સ્થાનિક સ્વારાજની ચૂંટણી પહેલા ઉના અને કડીમાં ભગવો લહેરાયો, BJPની 219 બેઠકો બિનહરીફ

સ્થાનિક સ્વારાજની ચૂંટણી પહેલા ઉના અને કડીમાં ભગવો લહેરાયો, BJPની 219 બેઠકો બિનહરીફ
સી.આર પાટીલની ફાઇલ તસવીર

કૉંગ્રેસે મેન્ડેટ આપેલા ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચી લેતા અત્યાર સુધી ભાજપની 219 બેઠકો બિનહરીફ બની છે.

 • Share this:
  રાજ્યમાં (Gujarat) સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Election) બે તબક્કામાં યોજવામાં આવશે. આગામી 21 ફેબ્રુઆરી (21 February) રોજ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર એમ છ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે. જ્યારે 28 ફેબ્રુઆરીના (28 February) રોજ નગરપાલિકા તથા તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણી યોજાશે. ત્યારે રાજ્યમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 219 બેઠકો પર ભાજપ (BJP) બિનહરીફ તરીકે વિજેતા થયુ છે. કૉંગ્રેસે (congress) મેન્ડેટ આપેલા ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચી લેતાં કેટલીય બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા ભાજપે પાલિકા અને પંચાયતોની 219 સીટ પર જીત મેળવી લીધી છે.

  અત્યાર સુધી ભાજપની 219 બેઠકો બિનહરીફ  નોંધનીય છે કે, ગઇકાલે એટલે મંગળવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો.ત્યારે કૉંગ્રેસે મેન્ડેટ આપેલા ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચી લેતા અત્યાર સુધી ભાજપની 219 બેઠકો બિનહરીફ બની છે.

  સુરતમાં ક્રૂરતાની હદ વટાવી, બે લોકોએ શ્વાનને બાઇક પાછળ બાંધી ઢસડ્યો, એકની ધરપકડ

  ઉના અને કડી ભાજપ હસ્તગત

  આ સાથે મહેસાણા જિલ્લાની કડી નગરપાલિકામાં ભાજપનો ભગવો વગર ચૂંટણી પહેલા જ લહેરાયો છે. 36 બેઠક પૈકીની 26 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા 26 બેઠક બિનહરીફ થઈ હતી અને ભાજપના ઉમેદવાર જીતી ગયા હતા. તેવી જ રીતે ગીર સોમનાથના ઉના નગરપાલિકામાં પણ ભાજપે ચૂંટણી પહેલા જ જીત મેળવી લીધી છે. ઉનામાં 36માંથી 21 બેઠકો પર કૉંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા ભાજપના ઉમેદવારો જીતી ગયા હતા અને ઉના નગરપાલિકા હસ્તગત કરી છે.  2 માર્ચના રોજ મતગણતરી

  6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને ત્યારબાદ 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તેમજ 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેની 2 માર્ચના રોજ મતગણતરી કરવામાં આવશે. 91 હજાર 700થી વધુ EVM સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાશે.
  Published by:Kaushal Pancholi
  First published:February 17, 2021, 09:25 am