સુમુલ ડેરીની ચૂંટણી પૂર્વે મોટી ઉથલપાથલ! જયેશ પટેલ ભાજપમાં જોડાયા

સુમુલ ડેરીની ચૂંટણી પૂર્વે મોટી ઉથલપાથલ! જયેશ પટેલ ભાજપમાં જોડાયા

 • Share this:
  ગુજરાત ખેડૂત સમાજનાં પ્રમુખ જયેશ પટેલ (Jayesh Patel) ભાજપમાં (BJP) જોડાયા છે. સુમુલ ડેરીની (Sumul Dairy) ચૂંટણી પહેલા મોટી ઉથલ પાથલના એંધાણ વર્તાઇ રહ્યાં છે. આજે બપોરે ગાંધીનગર કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (C R Patil) , ધારાસભ્ય મુકેશ પટેલ, સુમુલના ચેરમેન રાજુ પાઠક અને જિલ્લાના મહામંત્રી સંદીપ દેસાઇની ઉપસ્થિતિ વચ્ચે જયેશ પટેલે કેસરિયો ખેસ ધારણ કર્યો છે. તેઓ છેલ્લા 25 વર્ષથી ખેડૂત અને સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે.

  સી.આર પાટીલનો માસ્ટક સ્ટ્રોક  સી.આર.પાટીલે ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ બનવાની સાથે જ ભાજપ સામે પડેલા લોકોને પોતાન તરફ કરવાનું શરૂ કરી દીધું છે. નોંધનીય છે કે, જયેશ પટેલ ઘણા લાંબા સમયથી ખેડૂતો મુદ્દે ભાજપ સરકાર સામે સવાલો ઉઠાવતા રહ્યા છે. સુમુલ ડેરીની ચૂંટણીમાં જયેશ દેલાડ ભાજપને નડે તેવી શક્યતા હતી. ભુતકાળમાં સુમુલ ડેરીનાં ચેરમેન, પુરૂષોત્તમ ફાર્મસી જિન સહકારી મંડળીના પ્રમુખ સહિત અનેક સહકારી મંડળીઓ સાથે સંકળાયેલા જયેશ પટેલને ભાજપમાં જોડવા ભાજપના બંન્ને જુથો ગણપત વસાવા, ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ, સુમુલના ચેરમેન રાજુ પાઠક, જિલ્લા ભાજપનાં મહામંત્રી સંદીપ દેસાઇ, મહેશ વસાવા સહિતનાં આગેવાનો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હતા.

  આ પણ વાંચો - ચીન પર ભારતનો બીજો ડિજિટલ પ્રહાર : વધુ 47 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો

  'પશુપાલકોને ફાયદો થશે'

  આ પ્રસંગે ગુજરાત ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે જણાવ્યું કે, જયેશ પટેલ ભાજપ સાથે જ હતા અને પશુપાલક સાથે જોડાયેલા અગ્રણીઓએ જયેશભાઇ ભાજપમાં જોડાય તો સારૂ એવો મત દર્શાવ્યો હતો. એટલે આમા ફાયદો કે ગેરફાયદો નથી પરંતુ વધુ સારૂ કામ થાય તે જ હેતુ છે.સુમુલ ડેરીના વિજય માટે આમને લાવવાનું એુવુ કોઇ કારણ નથી કારણ કે સામે કોઇ જ નથી. તેમને જોડાવવાની ઇચ્છા હતી એટલે તેઓ જોડાયા છે.

  આ પણ જુઓ - 

  કોણ છે જયેશ પટેલ?

  દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે રાજ્ય સરકાર સામે ટેકાના ભાવ, પાક વિમાની ચૂકવણી તેમજ બુલેટ ટ્રેનના અસરગસ્તો સાથે રહી ભાજપ સામે અનેકવાર અવાજ ઉઠાવ્યો છે. જયેશ પટેલ છેલ્લાં ઘણાં વર્ષોથી ખેડૂતો, પશુપાલકોના પ્રશ્નો બાબતો સરકાર સામે રહી બિનરાજકીય આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે. આ ઉપરાંત છેલ્લાં 20 વર્ષથી જાહેર જીવન સાથે સંકળાયેલા જયેશ પટેલ 20 વર્ષથી સુમુલ ડેરીના ડિરેક્ટરે પદે અને 20 વર્ષથી ઓલપાડ ખરીદ-વેચાણ સંઘ સાથે પણ સંકળાયેલા છે.
  Published by:Kaushal Pancholi
  First published:July 27, 2020, 14:31 pm