Home /News /north-gujarat /

અમરેલી: BJP કાર્યકરોને માર મારવાના આરોપસર IPS અધિકારી અભય સોનાની બદલી

અમરેલી: BJP કાર્યકરોને માર મારવાના આરોપસર IPS અધિકારી અભય સોનાની બદલી

અભય સોની.

રાજ્યના ગૃહ વિભાગે અભય સોનીની બદલીનો આદેશ કર્યો છે. તેમને અમરેલીમાંથી ગાંધીનગર ખાતે એસઆરપીના બટાલિયન ક્વાટર માસ્ટર તરીકે મોકલવામાં આવ્યા છે.

    અમરેલી: ગુજરાત સરકારે રવિવારે આઈપીએસ અધિકારી અભય સોની (IPS Abhay Soni)ની અમરેલી જિલ્લા (Amreli ASP)માંથી ગાંધીનગર (Gandhinagar) ખાતે બદલી કરી નાખી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે શનિવારે રાત્રે ભારતીય જનતા પાર્ટી (BJP workers)ના અમુક કાર્યકરો સાથે બબાલ બાદ તેમની સાથે મારપીટ કરવામાં આવ્યા બાદ તેમની બદલી કરવામાં આવી છે. અભય સોની ASP તરીકે તૈનાત હતા. હાલ તેમની ગાંધીનગર ખાતે રાજ્ય અનામત પોલીસ દળમાં બદલી કરવામાં આવી છે.

    એક અધિકારિક નિવેદન પ્રમાણે, રાજ્યના ગૃહ વિભાગે સોનીની બદલીનો આદેશ કર્યો છે. તેમને અમરેલીમાંથી ગાંધીનગર ખાતે એસઆરપીના બટાલિયન ક્વાટર માસ્ટર તરીકે મોકલવામાં આવ્યા છે.

    ભારતીય જનતા પાર્ટીના એક વરિષ્ઠ પૂર્વ સાંસદે આરોપ લગાવ્યો કે અમરેલીમાં શનિવારે રાત્રે પાર્ટી કાર્યકરો રસીકરણ શિબિરનું આયોજન કરવાની તૈયારી કરી રહ્યા હતા. આ દરમિયાન અભય સોની આવ્યા હતા અને પાર્ટીના કાર્યકરોની ધોલાઇ કરી હતી. આ શિબિર રવિવારે રાત્રે આયોજિત થવાની હતી.

    આ પણ વાંચો: નક્સલી હુમલામાં 24 જવાન શહીદ, જાણો એન્કાઉન્ટરની કહાની જવાનોની જુબાની

    વરિષ્ઠ નેતાએ સમાચાર એજન્સીને જણાવ્યું કે, "આ ઘટના બાદ અમારા બે કાર્યકરોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા." નેતાએ દાવો કર્યો કે સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ રાજ્ય સરકારને સોનીની બદલી કરવા માટે વિનંતી કરી હતી. આ મામલે પોલીસ વિભાગ તરફથી હાલમાં કોઈ પ્રતિક્રિયા નથી આવી.

    આ પણ વાંચો: COVID-19: અમેરિકાના વૈજ્ઞાનિકની ચેતવણી- 'આગામી બે અઠવાડિયામાં કોરોના હાહાકાર મચાવશે'



    સરકાર તરફથી બદલીનો જે ઓર્ડર આપવામાં આવ્યો છે તેમાં તેઓની બદલી જાહેર હીતમાં ખાલી પડેલી જગ્યાએ કરવાનું કારણ જણાવાયું છે. આ સાથે જ અધિકારીને અમરેલી ખાતેથી તાત્કાલિક છૂટ કરીને નવી જગ્યાએ તાત્કાલીક હાજર થવાનો આદેશ કરાયો છે.

    આ પણ વાંચો: અમદાવાદ: 'તું ચિંતા ન કર, મેં તેરે સે શાદી કરકે રહુંગા,' લગ્નની લાલચે સગીરા સાથે દુષ્કર્મ

    ભાજપના કાર્યકરો સાથે બબાલ બાદ આઈ.પી.એસની બદલીને લઈને અનેક ચર્ચાઓ છેડાઈ છે. લોકોમુખે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે સામાન્ય લોકોને પોલીસ અનેક નિયમોન બતાવીને પરેશાન કરી શકે છે. પરંતુ આ જ પોલીસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સામે કોઈ પગલાં ભરી શકતી નથી. જો પગલાં લેવા જાય છે તો બદલી થઈ જાય છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Abhay Soni, Corona vaccine, Coronavirus, અમરેલી, આઇપીએસ, ગાંધીનગર, ગુજરાત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन