ગુજરાત મહાનગરપાલિકા ચૂંટણી: મતદાર કેટલા મત આપી શકે અને કેવી રીતે મતદાન કરી શકે?

ગુજરાત મહાનગરપાલિકા ચૂંટણી: મતદાર કેટલા મત આપી શકે અને કેવી રીતે મતદાન કરી શકે?
એક વોટ કે ચાર વોટ આપ્યા બાદ પીળુ બટન દબાવવાનું ભૂલી જશો તો વોટ કાસ્ટ થશે નહીં.

એક વોટ કે ચાર વોટ આપ્યા બાદ પીળુ બટન દબાવવાનું ભૂલી જશો તો વોટ કાસ્ટ થશે નહીં.

  • Share this:
    ગુજરાતના (Gujarat) 6 મહાનગરોમાં (mahanagarpalika) આજે 21 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી (local body election) યોજાઇ રહી છે. કોરોના કાળમાં (coronavirus) ગુજરાતમાં યોજાઇ રહેલી આ સૌપ્રથમ મોટી ચૂંટણી છે. કોરોનાને પગલે આ વખતે મતદારોને મતદાન અગાઉ કેટલીક ગાઇડલાઇન્સનું પણ પાલન કરીને સતર્ક રહેવું પડશે. આ સાથે 2015ની AMCની ચૂંટણી પહેલાં નવું સિમાંકન કરવામાં આવ્યું હતુ જેમાં એક વોર્ડમાં ચાર બેઠક નક્કી કરાઇ હતી. એક વોર્ડમાં ચાર બેઠક નક્કી કરાઇ છે જેથી આજે રવિવારે યોજાનારી ચૂંટણીમાં મતદારોએ ચાર વોટ આપવાનો અધિકાર મળે છે. ત્યારે લોકોમાં મતદાન કરવા અંગે થોડું અસમંજસ છે કે તેમને કેટલા ઉમેદવારો માટે મતદાન કરવાનું છે.

    વોટ આપ્યા બાદ પીળુ બટન દબાવવાનું રહેશે



    મતદારોને ચાર વોટ આપવા ફરજિયાત હોતા નથી. પરંતુ મતદારો એક વોર્ડમાં એક વોટ, બે વોટ, ત્રણ વોટ અને ચાર વોટ આપી શકે છે. જોકે, એક વોટ કે ચાર વોટ આપ્યા પછી પીળુ બટન દબાવ્યા બાદ વોટ કાસ્ટ થાય છે. જો એક વોટ કે ચાર વોટ આપ્યા બાદ પીળુ બટન દબાવવાનું ભૂલી જશો તો વોટ કાસ્ટ થશે નહીં.

    નોટાનું બટન કોણ દબાવી શકે

    શહેરના એક વોર્ડમાં ચાર બેઠકનો કોન્સેપ્ટ છે. જેમાં બે બેઠકો મહિલા માટે રિઝર્વ હોય છે જ્યારે બે બેઠકો પુરુષો માટે રિઝર્વ હોય છે. હવે સ્થિતિ એવી છે કે, તમને ચાર બેઠકો ઉપર ઉભા રહેલાં તમામ ઉમેદવારો પસંદ ન હોય તો તમે નોટાનો પણ ઉપયોગ કરી શકો છે.

    Gujarat Municipal Election 2021 Live: સાંસદ કિરીટ સોલંકીએ મતદાન કરી BJPની જીતનો વિશ્વાસ દર્શાવ્યો

    AMCની ચૂંટણીમાં 2015 પહેલા એક વોર્ડમાં ત્રણ બેઠકો હતી. 2015 પહેલાં AMCમાં 64 વોર્ડ હતા અને 192 બેઠકો હતી. 2015માં નવા સિમાંકન પ્રમાણે, વોર્ડની સંખ્યા 64થી ઘટીને 48 કરી દેવાઇ હતી. એક વોર્ડમાં ચાર બેઠકો નક્કી કરાઇ હતી જેથી 2015ની ચૂંટણીથી શહેર સહિત તમામ કોર્પોરેશનોમાં ચાર વોટ આપવાના હોય છે. આ પ્રકારે જ ઇવીએમ સેટ કરાય છે જેમાં નાગરિક એક વોટ, બે વોટ કે ચાર વોટ આપી શકે છે. ચાર વોટ આપવા ફરજિયાત હોતા નથી.



    એક કે બે વોટ આપ્યા પછી પણ જો ભૂલથી નોટાનું બટન દબાવી દેશો તો પણ એકપણ વોટ કાઉન્ટ નહીં થાય. તમામ વોટ નોટામાં જતા રહેશે. એટલે વોટ આપ્યા બાદ પીળુ બટન દબાવવાનું રહેશે.
    Published by:Kaushal Pancholi
    First published:February 21, 2021, 08:08 am

    ટૉપ ન્યૂઝ