liveLIVE NOW

સ્થાનિક સ્વરાજની ચૂંટણી : નગરપાલિકામાં 54.82, જિલ્લા-તાલુકા પંચાયતમાં સરેરાશ 63 ટકા મતદાન

સ્થાનિક સ્વરાજની અંતિમ તબક્કાની ચૂંટણીમાં મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, 2 માર્ચે મતગણતરી હાથ ધરાશે

  • News18 Gujarati
  • | February 28, 2021, 23:56 pm
    facebookTwitter
    LAST UPDATED Sun Feb 28 2021

    AUTO-REFRESH

    Highlights

    20:32 (IST)
    અરવલ્લી- EVMને મતદાન મથકમાં કરાયું કેદ. માલપુરના ભેમપુરમાં ગ્રામલોકોએ કર્યો હોબાળો. EVMમાં ગેરરીતિ થઇ હોવાનો આક્ષેપ કર્યો. મતદાન મથક બહાર EVM નહીં નીકળવા દેવા ગામ લોકો મક્કમ. ધારાસભ્ય જશું પટેલ લોકોને સમજાવવા પહોંચ્યા. 300 લોકોએ બુથ કર્મચારીઓ અને EVMને મતદાન મથકમાં રોકી રાખ્યા

     

     

    20:01 (IST)
    ગોધરામાં ચૂંટણી અદાવતમાં બે જૂથ આવ્યા સામસામે. ચૂંટણી અદાવતને લઇ બે જૂથ વચ્ચે મારામારી. એક વ્યક્તિને ઇજા પહોંચી. પોલન બજાર ચોકી નંબર 7 પાસેનો બનાવ. ઈજાગ્રસ્તને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયો. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી મામલો પાડ્યો

    19:47 (IST)
    અરવલ્લી - બાયડના દખણેશ્વરના કોંગ્રેસના એજન્ટને અપક્ષના ઉમેદવારના ટેકેદારોએ માર માર્યો. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કરાઈ મારામારી. મતદાન એજન્ટ તરીકે બેસવાની અદાવતમાં માર મારવામાં આવ્યો. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો

    18:54 (IST)
    ઝાલોદ તાલુકાના ઘોડિયા પ્રા.શાળામાં ઈવીએમ તોડવાનો મામલો. ઘોડિયા પ્રા.શાળામાં 2 ઈવીએમ તોડવામા આવ્યા હતા. આવતીકાલે આ બુથ ઉપર ફરી મતદાન યોજાશે. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે 

    18:44 (IST)
    નગર પાલિકા સરેરાશ 54 ટકા મતદાન, જિલ્લા પંચાયતમાં સરેરાશ 58 ટકા. તાલુકા પંચાયતમાં સરેરાશ 60 ટકા 

    રાજ્યની (Gujarat) 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતોની સામાન્ય તથા 23 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી (Local Body polls) માટે યોજાયેલ મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન થયું છે.

    નગરપાલિકામાં 54.82, જિલ્લા-તાલુકા પંચાયતમાં સરેરાશ 63 ટકા મતદાન થયું છે. હવે 2 માર્ચે મતગણતરી (Voting) હાથ ધરાશે. રાજ્યની 8200થી વધુ બેઠકો પર 22,200 કરતાં વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમ કેદ થઇ ગયું છે.

    ટૉપ ન્યૂઝ