શહેરો કરતા ગામડાઓ આગળ: ન.પાલિકામાં 55%, તા.પં.માં સરેરાશ 64%, જિ. પંચાયતમાં 66% મતદાન

શહેરો કરતા ગામડાઓ આગળ: ન.પાલિકામાં 55%, તા.પં.માં સરેરાશ 64%, જિ. પંચાયતમાં 66% મતદાન
સ્થાનિક સ્વરાજની અંતિમ તબક્કાની ચૂંટણીમાં મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે.

સ્થાનિક સ્વરાજની અંતિમ તબક્કાની ચૂંટણીમાં મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે.

 • Share this:
  રાજ્યની (Gujarat) 81 નગરપાલિકા, 31 જિલ્લા અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી (local Body polls) રવિવારે 28 ફેબ્રુઆરીના રોજ યોજાઇ હતી. મહાનગરપાલિકાની ચૂંટણીઓ કરતા પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં વધારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આખો દિવસ મતદાન કેન્દ્રો (voting Centers) પર લાંબી લાંબી કતારો જોવા મળી રહી હતી. પંચાયતોમાં સરેરાશ 65 ટકા જેટલું મતદાન જ્યારે નગરપાલિકાઓમાં અંદાજિત સરેરાશ મુજબ 55 ટકા આસપાસ મતદાન નોંધાયું હતું. મતદાતાઓઓ (voters) કુલ 5481 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં 22176 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં (EVM) કેદ કર્યું છે. રવિવારે યોજાયેલા મતદાનમાં મહિલાઓએ (woman) ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. મહિલાઓએ જાગૃત્તિ દાખવીને વધારે મતદાન કર્યું હતું. સ્થાનિક સ્વરાજની (local body Election) અંતિમ તબક્કાની ચૂંટણીમાં મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. 2 માર્ચે મતગણતરી (vote coiunting) હાથ ધરાશે.

  ગત ચૂંટણી કરતા ઓછું મતદાન  ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે સાંજે જાહેર કરાયેલાં આંકડા મુજબ ગયા અઠવાડીયે 6 મહાનગર પાલિકાઓની ચૂંટણીમાં 45 ટકાની આસપાસ મતદાન નોંધાયું હતું. 2015ની સાલમાં યોજાયેલી ચૂંટણીઓની સાપેક્ષે આ મતદાનમાં પાંચથી સાત ટકાનો ઘટાડો નોંધાયો છે. ગત જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ક્રમશઃ 69.55 ટકા અને 69.28 ટકા જ્યારે નગરપાલિકાઓમાં 62.77 ટકા મતદાન નોંધાયું હતું.

  સ્થાનિક સ્વરાજની ચૂંટણી : 2015 કરતા આ વખતે મતદાનમાં થયો ઘટાડો, કોને થશે ફાયદો?

  સાગબારામાં થયું સૌથી વધું મતદાન

  મતદાનના આંકડા પર નજર કરીએ તો, ભરૂચમાં સૌથી ઓછું 41.73 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે તાપી જિલ્લા પંચાયતમાં સૌથી વધુ 71.44 ટકા મતદાન થયું છે. તાલુકા પંચાયતોમાં સાગબારા તાલુકા પંચાયતમાં 78.87 ટકા જ્યારે ભરૂચની અંકલેશ્વર તાલુકા પંચાયતમાં માત્ર 15.01 ટકા મતદાન નોંધાયું. વિવિધ 81 નગરપાલિકાઓ પૈકી બારેજામાં 76.52 ટકા મતદાન નોંધાયુ છે ત્યારે બીજી તરફ સૌથી ઓછું મતદાન ગાંધીધામ નગરપાલિકામાં 40.14 ટકા નોંધાયું હતું.

  ગુજરાતનાં આ ગામમાં બપોરે એક વાગ્યા સુધી નથી પડ્યો એક પણ મત, સ્ટાફ જોઈ રહ્યો છે મતદારોની રાહ

  નીતિન પટેલે કડીમાં કર્યું મતદાન

  કડીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સહપરિવાર મતદાન કર્યુ હતું. તો અન્ય સાંસદ,ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારમાં મતદાન કર્યું હતું. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મોંઘવારી સામે વિરોધ કરવા માટે સાઇકલ પર ખાતરની થેલી અને ગેસનો સિલિન્ડર લઇને મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા. તેમનો એ વીડિયો ઘણો જ વાયરલ પણ થયો હતો.  સામાન્ય જનતાની વાત કરીએ તો લોકોએ લગ્ન પહેલા પોતાના મતદાની નૈતિક ફરજ નિભાવી હતી. તો વૃદ્ધો અને મહિલાઓએ પણ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.
  Published by:Kaushal Pancholi
  First published:March 01, 2021, 07:17 am

  ટૉપ ન્યૂઝ