liveLIVE NOW

Election Result : શહેરો બાદ ગામડાંમાં પણ ભાજપનો ભગવો લહેરાયો, કોંગ્રેસ માટે શરમજનક સ્થિતિ

ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રમુખ પદેથી અને પરેશ ધાનાણીએ વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપ્યું

  • News18 Gujarati
  • | March 02, 2021, 22:50 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: A YEAR AGO

    હાઇલાઇટ્સ

    21:10 (IST)
    21:10 (IST)
    19:12 (IST)
    ભવ્ય જીત બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે છેલ્લા 40 વર્ષથી હું રાજકારણમાં સક્રિય છું. કેટલીય ચૂંટણીઓ મેં જોઇ છે પણ આજે ભાજપના ઉમેદવારો જે જંગી બહુમતીથી લોકોએ વિજય અપાવ્યો છે આવો ભવ્ય વિજય મેં અત્યાર સુધીમાં જોયો નથી. આવા ભવ્ય વિજય બદલ જનતાનો આભાર માનું છું. અમારા પ્રજા લક્ષી કાર્યક્રમો તેમજ અમારા કેન્દ્રીય નેતૃત્વ થકી અમે આ જીત મેળવી છે. 100 વર્ષ જૂની કોગ્રેસ પોતાને ગણાવે છે આજે કોંગેસ શોધી જડે તેમ નથી. પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ રાજીનામું આપ્યું એ ગંભીર બાબત છે. મને તો હવે કોંગેસની ચિંતા થાય છે. 

    17:39 (IST)
    ગુજરાતમાં ભવ્ય જીત બદલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું કે - ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખેડુતોએ ભાજપાને વિજયી બનાવીને સરકારની કલ્યાણકરી નીતિઓ પર વિશ્વાસની મહોર લગાવી છે. હું જનતાને નમન કરું છું. આ ભવ્ય વિજય બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ, સીઆર પાટિલ અને કાર્યકર્તાઓને અભિનંદન. આ વિજય ગરીબ, ખેડુતો અને ગામડાના વિકાસ અને કલ્યાણ માટે સમર્પિત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જી ના નેતૃત્વમાં કાર્યરત ભાજપા સરકારોમાં જનતાના અતૂટ વિશ્વાસની જીત છે. મોદીજીના નેતૃત્વ હેઠળની ભાજપા સરકારો  દેશના ગરીબ, ખેડુતો અને વંચિત સમાજના કલ્યાણ અને વિકાસ માટે સતત કટિબદ્ધ છે.

    17:39 (IST)
    17:38 (IST)
    16:38 (IST)
    ડાંગ જિલ્લા પંચાયતની 18 માંથી 17 ઉપર ભાજપની જીત, એક બેઠક પર કોંગ્રેસની જીત. ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપની જીત. ડાંગ જિલ્લા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કુલ 66 માંથી 59 બેઠક ઉપર ભાજપનો ભવ્ય વિજય

    રાજ્યની (Gujarat) 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણીના જાહેર થયેલા પરિણામમાં ભાજપને અપેક્ષા કરતા વધારે શાનદાર પ્રદર્શન કર્યું છે. શહેરોની જેમ ગામડાઓમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપે જોરદાર વિજય મેળવ્યો છે. કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા છે.

    સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી (Gujarat Local body polss)માં કૉંગ્રેસના સુપડા સાફ થયા બાદ ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા (Amit Chavda)એ પ્રમુખ પદેથી અને પરેશ ધાનાણીએ (Paresh Dhanani)વિપક્ષના નેતા પદેથી રાજીનામું (Resignation) ધરી દીધું છે. તેમણે હારની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું છે. આ અંગે તેમણે હાઇકમાન્ડને જાણ કરી દીધી છે. હાઇકમાન્ડે તેમના રાજીનામાં સ્વીકારી લીધા છે. માર્ચના અંત સુધીમાં નવા પ્રમુખની પસંદગી કરવામાં આવશે. ત્યાં સુધી અમિત ચાવડા કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ કરશે.

    ભવ્ય જીત બાદ સીએમ  રૂપાણીએ જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. શહેરો કરતા પણ ગામડાંઓમાં સારું પરિણામ આવ્યું છે. અનેક લોકોના કુંટુંબીજનો હારી ગયા. જે રીતે ગુજરાતની પ્રજાએ કૉંગ્રેસનો વીણી વીણીને સફાયો કર્યો છે તે જ બતાવે છે કે, ગુજરાત ભાજપનો ગઢ છે. નરેન્દ્ર મોદી, અમિતભાઇ શાહનું ગુજરાત છે. ગુજરાતની જનતાએ જે રીતે પ્રતિસાદ આપ્યો છે તે માટે ખૂબ ખૂબ આભાર માનું છું.

    ભવ્ય જીત બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે છેલ્લા 40 વર્ષથી હું રાજકારણમાં સક્રિય છું. કેટલીય ચૂંટણીઓ મેં જોઇ છે પણ આજે ભાજપના ઉમેદવારો જે જંગી બહુમતીથી લોકોએ વિજય અપાવ્યો છે આવો ભવ્ય વિજય મેં અત્યાર સુધીમાં જોયો નથી
    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन