કોરોનાના વધતા કેસ બાદ સરકાર વિદેશથી ગુજરાત આવેલા 27 હજાર લોકોને શોધશે

News18 Gujarati
Updated: March 25, 2020, 7:39 AM IST
કોરોનાના વધતા કેસ બાદ સરકાર વિદેશથી ગુજરાત આવેલા 27 હજાર લોકોને શોધશે
પ્રતિકાત્મક તસવીર

ચીનના વુહાન શહેરમાં જ્યારે કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો હતો તે વખતે અભ્યાસ અને વેપાર માટે ચીન ગયેલા લોકો ગુજરાત પરત ફર્યા છે.

  • Share this:
અમદાવાદ : ગુજરાતમાં (Gujarat) ધીરે ધીરે કોરોના વાયરસથી (Coronavirus) સંક્રમિત લોકોની સંખ્યા વધીને 33 થઇ ગઇ છે. ત્યારે રાજ્ય સરકાર લોકોને ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી રહી છે. રાજ્યમાં કે દેશમાં વિદેશથી આવતા લોકો જ કોરોના સંક્રમિત હતા જેનાથી તેઓ જેના પણ સંપર્કમાં આવ્યાં તેમને પણ સંક્રમણ શરૂ થયું છે. જેના કારણે હવે આરોગ્ય વિભાગે (Health department) વિદેશથી રાજ્યમાં આવ્યાં હોય તેવા લોકોની શોધખોળ શરૂ કરી છે. મહત્વનું છે કે, વિદેશથી 27 હજાર લોકો રાજ્યમાં આવ્યાં છે.

કેન્દ્ર સરકારે આપી છે આ લોકોની યાદી

ચીનના વુહાન શહેરમાં જ્યારે કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો હતો તે વખતે અભ્યાસ અને વેપાર માટે ચીન ગયેલા લોકો ગુજરાત પરત ફર્યા છે. આ ઉપરાંત અન્ય દેશોમાંથી પણ લોકો ગુજરાતમાં મોટી સંખ્યામાં આવ્યાં હતા. જેના કારણે દેશ અને રાજ્યમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યાં છે ત્યારે વિદેશથી આવેલા લોકોનું લોકેશન મેળવવામાં આવી રહ્યું છે. ખુદ આરોગ્ય સચિવ જયંતિ રવિએ કબૂલ્યું છે કે, 27 હજાર લોકો વિદેશનો પ્રવાસ કરીને ગુજરાત આવ્યાં છે. કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને આ વિદેશથી પરત ફરેલા લોકોની યાદી આપી છે. તે મુજબ આ બધાય લોકોનુ લોકેશન મેળવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Covid-19 : મંગળવારે મધરાતથી 21 દિવસ માટે આખા દેશમાં સંપૂર્ણ લોકડાઉન : PM મોદી

બીજા સ્ટેજમાં કોરોના

દેશ અત્યારે કોરોનાના બીજા સ્ટેજમાં પ્રવેશી ચૂક્યુ છે. જેમાં હવે સ્થાનિક સંપર્કથી પણ કોરોના વકર્યો છે તે જોતાં ત્રીજા સ્ટેજમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન થવાની શક્યતા વધુ છે. આ સામે આરોગ્ય વિભાગનો દાવો છેકે, ગુજરાતમાં અત્યાર સુધી 11 લાખ લોકોનો સર્વે કરાયો છે. મહત્વનું છે કે, ગઇકાલે મંગળવારે પીએમ મોદીએ દેશને સંબોધન કર્યું હતું. જેમા તેમણે કહ્યું હતું કે, આ 21 દિવસ તમે ઘરમાં નહીં રહો તો દેશ 21 વર્ષ પાછળ ચાલ્યો જશે. બહાર નિકળવું શું હોય છે તે 21 દિવસ માટે ભૂલી જાવ. ઘરમાં જ રહો. હું આ વાત પરિવારના સભ્ય તરીકે કહી રહ્યો છું. તેમણે તે પણ જણાવ્યું કે, કોરોના એટલે - કો- કોઈ, રો- રોડ પર, ના - નહીં.આ વીડિયો પણ જુઓ : 
First published: March 25, 2020
વધુ વાંચો
अगली ख़बर