liveLIVE NOW

Gujarat Municipal Election 2021: મહાનગરપાલિકામાં સરેરાશ 42.37% મતદાન, સૌથી ઓછું અમદાવાદમાં 38.73 ટકા

મત ગણતરી મંગળવારને 23 ફેબ્રુઆરીએ યોજાશે

  • News18 Gujarati
  • | February 21, 2021, 21:58 pm
    facebookTwitter
    LAST UPDATED Sun Feb 21 2021

    AUTO-REFRESH

    Highlights

    19:15 (IST)
    ચૂંટણી આયોગના આંકડા પ્રમાણે 6.00 કલાકે મતદાનની સરેરાશ ટકાવારી 41.00 ટકા. જેમાં જામનગરમાં 49.64, રાજકોટમાં  45.74, ભાવનગરમાં 43.66, વડોદરામાં 42.82, સુરતમાં  42.72, અમદાવાદમાં  37.81 ટકા મતદાન

    18:52 (IST)
    6 મનપામાં સરેરાશ 41 ટકા જ મતદાન થયું છે. 6 મનપામાં અમદાવાદમાં સૌથી ઓછું મતદાન 38.73 ટકા જ નોંધાયું છે. જ્યારે સૌથી વધુ મતદાન જામનગરમાં 49 ટકા મતદાન નોંધાયું છે

    17:49 (IST)
    મુખ્યમંત્રી વિજયરૂપાણીએ રાજકોટ મહાનગર ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું. મુખ્યમંત્રી કોરોનાની સારવાર માટે એક સપ્તાહથી અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ હતા. જ્યાં આજે તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતા મુખ્ય મંત્રી બપોર બાદ રાજકોટ પહોંચ્યા હતા

     

    17:33 (IST)
    ચૂંટણી આયોગના આંકડા પ્રમાણે 5.05 કલાકે મતદાનની સરેરાશ ટકાવારી 33.78. જેમાં જામનગરમાં 38.75, ભાવનગરમાં 38.57 રાજકોટમાં   37.10, વડોદરામાં 35.34, સુરતમાં  34.96, અમદાવાદમાં  30.49 ટકા મતદાન

    16:46 (IST)
    ચૂંટણી આયોગના આંકડા પ્રમાણે 4.15 કલાકે મતદાનની સરેરાશ ટકાવારી  32.49. જેમાં જામનગરમાં 38.75, ભાવનગરમાં 33.26, રાજકોટમાં   30.58, વડોદરામાં 33.42, સુરતમાં  34.47, અમદાવાદમાં  30.49 ટકા મતદાન

    16:21 (IST)
    રાજ્ય ચૂંટણી પંચમાં અત્યાર સુધીમા કોઇ ગંભીર ફરિયાદ નહીં. નાની મોટી ફરિયાદ જિલ્લા કલેક્ટર લેવલે સોલ્વ થઇ. તમામ મહાનગરપાલિકાઓમાં શાંતિપૂર્ણ મતદાન. 4.15 કલાક સુધીમાં કુલ મતદાન- 32.33 ટકા

    15:40 (IST)
    અમદાવાદ : અસારવા વિદ્યાલયના મતદાન બૂથ પર થઈ બોલાચાલી. 10 મિનિટ માટે મતદાન પ્રક્રિયાને અટકાવવી પડી. ઈવીએમને લઈને થઈ હતી બોલાચાલી. પક્ષ દ્વારા બબાલ કરતા મામલો ગરમાયો હતો. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો.

    ગુજરાતની (Gujarat) છ મહાનગરપાલિકાની (local body) 575 બેઠકો માટેનું મતદાન  (local body Election) પૂર્ણ થયું છે. આ ચૂંટણીમાં કુલ 2276 ઉમેદવારોએ (candidates) પોતાની દાવેદારી નોંધાવી છે. 6 મનપામાં સરેરાશ 42.37 ટકા  મતદાન થયું છે.

    ચૂંટણી આયોગના આંકડા પ્રમાણે મતદાનની સરેરાશ ટકાવારી 42.37 છે. જેમાં જામનગરમાં સૌથી વધારે 51.37, રાજકોટમાં 47.27, ભાવનગરમાં 43.66, વડોદરામાં 43.53 સુરતમાં 43.82, અમદાવાદમાં 38.73 ટકા મતદાન થયું છે.



    ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં સીલ થઇ ગયું છે. મત ગણતરી મંગળવારને 23 ફેબ્રુઆરીએ યોજાશે.

    ટૉપ ન્યૂઝ