Home /News /north-gujarat /coronavirus effect: રાજ્યમાં બે સપ્તાહ સુધી શાળા-કોલેજો બંધ, બોર્ડની પરીક્ષા ચાલુ રહેશે

coronavirus effect: રાજ્યમાં બે સપ્તાહ સુધી શાળા-કોલેજો બંધ, બોર્ડની પરીક્ષા ચાલુ રહેશે

જ્યંતિ રવિની ફાઇલ તસવીર

આ અંગે ગુજરાત હેલ્થ અગ્ર સચિવ જ્યંતિ રવીએ મીડિયા સાથે વાત કરીને કોરોના વાયરસ અંગે માહિતી આપી હતી. તેમણે કોરોના વાચરસ સામે શું શું સાવચેતી રાખવી એ અંગે પણ જાણકારી આપી હતી. કોરોના વાયરસ લક્ષણ ધરાવતા અને તાવ ધરાવતા લોકોએ ગુજરાત સરકાર આરોગ્ય વિભાગના હેલ્પ લાઈન નંબર 104 ઉપર જાણ કરીને મદદ મેળવવી એવું પણ સુચન કર્યું હતું.

વધુ જુઓ ...
ગાંધીનગરઃ દુનિયા સહિત ભારતમાં કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના વાયરસનો ડર રહેલો છે. આ અંગે ગુજરાત હેલ્થ અગ્ર સચિવ જ્યંતિ રવીએ મીડિયા સાથે વાત કરીને કોરોના વાયરસ અંગે માહિતી આપી હતી. તેમણે કોરોના વાચરસ સામે શું શું સાવચેતી રાખવી એ અંગે પણ જાણકારી આપી હતી.

આ ઉપરાંત રાજ્યમાં શાળા કોલેજો આવતી કાલ સોમવારે 16 માર્ચ 2020થી બે સપ્તાહ સુધી બંધ રહેશે. બે સપ્તાહ માટે શૈક્ષણિક કાર્ય બંધ રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે. જોકે, સ્ટાફને હાજર રહેવાનું પણ સૂચન છે.  આ ઉપરાંત શાળા કોલેજોની પરીક્ષાને રિસ્કેડૂલ કરવા માટે પણ જણાવ્યું હતું.  જોકે, સમગ્ર ગુજરાતમાં ચાલતી બોર્ડની પરીક્ષાઓ ચાલું રહેશે. સાથે સાથે ગુજરાતના તમામ મલ્ટીપ્લેક્ષ, સ્વિમિંગપુલ બે સપ્તાહ માટે બંધ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોના વાયરસ લક્ષણ ધરાવતા અને તાવ ધરાવતા લોકોએ ગુજરાત સરકાર આરોગ્ય વિભાગના હેલ્પ લાઈન નંબર 104 ઉપર જાણ કરીને મદદ મેળવવી એવું પણ સુચન કર્યું હતું. આ ઉપરાંત બે સપ્તાહ સુધી ગુજરાતમાં શાળા કોલેજો બંધ રાખવા માટેનું સૂચન પણ આપવામાં આવ્યું છે.

તમામ ખાનગી સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓને જાહેર કાર્યક્રમો જેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય એવા કાર્યક્રમો ન યોજવા માટે સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે.
First published:

Tags: Coronavirus