાવેશ થાય છે.
  Published by:Vinod Zankhaliya
  First published:November 24, 2020, 14:49 pm

  टॉप स्टोरीज