ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ધો-10 અને 12ની પરીક્ષા સ્થગિત, અન્ય ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ધો-10 અને 12ની પરીક્ષા સ્થગિત, અન્ય ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન
પ્રતીકાત્મક તસવીર

કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પરિણામે રાજ્યમાં ધોરણ 1 થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે.

  • Share this:
ગાંધીનગર: રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષા (Gujarat Board Exams 2021)ઓ જે આગામી 10મી મેથી 25મી મે સુધી યોજાવાની હતી તે કોરોનાની પ્રવર્તમાન (Coronavirus) પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે આગામી તારીખ 15મી મેના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરિક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવામાં આવશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે એવો પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પરિણામે રાજ્યમાં ધોરણ 1 થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે.ઑફલાઇન શિક્ષણ બંધ

સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ ની વ્યાપકતા ઘ્યાનમાં લઇને રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં એક વધુ નિર્ણય લીધો છે. સરકારે જાહેર કર્યું છે કે સમગ્ર રાજ્યમાં ધોરણ 1થી 12ના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ એટલે કે વર્ગખંડ શિક્ષણ આગામી 10 મી મે સુધી અથવા રાજ્ય સરકાર દ્વારા અન્ય આદેશ ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે.

આ પણ વાંચો: ધ બર્નિંગ બોટ: રાજકોટમાં વહેલી સવારે 'ધ બિગ ફેટ બોટ' નામના રેસ્ટોરન્ટ આગમાં ખાખ

CBSE ધો-10ની પરીક્ષા રદ

કોરોના વાયરસના સંકટ વચ્ચે CBSEની પરીક્ષાઓને (CBSE Board Examinations) લઈને ભારત સરકારે (Modi Government) બુધવારે મોટો નિર્ણય લીધો હતો. CBSE ધોરણ-12 (CBSE Class-12)ની પરીક્ષાઓ ટાળવામાં આવી છે, જ્યારે CBSE ધોરણ 10 (CBSE Class-10)ની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. સરકારની જાહેરાત પ્રમાણે ધોરણ-10ના સ્ટુડન્ટસને પ્રમોટ કરવામાં આવશે. ધોરણ-12ની પરીક્ષાઓ આગામી આદેશ સુધી સ્થગિત કરી દીધી છે. 1 જૂને રિવ્યૂ બાદ તેની પર નિર્ણય લેવામાં આવશે. પરીક્ષા યોજાઈ શકવાની સ્થિતિમાં સ્ટુડન્ટ્સને 15 દિવસ પહેલા નોટિસ આપવામાં આવશે.

આ પણ વાંચો: 'પોઝિટિવ દર્દીના તમારા આંકડા ખોટા છે, બાકી ઇન્જેક્શનની અછત ન થાય,' ગુજરાત હાઇકોર્ટે સરકારનો ઉધડો લીધો

શિક્ષણ મંત્રી રમેશ પોરખિયાલ નિશંકે જણાવ્યું કે, CBSE ધોરણ-10ના સ્ટુડન્ટ્સને ઇન્ટરનલ અસેસમેન્ટના આધારે પ્રમોટ કરવામાં આવશે. જો સ્ટુડન્ટ્સ તેમના અસેસમેન્ટ સાથે સહમત ન હોય તો તેઓ જ્યારે કોવિડ-19ની સ્થિતિ સામાન્ય થાય ત્યારે પરીક્ષા આપી શકે છે.

4 મેથી 14 જૂન સુધી યોજાવાની હતી પરીક્ષા

CBSE ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાઓ 4 મેથી યોજાવાની હતી. ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશને પણ ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાઓને ટાળવાની માંગ કરી હતી. એસોસિએશન તરફથી શિક્ષણ મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો હતો. CBSE બોર્ડની પરીક્ષાઓમાં આ વખતે 30 લાખથી વધુ સ્ટુડન્ટ્સ સામેલ થવાના હતા. કોરોના મહામારીની વચ્ચે પરીક્ષાઓ કેન્સલ કરવાને લઈ સોશિયલ મીડિયા પર #CancelBoardExam2021 કેમ્પેન પણ ચાલી રહ્યું હતું.
Published by:Vinod Zankhaliya
First published:April 15, 2021, 14:14 pm

ટૉપ ન્યૂઝ