ગુજરાતમાં કોરોના વેક્સિનની પૂર્વ તૈયારી : 50થી ઉપરના વ્યક્તિઓનો ડેટા બેઝ બનાવાશે

ગુજરાતમાં કોરોના વેક્સિનની પૂર્વ તૈયારી : 50થી ઉપરના વ્યક્તિઓનો ડેટા બેઝ બનાવાશે
પ્રતીકાત્મક તસવીર

50થી વધુ ઉંમરની વ્યક્તિઓ અને 50 વર્ષની નીચેની વ્યક્તિઓ કે જેઓ અન્ય રોગ ધરાવતા હોય તેમનો ડેટાબેઝ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે.

 • Share this:
  કોરોના મહામારી વચ્ચે રાહતના સમાચાર એ છે કે, કોરોના વેક્સિન થોડા સમયમાં આવવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. જેથી વેક્સિન આપવા માટે ગુજરાતનાં આરોગ્ય વિભાગે આપેલી સૂચના પ્રમાણે 50થી વધુ ઉંમરની વ્યક્તિઓ અને 50 વર્ષની નીચેની વ્યક્તિઓ કે જેઓ અન્ય રોગ ધરાવતા હોય તેમનો ડેટાબેઝ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે.

  હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવશે  આ ડેટા બેઈઝ તૈયાર કરવા માટે 10થી 13 ડિસેમ્બરના રોજ મતદાન મથકના વિસ્તાર મુજબ વિવિધ સર્વે ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કરી વ્યકિતની ઉંમરથી લઈ તેનો મોબાઈલ નંબર સહિત, તે જો કોઈ પ્રકારના રોગથી પીડાતો હોય તો એની પણ અલગથી નોંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે. 14થી 16 ડિસેમ્બર સુધીમાં બે અલગ પ્રકારના ડેટાબેઈઝ તૈયાર કરવા તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેકટર હસ્તકના વિસ્તારો માટે રાજયના આરોગ્ય વિભાગ તરફથી કામગીરી કરવાનો આદેશ અપાયો છે.

  અમદાવાદ: કેમિકલ કંપનીઓમાં લાગી પ્રચંડ આગ, અન્ય ચાર ફેક્ટરીઓમાં પ્રસરાઇ, બ્રિગેડ કોલ જાહેર

  ડેટા બેઝમાં કેવી માહિતી હશે?

  રાજયના આરોગ્ય કમિશનર તરફથી કોવિડ વેકિસનને અંગે જાહેર કરેલા પરિપત્રમાં પચાસ વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને પચાસ વર્ષથી ઓછી ઉંમરના કોમોર્બિડિટી ધરાવતા (અન્ય બીમારી હોય તેવુ) નાગરિકોના નામ, સરનામા અને મોબાઈલ નંબર સાથેનો ડેટાબેઝ તૈયાર કરવા કહેવામાં આવ્યું છે. ડેટા બેઈઝ તૈયાર કરાવવા કેન્દ્ર સરકારની ગાઈડલાઈનને અનુસરવાનું રહેશે. મ્યુનિ. હદમાં મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત જિલ્લા કક્ષાએ જિલ્લા વિકાસ અધિકારી અને કલેકટરના સંકલનમાં ચૂંટણી સમયે મતદાન મથક મુજબ ટીમની રચના કરવામાં આવશે. એ પ્રમાણે મતદાન મથક મુજબ ડેટા તૈયાર કરવામાં આવશે.  ડેટાબેઈઝ 17 ડિસેમ્બર સુધીમાં તૈયાર કરવાનો રહેશે

  આ ઉપરાંત કોમોર્બિડિટીમાં કેન્સર, અવયવ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા હોય તો તેની વિગત, કિડનીના રોગ, હૃદયના રોગ, થેલેસેમિયા, સીકલ સેલ એનેમિયા, એચ.આઈ.વી., માનસિક રોગો તેમજ અસાધ્ય રોગો જેવી બાબતો ધ્યાનમાં લેવાની રહેશે. તમામ ડેટાબેઈઝ 17 ડિસેમ્બર સુધીમાં રાજયના આરોગ્ય વિભાગને મોકલી આપવાનો રહેશે.
  Published by:Kaushal Pancholi
  First published:December 09, 2020, 10:44 am

  ટૉપ ન્યૂઝ