હાઇકોર્ટનો આદેશ : સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરનારા નેતા પાસેથી દંડ વસૂલે સરકાર

હાઇકોર્ટનો આદેશ : સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરનારા નેતા પાસેથી દંડ વસૂલે સરકાર
ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો કરીને જાહેર હિતની અરજીના આધારે આવા રાજકીય નેતાઓ સામે કડક કાર્યવાહી અને સખત દંડ વસૂલવા માટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે.

ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો કરીને જાહેર હિતની અરજીના આધારે આવા રાજકીય નેતાઓ સામે કડક કાર્યવાહી અને સખત દંડ વસૂલવા માટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે.

 • Share this:
  ગુજરાતમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે (Gujarat Highcourt) રાજકીય રેલીઓ અને જમાવડા સામે લાલ આંખ કરી છે. ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો કરીને જાહેર હિતની અરજીના આધારે આવા રાજકીય નેતાઓ સામે કડક કાર્યવાહી અને સખત દંડ વસૂલવા માટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે. રાજકોટનો રેમીડેસીવીર ઇન્જેક્શનના કાળાબજાર અંગે સરકારે કરેલી કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરાયો ત્યારે કોર્ટે સરકારને આ ટકોર કરી હતી.

  માસ્ક વગર રાજકીય રેલીઓ અને સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવ આ સંદર્ભમાં ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠે સરકારી વકીલને આ મામલે કડક કાર્યવાહી કરવા ટકોર કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વારંવાર ટકોર છતાં સરકાર જવાબદારો સામે પગલા કેમ નથી લઇ રહી. અનલોકમાં રાજ્ય સરકારે નિયંત્રણો હળવાં કર્યાં. જે બાદ મોટી મોટી રાજકીય રેલીઓ થવા લાગી અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન ન થયું.  આ પણ વાંચો - અમદાવાદ : કોરોના કાળમાં રિક્ષાચાલકોને નાણાંકીય મદદના મુદ્દે ચાર સપ્તાહમાં સરકાર નિર્ણય લે : હાઈકોર્ટ

  રાજકોટમાં રેમીડેસીવીર ઇન્જેશનનું મોટાપાયે કાળાબજાર થતું હોવાના અહેવાલો ધ્યાને આવતા હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસેથી આ અંગે જવાબ માગ્યો હતો. જેમાં રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો હતો કે, રાજકોટમાં ઇન્જેક્શનનું કાળા બજાર કરનારા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

  આ પણ જુઓ -    આ અંગે સરકાર તરફથી વધુમાં કહેવાયું હતું કે, અહીં વેચાતા ઇન્જેક્શન નકલી હોવાની વાતમાં તથ્ય નથી. કાળાબજારના કેસમાં પ્રિવેશન્સ ઓફ બ્લેક માર્કેટિંગ અને ડ્રગ્સ એન્ટ કોસ્મેટિક એક્ટ સહિતના કાયદાઓ હેઠળ કાર્યવાહી શરૂ કરાઇ છે. આ સાથે કોર્ટે ટકોર કરી હતી કે, રાજકોટમાં જાહેરમાં થૂંકનારાની ધણી વધારે છે. રાજકોટમાં 1.51 લાખ લોકો પાસેથી 6.50 કરોડ દંડ વસૂલાયો છે. જેથી આ રકમ મોટી છે, સરકાર તેનો યોગ્ય ઉપયોગ કરશે.
  Published by:Kaushal Pancholi
  First published:October 06, 2020, 08:02 am

  ટૉપ ન્યૂઝ