ગાંધીનગર જિલ્લા-તાલુકા અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે તા. 28 ફેબ્રુઆરીએ યોજાશે મતદાન

ગાંધીનગર જિલ્લા-તાલુકા અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે તા. 28 ફેબ્રુઆરીએ યોજાશે મતદાન
ગાંધીનગર જિલ્લા ચૂંટણી

ગાંધીનગર જિલ્લા – તાલુકા પંચાયતની ચૂંટણીમાં ૭ લાખથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે

  • Share this:
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય પેટા ચૂંટણી માટે મતદાન તા. ૨૮મી ફેબ્રુઆરીના રોજ સવારના ૭.૦૦ કલાક થી સાંજના ૬.૦૦ કલાક દરમ્યાન યોજાશે. ગાંધીનગર જિલ્લા પંચાયત – તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં કુલ- ૭, ૧૫, ૫૧૧ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. જયારે ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ૧,૩૮,૨૭૩ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

આ અંગે ન્યુઝ ૧૮ સાથેની વાતચીત દરમ્યાન ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી ર્ડા. કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની સામાન્ય / પેટા ચૂંટણીઓ ન્યાયિક અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે તંત્ર દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે તા. ૨૮મી ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ મતદાન યોજાશે. જેમાં ગાંધીનગર જિલ્લા પંચાયતની ૨૮ બેઠકો માટે અને કલોલની ૨૬, માણસાની ૨૬ અને દહેગામની ૨૮ મળી કુલ- ૮૦ તાલુકા પંચાયતની બેઠક માટે તથા કલોલની ૪૪, માણસાની ૨ અને દહેગામની ૨૮ મળી કુલ – ૭૪ બેઠકો માટે નગરપાલિકામાં મતદાન યોજાશે.આ પણ વાંચોગુજરાતમાં દારૂબંધી! માત્ર સ્થાનિક ચૂંટણી ટાણે જ પોલીસે અધધધ... 10.63 કરોડનો દારૂ ઝડપ્યો

જિલ્લા ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું હતુ કે, ગાંધીનગર જિલ્લાની આગામી સંભવિત જિલ્લા – તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં પુરુષ મતદાર ૩,૬૭,૦૮૪, સ્ત્રી મતદાર ૩,૪૭,૮૨૮, અન્ય મતદાર ૨૬, સર્વિસ મતદાર ૫૭૩ મળી કુલ ૭,૧૫,૫૧૧ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન શાંતિ પૂર્ણ માહોલમાં યોજાય તે માટે ૮૨૦ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.

આ સામાન્ય ચૂંટણી માટે કુલ ૧૯૬ મતદાન મથકો સંવેદનશીલ મતદાન મથકો અને ૮૦ અતિ સંવેદનશીલ મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે, તે ઉપરાંત ૧,૬૦૬ ઇ.વી.એમ. સી.યુ છે. ૧૬૦૬ ઇ.વી.એમ. બી.યુ રાખવામાં આવ્યા છે. કલોલ, માણસા અને દહેગામ નગરપાલિકાની ચૂંટણીમાં પુરુષ ૭૦,૬૭૫ અને સ્ત્રી ૬૭,૫૪૬, અન્ય ૯ અને સર્વિસ ૪૩ મતદારો મળી કુલ- ૧,૩૮,૨૭૩ મતદારો પોતાના મતાધિકારનો ઉપયાગ કરશે.

આ પણ વાંચોઅમદાવાદ : હવામાન કેન્દ્રને 100 વર્ષ પૂર્ણ, કેવી રીતે થાય છે સચોટ આગાહી? જુઓ મેન્યુઅલથી સેટેલાઇટ સુધીની સફર

જેમાં માણસા નરગપાલિકામાં ૭૨૬૭, કલોલ નગરપાલિકામાં ૯૬,૮૯૪, દહેગામ નગરપાલિકામાં ૩૪,૧૧૨ મતદારોનો સમવેશ થાય છે. માણસામાં ૧૦, કલોલમાં ૯૯ અને દહેગામમાં ૩૭ મળી કુલ- ૧૪૬ મતદાન મથકો ત્રણ નગરપાલિકામાં ઉભા કરવામાં આવ્યા છે. તે ઉપરાંત ત્રણ નગરપાલિકામાં કુલ- ૪૪ મતદાન મથકો સંવેદનશીલ અને ૫૮ મતદાન મથકો અતિ સંવેદનશીલ મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ત્રણેય નરગપાલિકા માટે કુલ- ૧૮૯ ઇ.વી.એમ. ની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ૨૦૦ ઇ.વી.એમ. બી.યુ. રાખવામાં આવ્યા છે.
Published by:kiran mehta
First published:February 26, 2021, 21:34 pm

ટૉપ ન્યૂઝ