ગુજરાતમાં દારૂબંધી! માત્ર સ્થાનિક ચૂંટણી ટાણે જ પોલીસે અધધધ... 10.63 કરોડનો દારૂ ઝડપ્યો

ગુજરાતમાં દારૂબંધી! માત્ર સ્થાનિક ચૂંટણી ટાણે જ પોલીસે અધધધ... 10.63 કરોડનો દારૂ ઝડપ્યો
ચૂંટણી સમયે જ કરોડો રૂપિયાનો દારૂ ઝડપ્યો

ચૂંટણીમાં કોઈ ગુનાહિત કૃત્ય ન બને તે માટે સમગ્ર રાજ્યમાં 180000 જેટલા વ્યક્તિઓ સામે અટકાયતના પગલાં લેવામાં આવેલા છે તો ૨૬ હજાર જેટલા વ્યક્તિઓ સામે પાસા

  • Share this:
ગાંધીનગર : રાજ્યની 81 નગરપાલિકા ૩૧ જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયત માટે 28 ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું છે ત્યારે સ્થાનિક સ્વરાજ્ય (Gujarat Local Body Election)ની ચૂંટણીઓમાં કોઈ અવરોધ ઊભો ન થાય તે માટે રાજ્ય પોલીસ (Gujarat Police) દ્વારા તમામ પ્રકારની પૂર્વ તૈયારી કરી લેવામાં આવી છે, ચૂંટણીમાં કોઈ ગુનાહિત કૃત્ય ન બને તે માટે સમગ્ર રાજ્યમાં 180000 જેટલા વ્યક્તિઓ સામે અટકાયતના પગલાં લેવામાં આવેલા છે તો ૨૬ હજાર જેટલા વ્યક્તિઓ સામે પાસા, 93 લોકો સામે પ્રોહી અને ગુજરાત પોલીસ એક્ટ અંતર્ગત અટકાયતના પગલાં લેવામાં આવેલ છે.

ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ખલેલ ન પડે અને કોઈ પ્રલોભન કે દબાણ કરવા માટે પ્રયત્ન ન થાય તે માટે પણ પરવાનાવાળા 48472 જેટલા હથિયારો પણ રાજ્ય પોલીસે જમા લીધા છે. ગુજરાત રાજ્યની રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર રાજ્ય તથા કેન્દ્રશાષીત પ્રદેશ દિવ દમણ અને દાદરા નગરહવેલી સાથે સંકળાયેલ આંતરરાજ્ય સરહદ ઉપર કુલ ૯૭ આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉભી કરવામાં આવેલ છે. તે ઉપરાંત ૪૩૭ જેટલી આંતરિક ચેક ચેકપોસ્ટ ઉભી કરવામાં આવેલ છે. જે ચેક પોસ્ટ પર થી ૧૯.૯૦ લાખ નો દેશી દારૂ 10.44 કરોડ નો વિદેશી દારૂ, 2 કરોડ રોકડ,15.57 કરોડના વાહન અને 2.11 કરોડ ની અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.આ પણ વાંચો - રંગીલા રાજકોટમાં દારૂની રેલમ-છેલમનો પર્દાફાશ : માસુમ ચહેરા પાછળ મોટું કામ, દારૂ માટે બનાવ્યો ટ્રકમાં સ્પેશ્યલ રૂમ

ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે પૂરી થાય તે માટે પોલીસ દ્વારા જરૂરી બંદોબસ્ત રાખવા માટેની પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવેલ છે. તમામ ૨૩,૯૩૨ મથકો ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. ખાસ કરીએ જે મતદાન મથકો સંવેદનશીલ છે, ત્યાં વિશેષ તકેદારી રાખવા વધુ પોલીસ ફોર્સ રાખવામાં આવશે. આવા તમામ સંવેદનશીલ મથકોની ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મુકાલાત લઇને તેની સુરક્ષાની સમીક્ષા પણ કરવામાં આવી છે. પોલીસ

જ્યાં ચૂંટણીઓ છે તે તમામ એકમોમાં જે હાજર પોલીસ મેહકમ છે, તેના ૮૦% મહેકમ ચૂંટણીના દિવસે ચૂંટણી પ્રક્રિયા માટે વાપરવામાં આવશે. આ મહેકમમાં અંદાજે – ૨૬૦૦૦ જેટલા કોન્સ્ટબ્યુલરી સ્ટાફ અને ૨૮૦૦ જેટલા અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હાલમાં આ એકમો પાસે ૩૧ જેટલી SRPની કંપનીઓ ઉપલબ્ધ છે તેનો પણ ચૂંટણી પ્રક્રિયામાં ઉપયોગ થશે.

આ પણ વાંચો - રાજકોટ : કોંગી મહિલાના ઘરમાં બ્રાન્ડેડ દારૂનો ખજાનો, આ મહિલા પોલીસકર્મીએ કર્યો ગુનો ડિટેક્ટ

આ બંદોબસ્ત ઉપરાંત, ડી.જી.પી.ની કચેરી તરફથી અન્ય એકમોમાથી પણ વિશેષ બંદોબસ્ત ચૂંટણી માટે આપવામાં આવેલ છે. જેમાં ૧૩-DySP, ૩૦-PI, ૩૪-PSI બહારથી કુલ મળીને ૧૫૦૦૦ જેટલા પોલીસ કોન્સ્ટબલ અને ૬૪ જેટલી SRPની કંપનીઓ પણ તૈનાત કરવામાં આવેલ છે. આ ઉપરાંત, તમામ એકમોમાં કુલ મળીને ૫૪,૫૦૦જેટલા હોમગાર્ડ અને જી.આર.ડી. ના સભ્યોને પણ ચૂંટણી બંદોબસ્તમાં ફરજો આપવામાં આવેલ છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર તરફથી આ ચૂંટણીના બંદોબસ્ત માટે કુલ-૧૨ પેરામીલટરીની કંપનીઓ પણ આપવામાં આવેલ છે. જેનો પણ અલગ-અલગ જગ્યાએ બંદોબસ્ત આપવામાં આવેલ છે.
Published by:kiran mehta
First published:February 26, 2021, 20:05 pm

ટૉપ ન્યૂઝ