અનામત અને બિન અનામત વર્ગો વચ્ચે તોફાનો કરાવવા કૉંગ્રેસની પરંપરા છે : ગૃહમંત્રી

News18 Gujarati
Updated: February 17, 2020, 1:55 PM IST
અનામત અને બિન અનામત વર્ગો વચ્ચે તોફાનો કરાવવા કૉંગ્રેસની પરંપરા છે : ગૃહમંત્રી
પ્રદિપસિંહ જાડેજાની ફાઇલ તસવીર

'અમારા નિર્ણયથી અનામત અને બિન અનામત વર્ગોમાં હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે.'

  • Share this:
ગાંધીનગર : એલઆરડી ભરતીમાં એસસી,એસટી,ઓબીસી મહિલા ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો હોવાથી રાજ્ય સરકારનો 1-08-2018નો ઠરાવ રદ્ કરવા માટે ગાંધીનગરમાં છેલ્લા 69 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. બીજી તરફ બિનઅનામત વર્ગે પણ ઠરાવમાં ફેરફાર નહિ કરવા આંદોલન શરૂ કર્યું છે. આ વિવાદને શાંત પાડવા રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રવિવારે સાંજે ગાંધીનગર ખાતે જાહેરાત કરતા કહ્યું હતું કે, કે, 1-08-2018નો ઠરાવ થયો જ નથી તેમ સમજીને જૂની વ્યવસ્થા પ્રમાણે એલઆરડીમાં ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. કોઈનું મનદુઃખ ના થાય એ માટે સુપર ન્યૂમરીથી બેઠકો વધારવાનો નિર્ણય કર્યો છે. તે છતાં આજે બંન્ને વર્ગોનાં અનામત ચાલુ રહ્યાં હતાં. જેથી આજે ગાંધીનગરમાં બંધ બારણે રાજ્ય સરકારે અનામત વર્ગની બેઠક યોજાઇ હતી. જે બાદ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નિવેદન આપતા જણાવ્યું છે કે, 'અમારા નિર્ણયથી અનામત અને બિન અનામત વર્ગોમાં હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે. આજે અનામત વર્ગ પોતાના સાથીદારોને મળીને આંદોલન પૂર્ણ કરશે.'

પ્રદિપસિંહ જાડાજાએ આ અંગે જણાવતા કહ્યું કે, એલઆરડી ભરતી સંદર્ભમાં ગઇકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે છેલ્લા ત્રણ દિવસથી બેઠકો બાદ સુપર ન્યુમરી બેઠકો વધારવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયથી અનામત અને બિન અનામત વર્ગોમાં હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે. આજે આ સંદર્ભમાં થોડા પ્રશ્નો હતા તેનો પણ નાયબ મુખ્યમંત્રીને મળીને પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું છે. જેથી હવે અન્ય સાથીદારો લોકોને મળીને આંદોલનોની પૂર્ણાહુતિ કરશે.

આ પણ વાંચો : ટ્રમ્પનાં આગમન પહેલા US એરફોર્સનું પ્લેન અમદાવાદ એરપોર્ટ પર આવ્યું

ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે, વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવશે. આ સાથે તેમણે પુરુષોનાં આંદોલન અંગે જણાવ્યું કે, 'રાજ્ય સરકારે ઘણાં જ ઉદાર મને મહિલાઓનાં સંદર્ભમાં નિર્ણય લીધો છે. આ મહિલાઓની ભરતીની સંખ્યામાં વધારો કરાયો છે તેથી અમે આ અંગે કંઇ બીજો સુધારો કરવાનાં મતમાં નથી.'

તેમણે કૉંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, 'બંધારણનાં આધાર પર જે અનામત મળે છે તે અનામતની રક્ષા કરવી તે અમારી જવાબદારી છે. બંધારણની રક્ષા એ અમારી કટિબદ્ધતા છે. આ અંગે કોઇપણ બાંધછોડ કરવા માંગતા નથી. સરકારે પુરી ઉદારતાનાં માધ્યમથી સુપર ન્યૂમરીનાં માધ્યમથી મળવાપત્ર અનામત કરતા અનેકગણો વધારો કરીને ઉમેદવારોને તક આપી છે. કૉંગ્રેસ માત્રને માત્ર પોતાના રાજકીય હિતોનાં ષડયંત્ર કરીને અનામત અને બિનઅનામત વર્ગો વચ્ચે તોફાનો કરાવે છે અને બે વચ્ચે ભયનો માહોલ ઉભો થાય તેવુ કરવું તે તેમની પરંપરા રહી છે.'

આ પણ વાંચો : 
First published: February 17, 2020, 1:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading