ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની શક્યતા: સૂત્ર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની શક્યતા: સૂત્ર
પ્રતીકાત્મક તસવીર

Local body poll: રાજ્યમાં છ મહાનગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 80 નગરપાલિકા અને 231 તાલુકા પંચાયતની ચૂંટણીઓ જાહેર થશે.

  • Share this:
ગાંધીનગર: ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Gujarat local body polls)ની તારીખો આજે રાજ્ય ચૂંટણી આયોગ (State election commission) દ્વારા જાહેર કરવામાં આવશે. રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત, 80 નગરપાલિકા અને 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓ માટે આજે એટલે કે શનિવારે સાંજે તારીખોની જાહેરાત (Polls date) કરવામાં આવશે. જોકે, સૂત્રો કહી રહ્યા છે કે ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 21 ફેબ્રુઆરી અને 28 ફેબ્રુઆરી એમ બે તબક્કામાં ચૂંટણીઓ યોજાવાની શક્યતા છે.

વર્ષે 2015માં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ હતી ત્યારે રાજ્યમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીના આંદોલનની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં થઈ હતી. જેના પરિણામે રાજ્યમાં છેલ્લા બે દશકાથી શાસન કરતી ભારતીય જનતા પાર્ટીને અનેક જગ્યાએ હારનો સામનો કરવો પડ્યો હતો. કૉંગ્રેસને આ આંદોલનનો સીધો જ ફાયદો થયો હતો. પરંતુ હવે ગુજરાતનું રાજકીય વાતાવરણ બદલાયું છે. વર્ષે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં ફરી 26માંથી 26 બેઠકો પર જીત મેળવી હતી. ત્યારબાદ યોજાયેલી પેટા ચૂંટણીઓમાં પણ ભાજપનો વિજય થયો હતો. સામા પક્ષે કૉંગ્રેસ પોતે જીતેલી બેઠકો પણ સાચવી શકી ન હતી.આ પણ વાંચો: આસામના મૂળ નિવાસીઓને PM મોદીની મોટી ભેટ, કહ્યુ- તમારી મોટી ચિંતા દૂર થઈ

વર્ષે 2015ની ચૂંટણી બાદ યોજાયેલી પેટા ચૂંટણીના અંતે વર્તમાન સમયમાં જો સ્થાનિક સ્વરાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓની વાત કરવામાં આવે તો ભાજપ પાસે મહાનગરપાલિકાની 664 બેઠકોમાંથી 473 બેઠકો છે. એટલે કે મહાનગરપાલિકામાં ભાજપના 71.23 પ્રતિનિધિઓ ચૂંટાયા છે. જ્યારે નગરપાલિકાના 4,987માંથી ભાજપના 3,099 પ્રતિનિધિઓ ચૂંટાયા છે. એટલે કે 62.14 ટકા ઉમેદવાર ચૂંટાયા છે. જિલ્લા પંચાયતના કુલ 1,098 ઉમેદવારમાંથી ભાજપના 512 પ્રતિનિધિ છે. એટલે કે 46.63 ઉમેદવાર ચૂંટાયા છે. જ્યારે તાલુકા પંચાયતની 5,218 બેઠકમાંથી 2,593 બેઠક ભાજપ પાસે છે, એટલે કે 49.69 ટકા ઉમેદવાર જીત્યા હતા.

આ પણ વાંચો: ઘરમાં બકરી ઘૂસી જવા પર બે જૂથ વચ્ચે લોહીયાળ ધીંગાણું, ગોળીબારમાં પિતા-પુત્રનું મોત

હવે જ્યારે વર્ષે 2021માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે રાજ્યમાં કોઈ પણ પ્રકારના આંદોલનો નથી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના પેજ પ્રમુખ ફોર્મ્યુલાથી વિધાનસભાની આઠમાંથી આઠ બેઠકોની પેટા ચૂંટણી પર ભાજપે જીત મેળવી છે. બીજી તરફ ભાજપ કાર્યકરો પણ રિચાર્જ થઈ ગયા છે.

આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 11 હજાર જેટલી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકોમાંથી વધુમાં વધુ બેઠકો જીતવાનો લક્ષ્યાંક ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે કાર્યકરોને આપ્યો છે. બીજી તરફ કૉંગ્રેસ હજુ પણ પોતાની જૂની પદ્ધતિથી ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે. આથી હવે જોવાનું એ રહેશે કે ભાજપ પોતાની ઐતિહાસિક જીત કેવી રીતે મેળવે છે અને કૉંગ્રેસ પોતાની બેઠકો કેવી રીતે જાળવી શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:January 23, 2021, 13:42 pm

ટૉપ ન્યૂઝ