ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે મતદાન અને ક્યારે થશે મતગણતરી

ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે મતદાન અને ક્યારે થશે મતગણતરી
ચૂંટણી કમિશ્નરની તસવીર

રાજ્યની છ મહાનગરપાલિકાઓની ચૂંટણી આગામી 21 ફેબ્રુઆરી તેમજ નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીનું મતદાન 28 ફેબ્રુઆરીએ સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે.

  • Share this:
    ગાંધીનગર: ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Gujarat local body polls)ની તારીખો આજે રાજ્ય ચૂંટણી આયોગ (State election commission) દ્વારા જાહેર કરવામાં આવી છે. રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત, 80 નગરપાલિકા અને 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવી હતી. જે પ્રમાણે રાજ્યની છ મહાનગરપાલિકાઓની ચૂંટણી આગામી 21 ફેબ્રુઆરી તેમજ નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતોની ચૂંટણીનું મતદાન 28 ફેબ્રુઆરીએ સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે. આ મતદાનની મતગણતરી મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરી અને નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતોની મતગણતરી 2જી માર્ચ રાખવામાં આવી છે.

    ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે જાહેરનામુ પ્રસિદ્ધ કરવાની તારીખ મહાનગર પાલિકા માટે એક ફેબ્રુઆરી જ્યારે જિલ્લા, તાલુકા અને નગરપાલિકા માટે 8 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. આ ઉપરાંત ઉમેદવારી પત્રો ભરાવની છેલ્લી તારીખ મહાનગરપાલિકાઓ માટે 6 ફેબ્રુઆરી અને નગપાલિકા અને તાલુકા, જિલ્લા પંચાયતો માટે 13 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ મહાનગરપાલિકા માટે 9 ફેબ્રુઆરી અને નગરપાલિકા, તાલુકા જિલ્લા પંચાયતો માટે 16 ફેબ્રુઆરી રાખવામાં આવી છે.



    જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન 21 ફેબ્રુઆરીએ સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી જ્યારે નગપાલિકા, તાલુકા- જિલ્લા પંચાયતની ચૂંટણી માટે મતગણતરી 28 ફેબ્રુઆરીએ સવારે 7 વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે.

    આ પણ વાંચોઃ-

    પુનઃનતદાનની તારીખ જો જરૂર હોય તો 22 ફેબ્રુઆરી મહાનગરપાલીકા માટે અને 1 માર્ચ જિલ્લા-તાલુકા, નગરપાલિકા માટે રહેશે. આ ઉપરાંત મતગણતરીની તારીખની વાત કરીએ તો મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરી અને નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતો માટે 2 માર્ચ રાખવામાં આવી છે.

    આ પણ વાંચોઃ-

    છ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો 144 વોર્ડમાં 576 બેઠક રહેશે જ્યારે પાછા મહાનગરપાલિકામાં એક કરોડ બાર લાખ 34000 701 મતદાર મતદાન કરશે જેની પાછળ એક આવવાની ચૂંટણી અધિકારીઓ 57 મદદનીશ ચૂંટણી અધિકારી ઓ તો 11400 77 મતદાન મથકોએ રાખવામાં આવ્યા છે જેમાંથી જો સંવેદનશીલ મતદાન મથકો ની વાત કરવામાં આવે તો 3858 મતદાન મથકો છે.

    જ્યારથી સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા 1600 મહાનગરપાલિકાની ચુંટણી માટે 2943 એવી એમની સંખ્યા છે જેની સામે પોલીસ સ્ટાફની સંખ્યા 62234 છે હું કઈ જ રીતે જો વાત કરવામાં આવે 81 નગરપાલિકાની તો 81 નગરપાલિકાના 680 બોર્ડમાં ૨૭ બેઠકો છે જે માટે ૪૩ લાખ 89 1294 મતદારો મતદાન કરશે તે માટે ચૂંટણી અધિકારીઓની સંખ્યા રાખવામાં આવી છે તો મદદનીશ ચૂંટણી અધિકારી ની સંખ્યા છે.

    તો મતદાન મથકોની સંખ્યાની વાત કરવામાં આવે તો 4848 મતદાન મથક પર મતદાન થશે જેમાં 400 જેટલા સંવેદનશીલ મતદાન મથક છે જ્યારે અતિસંવેદનશીલ મતદાન મથક ની સંખ્યા વરસાદ છે આ ચૂંટણી માટે 6990 avm થી ચૂંટણી યોજાશે જે માટે પોલીંગ સ્ટાફ ની સંખ્યા ૨૭ હજાર 948 છે. તે જ રીતે જો વાત કરીએ ૩૧ જિલ્લા પંચાયતની તો ૩૧ જિલ્લા પંચાયતમાં 980 બેઠકો રહેશે જેમાં 245 ચૂંટણી અધિકારીઓ રહેશે જ્યારે 469 મદદનીશ ચૂંટણી અધિકારી ઓ રહેશે.

    મતદારોની સંખ્યાની વાત કરવામાં આવે તો 25000000 40000 577 મતદારો ૩૧ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે મતદાન કરશે એ માટે 1370 મતદાન મથકોની સંખ્યા રાખવામાં આવેલી છે જેમાંથી 6443 સંવેદનશીલ મતદાન મથકો છે અતિસંવેદનશીલ 3532 કામ મતદાન મથકો છે આ ચૂંટણી માટે 2780 ઇન્ડિયન ફાળવવામાં આવ્યા છે તો પોલીસ સ્ટાફની સંખ્યા ની વાત કરવામાં આવે તો એક લાખ 93 હજાર 863 છે. મતદારોની સંખ્યાની વાત કરવામાં આવે તો 2 કરોડ 50 લાખ 40 હજાર 577 મતદારો ૩૧ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે મતદાન કરશે એ માટે 1370 મતદાન મથકોની સંખ્યા રાખવામાં આવેલી છે જેમાંથી 6443 સંવેદનશીલ મતદાન મથકો છે અતિસંવેદનશીલ 3532 કામ મતદાન મથકો છે આ ચૂંટણી માટે 2780 ઇન્ડિયન ફાળવવામાં આવ્યા છે તો પોલીસ સ્ટાફની સંખ્યા ની વાત કરવામાં આવે તો એક લાખ 93 હજાર 863 છે. જો તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો 231 તાલુકા પંચાયત માટે 4700 13 બેઠકો છે જેના પર બે કરોડ 50 લાખ 40 હજાર 577 છે. તે માટે ચૂંટણી અધિકારીઓની સંખ્યા 472 જ્યારે મદદનીશ ચૂંટણી અધિકારીઓની સંખ્યા 506 રાખવામાં આવી છે.



    એટલે કે રાજ્યમાં છ મહાનગર પાલિકા 81 નગરપાલિકા ૩૧ જિલ્લા પંચાયત 229 તાલુકા પંચાયત માટે ચૂંટણી યોજાવાની છે તેના 6577 માં 9049 બેઠકો પર ચાર કરોડ નવલાખ 64513 મતદારો છે જે માટે 860 ચૂંટણી અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે તો 1128 મદદનીશ ચૂંટણી અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે જ્યારે 47695 મતદાન મથકો પર મતદાન થશે જેમાંથી 11694 ફોટો સંવેદનશીલ મતદાન મથકો તો છ હજાર ૧૪૭ અતિ સંવેદનશીલ મતદાન મથકો ની સંખ્યા છે તો 91૭૧૬ avm આ ચૂંટણી માટે વપરાશે જેની પાછળ પોલીસ સ્ટાફ ની વાત કરવામાં આવે તો 2 લાખ ૮૪ હજાર 47 સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે
    Published by:ankit patel
    First published:January 23, 2021, 17:19 pm

    ટૉપ ન્યૂઝ