Home /News /north-gujarat /

માસ્ક ન પહેરવા પર દંડ ઉપરાંત શું સજા થઈ શકે? આરોગ્ય વિભાગે સૂચવ્યા વિવિધ ઊપાય!

માસ્ક ન પહેરવા પર દંડ ઉપરાંત શું સજા થઈ શકે? આરોગ્ય વિભાગે સૂચવ્યા વિવિધ ઊપાય!

પ્રતીકાત્મક તસવીર

ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી દરમિયાન માસ્ક ન પહેરવાના કેસમાં દંડ સિવાય વિવિધ ઊપાયો સૂચવશે.

ગાંધીનગર: ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) સરકારને આદેશ કર્યો હતો કે જાહેરમાં માસ્ક (Mask) પહેર્યાં વગર પકડાતા લોકોને કોવિડ-19 (Covid-19 Center) સેન્ટરમાં સેવા કરાવવામાં આવે. હાઇકોર્ટના આદેશ સામે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. આ મામલે સુપ્રીમે રાજ્ય સરકારની દલીલો બાદ હાઇકોર્ટના આદેશ પર સ્ટે મૂકી દીધો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટમાં બે વખત સુનાવણી થઈ હતી. રાજ્યમાં કોવિડ-19ની વિકટ સ્થિતિ વચ્ચે માસ્ક નહીં પહેરનારા બેજવાબદાર લોકોને કોવિડ કેર સેન્ટરમાં સેવા આપવાની સજા કરવાના મામલે ગુજરાત સરકારે ગઇકાલે સુપ્રીમ કોર્ટમા રજૂઆત કરી હતી. સરકારે દલીલ કરી હતી કે આવી સજાનો અમલ શક્ય નથી. જે બાદમાં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પાસે માસ્ક ન પહેરવાના કેસમાં અન્ય શું સજા કરી શકાય તે અંગે અસરકારક ઉપાયો માગ્યાં હતાં.

સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે હવે રાજ્ય સરકાર આ મામલે ગુરુવારે સાંજે મળનારી કોર કમિટીની બેઠકમાં અસરકારક ઉપાયો ઉપર મંથન કરીને આગામી અઠવાડિયે સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ મૂકશે.

આ પણ વાંચો: રાજકોટ: સરધાર રેન્જમાં ત્રણ સિંહના છેલ્લા 10 દિવસથી ધામા, લોકોને ભયભીત ન થવા અપીલ

સુપ્રીમે ગુજરાત સરકારને અન્ય ઉપાયો સૂચવવા માટે આદેશ કરતા આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળનારી કોર કમિટીની બેઠકમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર રાજ્યમાં માસ્ક નહીં પહેરનાર વ્યક્તિઓ વિરુદ્ધ કેવાં કેવાં પગલાં લેવા અને જનજાગૃતિ માટે કેવા પ્રકારના અભિયાનો આયોજીત કરવા તે માટેનું મંથન કરવામાં આવશે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ ઉપાયોની યાદી તૈયાર કરી દેવામાં આવી છે. જે નીચે પ્રમાણે છે.

આ પણ વાંચો: ખેડૂતને રાજકોટ ભેંસ ખરીદવા બોલાવી હનીટ્રેપમાં ફસાવ્યો, સમાધાન માટે માંગી 10 લાખની ખંડણી

1) સ્થાનિક પોલીસની મદદથી માસ્ક મુદ્દે કડક વલણ અપનાવવાનો ઉપાય સૂચવવામાં આવ્યો છે. ઉપરાંત સોશિયલ મીડિયા દ્વારા જનજાગૃતિ કેમ્પેઇન ચલાવવું, પોસ્ટર કેમ્પેઇનમાં વધારો કરવાનું પણ સૂચન આરોગ્ય વિભાગે કર્યું છે.

2) કોઈપણ બેજવાબદાર નાગરિક જાહેર જાહેરમાં ઉપર માસ્ક વગર પકડાય તો તેને દંડ ઉપરાંત અન્યોને સ્વખર્ચે માસ્ક વિતરણની જવાબદારી સોંપવી એવું સૂચન કરવામાં આવ્યું છે.

3) માસ્ક વગર પકડાયેલા નાગરિકને શૉપિંગ મોલ જેવા જાહેર સ્થળોએ સિક્યોરિટી ગાર્ડની બાજુમાં માસ્ક અવેરનેસનું બોર્ડ લઇને ઊભા રહેવાની જવાબદારી સોંપવી એવું આરોગ્ય વિભાગ તરપથી સૂચવવામાં આવ્યું છે.

4) આ ઉપરાંત અન્ય જાહેર સ્થળોએ રાહદારીઓને માસ્કનું મહત્વ સમજાવવાની જવાબદારી તે જ વ્યક્તિને સોંપવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: સુરત: એક દિવસ પહેલા ગુમ થયેલી યુવતી બેભાન હાલતમાં મળી આવી

5) કોઈપણ વ્યક્તિ માસ્ક વગર પકડાય તેને તેની ઉંમર અને અવસ્થા અનુસાર કઇ સજા કરવી તે નક્કી કરવાની જવાબદારી સ્થાનિક પોલીસને સોંપવાનું સૂચન પણ કરાયું છે.

આ પણ જુઓ-

જોકે, આરોગ્ય વિભાગ તરફથી સૂચવવામાં આવેલા તમામ ઉપાયો અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળનારી હાઈ પાવર કમિટીની બેઠક ચર્ચા થશે. જે બાદમાં આ સૂચનો આગામી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: COVID-19, Mask, Social Distancing, Supreme Court, આરોગ્ય, ગુજરાત, હાઇકોર્ટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन