લવજેહાદ પર આકરા થયા પ્રદીપસિંહ જાડેજા, કહ્યું 'સખત સજાની જોગવાઇનો કાયદો રાજ્ય સરકાર લાવશે'

લવજેહાદ પર આકરા થયા પ્રદીપસિંહ જાડેજા, કહ્યું 'સખત સજાની જોગવાઇનો કાયદો રાજ્ય સરકાર લાવશે'
ફાઈલ તસવીર

  • Share this:
આજે ગુજરાત વિધાનસભાનું (VidhanSabha) બજેટ સત્ર (Budget Session) શરુ થયું છે. ત્યારે આ સત્રના પ્રારંભે જ રાજ્ય સરકાર આ સત્રમાં કયા કયા મુદ્દાઓ પર વાત કરશે તે અંગેની ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ (Pradipsinh Jadeja) વિગતો આપી હતી. તેમણે કહ્યું હતું કે, 'વર્તમાન બજેટ સત્રમા લવજેહાદના (LoveJihad) શેતાનને નાથવા ધર્મ સ્વાતંત્રતા સુધારા વિધેયક રજૂ કરી સખ્ત સજાની જોગવાઇ કરતો કાયદો લાવવામાં આવશે.'

ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે,' લવજેહાદના નામે હિંદુ નામ ધારણ કરી દીકરીઓ અને બહેનોને પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તનના ઇરાદાથી કરાતા આંતર ધર્મિય લગ્નો કે બળજબરીથી કરાતા લગ્નો અટકાવવા સખત સજાની જોગવાઇ કરાતો કાયદો રાજ્ય સરકાર લાવશે. આ માટે ધર્મ સ્વાતંત્રતાના કાયદામાં સુધારો કરીને લવજેહાદની વધતી જતી પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા કાયદામાં કડક જોગવાઇઓ સામેલ કરવામાં આવશે.'મહિલા IPSની પૂર્વ DGPએ કરી જાતીય સતામણી: પોલીસે ફરિયાદ કરતા રોકતા, સીઆઈડીએ ઝંપલાવ્યું

તેમણે સત્રની વધુ વિગતો આપતા કહ્યું હતું કે, ટસત્રના કુલ બાવીસ કામકાજના દિવસો રહેશે. વિધાનસભાગૃહના ચાર દિવસ બે બેઠકો રહેશે અને માર્ચ મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે પણ વિધાનસભા ગૃહ કામ કરશે. રાજ્યપાલના સંબોધન માટેના આભાર પ્રસ્તાવ પર ત્રણ બેઠકોમાં અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા માટે ચાર બેઠકોમાં જુદા જુદા વિભાગોની માંગણીઓ પર ચર્ચા માટે બાર બેઠકોમાં તથા સરકારી અને બિન - સરકારી કામકાજ માટે પુરતા સમયની ગુહમાં ચર્ચા હાથ ધરાશે.'અમદાવાદમાં કોરોનાની રસી લેનારા વૃદ્ધાએ કહ્યું,'રસી લેવી જોઇએ, PM મોદી પર લોકોએ વિશ્વાસ કરવો જોઇએ.'

આ ઉપરાંત સત્ર દરમ્યાન છેલ્લા સત્ર બાદ બહાર પડાયેલ
( ૧ ) ગુજરાત ફીસ્કલ રીસ્પોન્સીબિલિટી
(ર ) ગુજરાત ફાયર પ્રિવેન્સન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ
(3 ) પંડીત દીનદયાલ પેટ્રોલીયમ યુનિવર્સીટી
(૪ ) ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટીને લગતા વટહુકમોનું સ્થાન લેતા વિધેયકો લાવવામાં આવશે.
Published by:Kaushal Pancholi
First published:March 01, 2021, 15:40 pm

ટૉપ ન્યૂઝ