Home /News /north-gujarat /રાજ્યમાં ગુનેગારોની ખેર નથી, પાસાના કાયદામાં થશે સુધારો, હવે આ ગુનાઓમાં થશે અમલ

રાજ્યમાં ગુનેગારોની ખેર નથી, પાસાના કાયદામાં થશે સુધારો, હવે આ ગુનાઓમાં થશે અમલ

સીએમ વિજય રુપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા બુધવારે મળનારી કેબિનેટ બેઠકમાં પાસા ના કાયદામાં સુધારો કરતો પ્રસ્તાવ રજૂ કરાશે. દારૂ-જુગારના ગુનામાં પણ લાગી શકે છે પાસા

  ગાંધીનગર : હવે ગુજરાતમાં જુગાર-સાયબર ક્રાઇમ-નાણાં ધિરધાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસૂલવા-સ્ત્રીઓની જાતિય સતામણી જેવા ગૂના આચરનારાઓ સામે પાસાના કડક કાયદાનો અમલ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા બુધવારે મળનારી કેબિનેટ બેઠકમાં પાસા ના કાયદામાં સુધારો કરતો પ્રસ્તાવ રજૂ કરાશે.

  જુગારની પ્રવૃત્તિ કરવી- સાયબર ક્રાઇમ આચરવા – નાણાં ધીરધાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસુલવા (લોન સાર્ક) શારીરિક હિંસા-ધાક ધમકી આપવી – જાતિય સતામણી કરવી જેવા ગૂના કરનાર તત્વો સામે ‘પાસા’નું શસ્ત્ર અપનાવશે રાજ્ય સરકાર

  પોલીસ સદાય પ્રજાની પડખે-પ્રજાના હિતમાં કાર્યરત છે તેવા પરસેપ્શન સાથે અસામાજિક પ્રવૃત્તિઓ-ગૂનેગારો સામે સખ્તાઇથી પેશ આવવા ‘પાસા’ કાયદામાં મહત્વપૂર્ણ સુધારાઓના વટહુકમની દરખાસ્ત મુખ્યમંત્રી રૂપાણી મંત્રીમંડળની આગામી બેઠકમાં રજૂ કરશે.

  જુગારનો અડ્ડો ધરાવનારા વ્યકિત સામે કાર્યવાહી થશે

  આઇ.ટી એકટ જોગવાઇઓ વિરૂદ્ધની સાયબર ક્રાઇમ પ્રવૃત્તિઓ કરનારાઓને સાયબર ઓફન્ડર ગણી સજા થશે. વિજય રૂપાણી ગુજરાતની શાંત, સલામત અને સુરક્ષિત રાજ્યની આગવી ઓળખને વધુ સુદ્રઢતાથી આગળ ધપાવવાની નેમ સાથે ‘પાસા’ કાયદામાં મહત્વપૂર્ણ સુધારાઓ કરવાનો નિર્ણય કર્યો છે.

  ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા 1985થી પાસા અમલી છે. આ પાસાના કાયદામાં હાલની જે જોગવાઇઓ છે તે મુજબ IPC તથા આર્મ્સ એકટ હેઠળના ગૂનાઓ આચરનારી વ્યકિત, ભયજનક હોય તેવી વ્યકિત, ખાનગી અને સરકારી મિલ્કત પચાવી પાડે તેવા પ્રોપર્ટી ગ્રેબર વ્યકિત તેમજ કેફી દ્રવ્યોની હેરાફેરીમાં સંડોવાયેલા તેવા ડ્રગ ઓફન્ડર્સ, જુગારનો અડ્ડો ચલાવનારા, દેહવિક્રય જેવા અનૈતિક વેપાર સાથે જોડાયેલ ગૂનેગાર વ્યકિતઓ, ગૌવંશની હત્યા અને ગૌ માસની હેરાફેરી કે વેચાણ કરનારા લોકો તથા દારૂનો ગેરકાયદે ધંધો કરનારા બૂટલેગર વ્યકિતઓ વિરૂદ્ધ પાસા કાયદાની જોગવાઇનો ઉપયોગ કરી અટકાયત કરી શકાય છે.

  આ પણ વાંચો :  જૂનાગઢ : PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગીરનાર રોપ-વેનું કામ અંતિમ તબક્કામાં, આ તારીખથી શરૂઆત થવાની શક્યતા

  હવે, મુખ્ય મંત્રી વિજય રૂપાણી એ પાસા માં વધુ કેટલાક ગુનાઓને પણ આવરી લઇ અસમાજિક તત્વો અને ગુનેગારો સામે કડકાઈ થી પેશ આવવા નો મક્કમ નિર્ધાર કર્યો છે. આધુનિક બદલાતી ટેકનોલોજીમાં વિશ્વ સાથે ગૂનાખોરીની પ્રવૃત્તિઓમાં પણ ટેકનોલોજી આધારિત ગૂનાઓ-સાયબર ક્રાઇમનું પ્રમાણ વધ્યું છે તેમજ જાતિય સતામણીના ગૂનાઓ પણ વધ્યા છે ત્યારે આ ગૂનાઓ સહિતના ગૂનાઓ ડામવામાં ‘પાસા’ કાયદાની જોગવાઇઓમાં આ સુધારો અમોઘ શસ્ત્ર બનશે.

  નવી જોગવાઈ

  તદનુસાર ટેકનોલોજીના માધ્યમ દ્વારા જે સાયબર ગુનોઓ બને છે. તે અંતર્ગત આઇ.ટી. અધિનિયમ, 2000 અંતર્ગત કોઇ પણ વ્યક્તિ શિક્ષાપાત્ર ગુનો કરે અથવા એવો ગુનો કરવાનો પ્રયત્ન કરે કે તેમાં મદદગારી કરે તેવી વ્યક્તિને પાસા કાયદાની જોગવાઇમાં આવરી લેવામાં આવી છે.

  જુગારની પ્રવૃત્તિ સંદર્ભે પાસા એકટમાં એવી જોગવાઇ હતી કે સજા થયાના ત્રણ વર્ષમાં વ્યકિત ફરી ગૂનો આચરે તો પાસાની કાર્યવાહી કરવામાં આવતી હતી. સરકારે રાજ્યમાં જુગારની બદીને સખ્તાથી ડામી દેવા તેમજ જુગારની પ્રવૃત્તિને કારણે કુટુંબો-પરિવારોની આર્થિક બરબાદી થતી અટકાવવા હવે આ જોગવાઇઓમાં પણ સુધારા કરવાનું નિયત કર્યું છે

  હવે પાસાને વધુ કડક બનાવીને આ ત્રણ વર્ષમાં સજાની જોગવાઇ રદ કરી હવે ગમે ત્યારે ગૂનો આચરનારા સામે પાસા લાગુ કરવામાં આવશે .

  સંબંધી ગુનો કરનારની વ્યાખ્યા કરતા ગુજરાત નાણાની ધીરનાર કરનારાઓ બાબતનો અધિનિયમના પ્રકરણ–૯ હેઠળ શિક્ષાપાત્ર ગુનો કરનાર, ગુનાનો પ્રયત્ન કરનાર, તેમાં મદદગારી કરનાર, લોન અથવા તેના વ્યાજ અથવા તેના હપ્તા વસૂલવા અથવા લોનના વ્યવહાર સાથે સંકળાયેલ સ્થાવર કે જંગમ મિલ્કતનો કબજો લેવા હેતુથી શારીરિક હિંસાનો ઉપયોગ કરવો, કે તે માટે ધમકી આપવી, અથવા આવી વ્યક્તિ વતી કોઇ વ્યક્તિ પાસે કામ કરાવવાની બાબતનો પણ સજા પાત્ર જોગવાઇમાં સમાવેશ કરાયો છે.
  " isDesktop="true" id="1019383" >

  રાજ્યમાં જાતીય ગુનાઓનું પ્રમાણ ઘટે અને મહિલાઓને વધુ સુરક્ષીત કરી શકાય તે આશયથી પાસાના કાયદામાં જે જોગવાઇઓ હતી તેને વધુ વિસ્તારવામાં આવી છે.

  ભારતીય ફોજદારી અધિનિયમ 1860ની વિવિધ કલમો તેમજ પોક્સોના કાયદા હેઠળના શિક્ષાપાત્ર ગુનો કરે, કે એવો પ્રયાસ કરે, કે તેમાં મદદગારી કરે તેવી વ્યક્તિઓનો હવે પાસા કાયદાની સજા પાત્ર વ્યકિતમાં અલગથી સમાવેશ કરવામાં આવ્યો છે.

  આ પણ વાંચો :  સુરત : સિગારેટ ફૂંકતા-ફૂંકતા લુડો રમી રહેલા આરોપીઓનો Video થયો Viral, કોરોના વોર્ડમાં જલસા!

  આ અધિનિયમમાં સુધારો થવાથી જુગારની પ્રવૃતિ આચરનાર, સાયબર ગુનેગારો, વ્યાજખોરી તથા જાતીય સતામણીના ગુના જેવા ગુનેગારો સામે પાસાની કાર્યવાહી થઇ શકશે.

  પોલીસ સદાય પ્રજાની પડખે-પ્રજાના હિતમાં કાર્યરત છે તેવા પરસેપ્શન સાથે પાસા કાયદામાં આ મહત્વપૂર્ણ સુધારાઓ માટેની દરખાસ્ત મુખ્યમંત્રી આગામી કેબિનેટમાં રજુ કરવાના છે
  Published by:Jay Mishra
  First published:

  Tags: CM RUPANI, Gujarat police

  विज्ञापन
  विज्ञापन