ગુજરાત હાઇકોર્ટ ચાર દિવસ માટે રહેશે બંધ, સ્ટાફનો કરાશે એન્ટીજન ટેસ્ટ

News18 Gujarati
Updated: October 15, 2020, 10:29 AM IST
ગુજરાત હાઇકોર્ટ ચાર દિવસ માટે રહેશે બંધ, સ્ટાફનો કરાશે એન્ટીજન ટેસ્ટ
ચીફ જસ્ટિસ દ્વારા જાહેર કરાયેલા સર્ક્યુલર મુજબ, 16 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર સુધી હાઇકોર્ટ બંધ રહેશે.

ચીફ જસ્ટિસ દ્વારા જાહેર કરાયેલા સર્ક્યુલર મુજબ, 16 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર સુધી હાઇકોર્ટ બંધ રહેશે.

  • Share this:
ગુજરાતમાં (Gujarat) કોરોના સંક્રમણનાં (Coronavirus) કેસોને કારણે ચિંતાજનક સ્થિતિ છે. બુધવારે મળતા આંકડા પ્રમાણે, રાજ્યમાં 1175 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1414 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 11 લોકોના કોરોનાથી મોત થયા છે. કોરોના મહામારીને પહોંચી વળવા માટે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)માં ફરી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેથી ગુજરાત હાઈકોર્ટની કામગીરી 4 દિવસ એટલે 16થી 19 ઓક્ટોબર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ચીફ જસ્ટિસ દ્વારા જાહેર કરાયેલા સર્ક્યુલર મુજબ, 16 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર સુધી હાઇકોર્ટ બંધ રહેશે. આ દિવસોમાં હાઇકોર્ટના અધિકારીઓ, રજીસ્ટ્રી સ્ટાફ સહિતના કર્મચારીઓનો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ઉચ્ચ ન્યાયાલયના રેકોર્ડ રૂમ, વોશરૂમ, ચેમ્બર, ઓફિસ સહિત સંપૂર્ણ કેમ્પસની સાફ સફાઈ કરાશે. તમામ પ્રકારનું જ્યુડિશિયલ અને વહીવટી કામ ચાર દિવસ બંધ રહેશે.

કપરાડા બેઠક પર છે બંન્ને પેરાશૂટ ઉમેદવાર, જાણો ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીનાં જાહેર ઉમેદવારોની યાદી

આ સિવાય એડવોકેટ જનરલ, સરકારી વકીલો વગેરેની ઓફિસ બંધ રાખવા આદેશ કરાયો છે. કોર્ટ પરિસરમાં આવેલી સરકારી ઓફિસ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, પોસ્ટ ઓફિસ વગેરે બંધ રહેશે. આ ઓફિસો પણ સેનેટાઇઝ કરાશે. 16 ઓક્ટોબરના કેસ લિસ્ટ 20 ઓક્ટોબરથી લેવામાં આવશે.

સંબંધ મરી પરવાર્યા? કાકાએ જ માનસિક અસ્વસ્થ ભત્રીજી પર અનેકવાર આચર્યુ દુષ્કર્મ, આ રીતે ફૂટ્યો ભાંડો

19, 20 અને 21 ઓક્ટોબરથી ફિક્સ મેટર 21 ઓક્ટોમ્બરે લેવાશે. ફિઝિકલ ફાઇલીગ 20 ઓક્ટોબરથી શરૂ થશે. જો કે આ દરમિયાન ઇ- ફાઇલીગ શરૂ રહેશે. તેમજ નવા કેસો 20 ઓક્ટોબરથી લેવાશે.આ સાથે આદેશ જાહેર કરાયો છે કે, સર્ક્યુલરમાં ACS હોમ અને રાજ્ય પોલીસ વડાને જાણ કરી કહેવામાં આવ્યું છે કે, હાઇકોર્ટમાં ફરજ પર રહેલા સિક્યુરિટી સ્ટાફ જે જગ્યાએ ડ્યુટી પર છે તેમણે તે જગ્યાએ જ હાજર રહેવાનું રહેશે અલગ અલગ જગ્યાએ ફરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.
Published by: Kaushal Pancholi
First published: October 15, 2020, 10:28 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading