મનપા ચૂંટણી: અમદાવાદમાં સૌથી ઓછું 42.51% મતદાન, જામનગરમાં સૌથી વધારે 53.64% મતદાન

મનપા ચૂંટણી: અમદાવાદમાં સૌથી ઓછું 42.51% મતદાન, જામનગરમાં સૌથી વધારે 53.64% મતદાન
સીએમ વિજય રૂપાણીએ રાજકોટ ખાતે મતદાન કર્યું હતું.

Gujarat local body polls: તમામ મહાનગરપાલિકાઓમાં સ્ત્રી મતદારોની ટકાવારી 42.18 ટકા રહી છે, જ્યારે પુરુષ મતદારોની ટકાવારી 48.73 ટકા રહી છે.

 • Share this:
  અમદાવાદ: કોરોનાની લહેર મંદ પડી છે ત્યારે રાજ્યની છ મહાનગરપાલિકા (Gujarat Local body polls)માં યોજાયેલા મતદાનમાં સરેરાશ 45.64 ટકા મતદાન (Voting) નોંધાયું છે. રાજ્યના ચૂંટણી આયોગ (Election Commission) તરફથી મોડી મહાનગરપાલિકા પ્રમાણે સરેરાશ કેટલું મતદાન થયું તેની માહિતી જાહેર કરવામાં આવી હતી. જે પ્રમાણે અમદાવાદ મહાનગરપાલિકાનું ચૂંટણીમાં સૌથી ઓછું 42.51 ટકા મતદાન થયું છે. જામનગર મહાનગરપાલિકામાં સૌથી વધારે 53.64 ટકા મતદાન નોંધાયું છે.

  તમામ મહાનગરપાલિકાઓમાં સ્ત્રી મતદારોની ટકાવારી 42.18 ટકા રહી છે, જ્યારે પુરુષ મતદારોની ટકાવારી 48.73 ટકા રહી છે. એટલે કે સ્ત્રી મતદારોની સરખામણીમાં પુરુષ મતદારોની મતદાનની ટકાવારી ખૂબ ઓછી રહી છે. આ સાથે જ યોજાયેલી જૂનાગઢ મહાનગરપાલિકાની બે વોર્ડની પેટા ચૂંટણીમાં 51.85 ટકા મતદાન નોંધાયું છે.  ક્યાં કેટલું મતદાન

  અમદાવાદ---- 42.51%
  અમદાવાદ---- 42.51%
  સુરત---------- 45.51%
  વડોદરા------- 47.99%
  જામનગર------ 53.64%
  રાજકોટ------- 50.75%
  ભાવનગર------ 49.47%
  કુલ----------- 45.64%

  પુરુષ Vs મહિલા મતદારો

  શહેર--------- પુરુષ--------- સ્ત્રી
  અમદાવાદ---- 45.90%---- 38.80%
  સુરત---------- 47.00%-----42.00%
  વડોદરા------- 51.07%---- 44.76%
  જામનગર----- 57.32%---- 49.78%
  રાજકોટ------- 54.60%---- 46.60%
  ભાવનગર----- 52.84%---- 45.88%
  કુલ----------- 48.73%---- 42.18%

  છ મહાનગરપાલિકામાં મતદાન યોજાયું

  શહેર--------- વોર્ડ---------- બેઠક
  અમદાવાદ---- 48----------- 192
  સુરત---------- 30----------- 120
  વડોદરા------- 19----------- 76
  જામનગર ----- 16----------- 64
  રાજકોટ------- 18----------- 72
  ભાવનગર----- 13----------- 52
  કુલ----------- 144----------- 576

  જુઓ ક્યાં કેટલું મતદાન થયું:  મુખ્યમંત્રીએ રાજકોટ ખાતે મતદાન કર્યું

  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ રૂપાણી એર એમ્બ્યુલન્સ મારફતે મતદાન કરવા માટે રાજકોટ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી અમદાવાદની યુ.એન. મહેતા હૉસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા. જ્યાં તેમનો RT-PCR ટેસ્ટ નેગેટિવ આવતા રવિવારે બપોર પછી મતદાન કરવા માટે રાજકોટ પહોંચ્યા હતા. રૂપાણીએ અનિલ જ્ઞાનમંદિર સ્કૂલ, રૂમ નં. ૭, જીવનનગર સોસાયટી-૧, બ્રહ્મસમાજ પાસે રૈયારોડ ખાતેના મતદાન મથકે મતદાન કર્યું હતું.
  Published by:Vinod Zankhaliya
  First published:February 22, 2021, 07:44 am

  ટૉપ ન્યૂઝ