ચૂંટણીમાં અપસેટ! કયા કયા દિગ્ગજોના દીકરાઓ અને ભાઇને મળી કારમી હાર, આ છે યાદી

ચૂંટણીમાં અપસેટ! કયા કયા દિગ્ગજોના દીકરાઓ અને ભાઇને મળી કારમી હાર, આ છે યાદી
આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાયો છે અને અનેક જગ્યાએ ભાજપનાં કાર્યકર્તાઓએ ઉજવણી પણ શરૂ કરી દીધી છે.

આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાયો છે અને અનેક જગ્યાએ ભાજપનાં કાર્યકર્તાઓએ ઉજવણી પણ શરૂ કરી દીધી છે.

 • Share this:
  રાજ્યની 31 જિલ્લા પંચાયત (District Panchayat), 81 નગરપાલિકા (Nagar Palika) અને 231 તાલુકા પંચાયત (Taluka Panchayat)ની યોજાયેલી ચૂંટણી બાદ હાલમાં પરિણામો સામે આવી રહ્યા છે. આ પરિણામોમાં અનેક જગ્યાએ અપસેટ સર્જાયા છે. આ ચૂંટણીમાં કૉંગ્રેસ અને બીટીયુના ધારાસભ્યોનાં દીકરાઓ પણ હાર્યા છે. આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાયો છે અને અનેક જગ્યાએ ભાજપનાં કાર્યકર્તાઓએ ઉજવણી પણ શરૂ કરી દીધી છે.

  કૉંગ્રેસ ધારાસભ્ય નિરંજન પટેલ પોતાના જ ચૂંટણી ક્ષેત્રમાં એટલે કે પેટલાદમાં વોર્ડ 2 અને 5માં હાર્યા છે. નિરંજન પટેલના દીકરા પણ હાર્યા છે. ખેડબ્રહ્માના કૉંગ્રેસનાં ધારાસભ્ય અશ્વિન કોટવાલના દીકરા પણ હાર્યા છે. આ સાથે તારાપુરના કૉંગ્રેસનાં ધારાસભ્ય પૂનમ પરમારના દીકરા વિજયને પણ હારનો સામનો કરવો પડ્યો છે. કૉંગ્રેસ ધારાસભ્યના વિક્રમ માડમનો દીકરો કરણ માડમ દ્વારકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં હાર્યા છે. આ ઉપરાંત દિગ્ગજ કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાના ભાઇને પણ પોરબંદરમાં હારનો સામનો કરવો પડ્યો છે. કૉંગ્રેસ ઉપરાંત બીટીપીનાં ધારાસભ્ય છોટુ વસાવાનો દીકરો પણ હાર્યો છે. તેમનો દીકરો રાજપારડી જિલ્લા પંચાયત સીટ પર દિલીપ વસાવા 2000 વોટોથી બીજેપી ઉમેદવાર પદ્મા વસાવાથી હાર્યા છે.  આ સાથે કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારાની હાર થઇ છે. ભિલોડા તાલુકા પંચાયતની ઉપસલ બેઠક પરથી હાર થઇ છે.  Election Result Live: કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજીનામું આપ્યું

  જોકે બીજી તરફ, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના વિસ્તારમાં પણ ગાબડું પડ્યું છે. કુંવરજી બાવળિયાના વિસ્તારમાં કૉંગ્રેસ મજબૂત બની છે. જસદણ અને વિંછીયા વિસ્તારની જીલ્લા પંચાયતની 8 પૈકી 5 સીટ પર કૉંગ્રેસે કબજો મેળવી લીધો છે. જસદણ વિંછીયા તાલુકા પંચાયત પણ કૉંગ્રેસે કબજે કરી છે.

  કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના ગઢમાં ગાબડું! જસદણ,વીંછીયા તાલુકા પંચાયતમાં કૉંગ્રેસ આગળ

  'કૉંગ્રેસ વિપક્ષ માટે પણ લાયક નથી'

  સીએમ રૂપાણીએ કમલમમાં જીતના જશ્નની શરૂઆત કરતા જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. શહેરો કરતા પણ ગામડાંઓમાં સારું પરિણામ આવ્યું છે. અનેક લોકોના કુંટુંબીજનો હારી ગયા. જે રીતે ગુજરાતની પ્રજાએ કૉંગ્રેસનો વીણી વીણીને સફાયો કર્યો છે તે જ બતાવે છે કે, ગુજરાત ભાજપનો ગઢ છે. નરેન્દ્ર મોદી, અમિતભાઇ શાહનું ગુજરાત છે. ગુજરાતની જનતાએ જે રીતે પ્રતિસાદ આપ્યો છે તે માટે ખૂબ ખૂબ આભાર માનું છું. ભૂતકાળમાં કોઇપણ પાર્ટીને આટલી બધી બેઠકો તાલુકા, જિલ્લા પંચાયતમાં મળી નથી. આ માટે લાખો ભાજપના કાર્યકર્તાઓનો પરિશ્રમ અને સી.આરના નેતૃત્તવમાં જે થયું છે.  તેમણે વધુમા જણાવ્યું કે, વિકાસની રાજનીતિ જ ચૂંટણીનો મુદ્દો હતો. અમારી જવાબદારી વધી છે પ્રજાએ ખૂબ પ્રેમ આપ્યો છે. ગામડું હોય કે નગર હોય પણ જ્યાં માનવી ત્યાં સુવિધા અમે પહોંચાડીશું. કૉંગ્રેસ ડૂબતું નાવ છે, ગુજરાતનાં પરિણામોએ સ્પષ્ટ દેખાડી દીધું છે કે, કૉંગ્રેસ સત્તા માટે નહીં વિપક્ષ માટે પણ લાયક નથી તેવા પરિણામ આવ્યા છે.
  Published by:Kaushal Pancholi
  First published:March 02, 2021, 15:38 pm

  ટૉપ ન્યૂઝ