ગુજરાતનાં આ ભૂતપૂર્વ-વર્તમાન ધારાસભ્યો સામેના કેસોની સુનાવણી બનશે ઝડપી

ગુજરાતનાં આ ભૂતપૂર્વ-વર્તમાન ધારાસભ્યો સામેના કેસોની સુનાવણી બનશે ઝડપી
સુપ્રિમ કોર્ટે, પરિપત્ર જાહેર કર્યો કે, વર્તમાન તેમજ પૂર્વ સાંસદ-ધારાસભ્યોના પેન્ડિંગ કેસોના જલ્દી સુનવણી હાથ ધરીને તેનો ઝડપી નિકાલ કરવામાં આવે.

સુપ્રિમ કોર્ટે, પરિપત્ર જાહેર કર્યો કે, વર્તમાન તેમજ પૂર્વ સાંસદ-ધારાસભ્યોના પેન્ડિંગ કેસોના જલ્દી સુનવણી હાથ ધરીને તેનો ઝડપી નિકાલ કરવામાં આવે.

 • Share this:
  ગુજરાત હાઇકોર્ટે (Gujarat Highcourt) આજે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે જેમા ચીફ જસ્ટિસે  (chief Justice) અમદાવાદ સહિત રાજ્યની તમામ કોર્ટને આદેશ કર્યો છે. જેમાં જણાવ્યું છે કે, વર્તમાન કે ભૂતપૂર્વ ધારાસભ્યો અને સાંસદો સામેના પડતર ફોજદારી કેસની સુનાવણી દરરોજ કરો અને તેના પર વહેલામાં વહેલી તકે નિર્ણય લઈને નિકાલ કરો. મહત્તવનું છે કે, ગુજરાતના 38 વર્તમાન અને 20 ભૂતપૂર્વ ધારાસભ્યો તથા 1 વર્તમાન સાંસદ સહિત કેરળના વાયનાડથી ચૂંટાયેલા સાંસદ રાહુલ ગાંધી પર ગુજરાતની કોર્ટમાં ફોજદારી કેસ ચાલી રહ્યા છે.

  સર્વોચ્ચ અદાલતમાં થઇ હતી અરજી  દેશની સર્વોચ્ચ અદાલતમાં થયેલી એક અરજીમાં સામે આવ્યું કે, દેશના પૂર્વ અને વર્તમાન ધારાસભ્યો સામે અનેક ક્રિમિનીલ કેસ ચાલે છે. જેની સુનાવણી ઘણી જ ધીમી ગતિએ ચાલી રહી છે. આ અરજીમાં ગુનાહિત છાપ ધરાવતા નેતાઓને ચૂંટણી લડવાથી દૂર રાખવાની માંગણી કરાઈ છે. જેથી સુપ્રિમ કોર્ટે, પરિપત્ર જાહેર કર્યો કે, વર્તમાન તેમજ પૂર્વ સાંસદ-ધારાસભ્યોના પેન્ડિંગ કેસોના જલ્દી સુનવણી હાથ ધરીને તેનો ઝડપી નિકાલ કરવામાં આવે.

  જોઇ લો નામોની યાદી

  આ બાબતને અનુલક્ષીને કયા વર્તમાન અને ભૂતપૂર્વ ધારાસભ્યો સામે ફોજદારી કેસ ચાલી રહ્યા છે તે અંગેની યાદી બનાવીને હાઈકોર્ટે રાજ્યની તમામ કોર્ટને મોકલી આપ્યા છે. આ 38 વર્તમાન ધારાસભ્યો સામે કેસ નોંધાયો છે. જેમાં બાબુ જમના, વીરજી ઠુંમર, પુનમ પરમાર, જશુ પટેલ, શશીકાંત પંડયા, છોટુ વસાવા, મહેશ વસાવા, પરસોત્તમ સોલંકી, કનુ બારૈયા, ચંદ્રિકા મોહનિયા, રમેશ કટારા, હકુભા જાડેજા, ભગા બારડ, રાઘવજી પટેલ, વિક્રમ માડમ, હર્ષદ રિબડીયા, વિમલ ચુડાસમા, બાબુ વજા, ભીખા જોશી, અજિત ચૌહાણ, જિજ્ઞોશ મેવાણી, નીમા આચાર્ય, પરશોત્તમ સાબરિયા, લલિત કગથરા, લલિત વસોયા, અનંત પટેલ, મંગળ ગાવિત, કિરીટ પટેલ, કાંધલ જાડેજા, મોહમ્મદ પીરઝાદા, રાજેન્દ્રસિંહ ચાવડા,અશ્વિન કોટવાલ, પૂર્ણેશ મોદી, શૈલેષ મહેતા, યોગેશ પટેલ, કેતન ઈમાનદાર, જયેશ રાદડિયાનાં નામ સામેલ છે.  આ પણ વાંચો - અમદાવાદમાં પોલીસે માસ્ક ન પહેરવા બદલ દંડ ભરવાનું કહેતા જવાબ મળ્યો, 'મેં મર્ડર કર્યું છે, તમને પણ મારી નાંખીશ'  આ સાથે ભૂતપૂર્વ ધારાસભ્યોમાં નલીન એન. કોટડિયા, કિશન પટેલ, શંકર વેગડ, મહેન્દ્ર બારિયા, કાંતિ અમૃતિયા, પ્રદ્યુમન જાડેજા, છબીલ પટેલ, દીનુ બોઘા, મેરામણ ગોરિયા, દેવજી ફત્તેપરા, અમિત ચૌધરી, મહેશ ભૂરિયા, કનુ કળસરિયા, મહંત મહેશગીરી, અલ્પેશ ઠાકોર, ગોવા રબારી, રેખા દ્વિવેદી, જયંત બોક્સી, દિલીપ પટેલનો સમાવેશ થાય છે.

  આ પણ જુઓ -   ગુજરાત હાઈકોર્ટના ચુકાદા ગુજરાતીમાં પણ હશે

  આ સાથે અન્ય એક નિર્ણયમાં ચીફ જસ્ટિસે જણાવ્યું કે, હવેથી ગુજરાત હાઈકોર્ટના ચુકાદા ગુજરાતીમાં ઉપલબ્ધ થશે. ગુજરાત હોઈકોર્ટની વેબસાઈટ પર તમામ ચુકાદા ગુજરાતીમાં મુકાશે.
  Published by:Kaushal Pancholi
  First published:October 03, 2020, 13:10 pm