Home /News /north-gujarat /

સાવધાન! રાજ્યના ત્રણ શહેરોના કર્ફ્યૂ ગ્રસ્ત વિસ્તારમાં IB રાખશે નજર, કડક કાર્યવાહી થશે

સાવધાન! રાજ્યના ત્રણ શહેરોના કર્ફ્યૂ ગ્રસ્ત વિસ્તારમાં IB રાખશે નજર, કડક કાર્યવાહી થશે

ફાઈલ તસવીર

અમદાવાદ, સુરત, રાજકોટના કર્ફ્યૂ ગ્રસ્ત વિસ્તારોમાં લોકડાઉન અને કર્ફ્યૂનો ભંગ ન થાય તે માટે કડક અમલ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. આઈ.બી દ્વારા પણ સતત વોચ રાખવામાં આવી રહી છે. આઈ.બીના ઈનપુટથી માહિતી મળશે. ત્યાં વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

વધુ જુઓ ...
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસનું (coronavirus) સંક્રમણ અટકાવવા માટે વહિવટીતંત્ર દ્વારા પૂરતા પગલાં લેવાઈ રહ્યા છે. અમદાવાદ, સુરત, રાજકોટના કર્ફ્યૂ ગ્રસ્ત વિસ્તારોમાં લોકડાઉન અને કર્ફ્યૂનો ભંગ ન થાય તે માટે કડક અમલ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. આઈ.બી દ્વારા પણ સતત વોચ રાખવામાં આવી રહી છે. આઈ.બીના ઈનપુટથી માહિતી મળશે. ત્યાં વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે એટલે નાગરિકો યોગ્ય સંયમ રાખી લોકડાઉના અમલમાં સહયોગ આપવાની વિનંતી રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ (DGP Shivanand jha) કરી હતી.

રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, કર્ફ્યૂ ગ્રસ્ત વિસ્તારોમાં ચુસ્ત અમલ માટે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. કર્ફ્યૂ વાળા વિસ્તારોમાં ડ્રોન અને સીસીટીવી દ્વારા પણ સતત નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં કર્ફ્યૂ  ભંગના 197 ગુનાઓ દાખલ કરાયા છે અને 201 લોકોની અટકાયત પણ કરાઈ છે.  કોરોના વાયરસ સંક્રમણને વધતુ અટકાવવા માટે આરોગ્ય, પોલીસ અને અન્ય વિભાગના કર્મીઓ ખડેપગે કામ કરી રહ્યા છે ત્યારે તેમના પર થતા હુમલા હળવાશથી લેવાશે નહિ.

તેમની સામે પાસા સહિતના ગુના નોંધી કઠોર પગલાં લઈ કડક કાયદાકીય કાર્યવાહી કરાશે. ગઈકાલે મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે એક સરકારી અધિકારી પર થયેલા હુમલા સંદર્ભે મહેસાણા ખાતે ગુનો નોંધીને બે આરોપીની સામે પાસાનો ગુનો નોંધીને અટકાયત કરીને જેલને હવાલે કરી દેવાયા છે.  સંક્રમિત વિસ્તારમાં રેડઝોનમાં જે પોલીસકર્મીઓ ફરજ બજાવે છે તેમને કોરોનાના સંક્રમણથી સુરક્ષિત રાખવા PPE કીટ પણ પૂરી પાડવામાં આવી છે.

એજ રીતે માસ્ક અને સેનિટાઈઝર સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. જે પોલીસકર્મીઓ સંક્રમિત થયા છે તેમને પણ ઉત્તમમાં ઉત્તમ સારવાર પૂરી પાડવામાં આવી રહી છે તેમજ તેમના પરિવારજનોની પૂરતી કાળજી લેવા માટે સંબંધિત એકમના ઉચ્ચ અધિકારીઓ પણ પૂરતી તકેદારી રાખી રહ્યા છે.

લોકડાઉનના ભંગ અંગે નોંધાયેલા ગુનાઓની વિગતો આપતાંરાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, લોકડાઉનના અમલ દરમિયાન વાહનોમાં માણસોની હેરાફેરી સંબંધે પ્રતિબંધ છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ ચેકપોસ્ટ ઉપર મોરબીથી કન્ટેનરમાં 21 બાળકો અને 81 લોકોને રાજસ્થાન લઈ જવાતા હતા તે તમામ લોકો સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી સાથે-સાથે ડ્રાઈવર અને વાહનમાલિક સામે પણ ગુનો નોંધી વાહન જપ્ત કરવામાં આવ્યું છે.

લોકડાઉનના ભંગ અંગે ડિટેઈન કરેલા વાહનો મુક્ત કરવામાં આવી રહ્યા છે જેમાં ગઈકાલે 9,068 વાહનો મળી આજ સુધીમાં 50,307 વાહનો મુક્ત કરાયા છે તેમ પણ તેઓશ્રીએ જણાવ્યું હતું. ખાનગી સોસાયટીના સીસીટીવી ફૂટેજ દ્વારા પણ ગઈકાલે 15 ગુના દાખલ કરીને 28 વ્યક્તિની અટકાયત કરી છે. શહેરી વિસ્તારોમાં ડ્રોન સર્વેલન્સ દ્વારા ગઈકાલે 298 ગુનાઓ મળી આજ સુધીમાં 6,475 ગુના દાખલ કરીને 13,961 ની ધરપકડ તથા સીસીટીવી ફૂટેજ દ્વારા ગઈકાલે 87 ગુના મળી આજદિન સુધીમાં કુલ 1,112 નોંધીને 1,939 લોકોની અટકાયત પણ કરાઈ છે.

આ ઉપરાંત સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવવા અંગે પણ સોશ્યલ મીડિયા મોનિટરિંગ સેલ દ્વારા ચાંપતી નજર રાખીને આજ સુધીમાં 340 ગુના નોંધીને 668 લોકોની અટકાયત કરાઈ છે અને 23 એકાઉન્ટ પણ બંધ કરાયા છે. એજ રીતે ફેસબુક, ટવીટર, ઈન્સ્ટાગ્રામ અને ટીક-ટોકના 268 એકાઉન્ટ બ્લોક પણ બ્લોક કરી દેવાયા છે. રાજ્યમાં  લૉકડાઉન દરમિયાન  ગઇકાલે જાહેરનામા ભંગના 2,308 ગુનાઓ, કવૉરન્ટાઈન ભંગના 1153 તેમજ અન્ય 577 એમ કુલ 4,038 ગુનાઓ હેઠળ કુલ 5,399 લોકોની અટક કરવામાં આવી છે.

જ્યારે આજે 2,809 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. અમદાવાદના કર્ફ્યૂ ગ્રસ્ત વિસ્તારોમાં આજ સુધીમાં કર્ફ્યૂ  ભંગના 103 ગુના નોંધી કુલ 118 લોકોની ધરપકડ કરવામાં આવી છે, સુરતમાં આજે કર્ફ્યૂ  ભંગના 64 ગુના નોંધી 68 લોકોની ધરપકડ જ્યારે રાજકોટમાં આજે કર્ફ્યૂ  ભંગના 15 ગુના નોંધી 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
Published by:ankit patel
First published:

Tags: Coronavirus, COVID-19, Curfew, DGP shivanand jha, Lockdown, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन