ગાંધીનગર : ટૂર ઓપરેટરો આનંદો, હવે રાજ્ય સરકાર લાવશે બે નવી પોલિસી, જાણો શું છે ખાસિયત

ગાંધીનગર : ટૂર ઓપરેટરો આનંદો, હવે રાજ્ય સરકાર લાવશે બે નવી પોલિસી, જાણો શું છે ખાસિયત
સ્ટેટ્યૂ ઑફ યૂનિટી ખાતે યોજાયેલા પતંગ મહોત્સવની તસવીર (સૌજન્ય ગુજરાત ટૂરિઝમ ફેસબૂક)

એડવેન્ચર પોલિસી અને હેરિટેજ પોલિસીથી ટુરીઝમને મળશે પ્રોત્સાહન,આગામી પંદર દિવસમાં નવી પોલિસીની થશે જાહેરાત

  • Share this:
ગાંધીનગર : કોરોના ને કારણે દેશની આર્થિક રફતાર ધીમી પડી છે. ગુજરાતમાં પણ અનલોક -5 બાદ આર્થિક ગાડી હજુ પાટા પર ચડી રહી છે. તમામ ઉદ્યોગો - ફરીથી પાટે આવવાની કોશિષ માં છે..પરંતુ, એક ઉદ્યોગ એવો છે જેને જબરજસ્ત ફટકો લાગ્યો છે.. દેશ તો આ મહામારીમાં થી કદાચ ઉગરી પણ જશે પરંતુ, આ ઉધ્યોગ આ ફટકામાં થી કયારે ઉગરી શકશે એ કહેવુ મુશ્કેલ છે. અને આ ઉદ્યોગ છે ટુરીઝમ ઉદ્યોગ.

કોરોના ની મહામારીમાં ટુરીઝમ ઉદ્યોગ સાવ પડી ભાંગ્યો છે. જરુર વગર કામસર પણ કોઇ ટ્રાવેલ કરે એવા સંજોગો હાલ નથી , એવા સમયે ફરવા તો કોણ જાય લોકો વિના ડરે ટ્રાવેલ કરે તેવા સંજોગો ઉભા થતા હજુ અંદાજે 6 મહિના થી એક વરસનો સમય લાગી શકે તેમ છે.સમગ્ર દેશ અને દુનિયાની એ હાલત છે એવામાં ગુજરાતના ટૂર ઓપરેટરોની હાલત પણ એટલી જ કફોડી બની છે. કોરોના ની સ્થિતિ માંથી ટુરીઝમ ને ઉગારવા અને ફરીથી પાટે ચડાવવા હવે રાજ્ય સરકારે તેના તરફથી પ્રયત્નો આદર્યા છે.રાજ્યના ટુરીઝમ વિભાગે હવે- વોકલ ફોર લોકલ ને વેગ આપવાનુ શરુ કર્યુ છે. સાથે સાથે રાજ્ય સરકાર હવે નવી બે પોલિસી પણ લાવવા જઇ રહી છે.

આ મુદ્દે જયારે ન્યુઝ 18 એ કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા સાથે વાત કરી ત્યારેતેઓ એ જણાવ્યુ કે, વોકલ ફોર લોકલ એટલે એજ પરંપરા- જે આપણાં વડીલોના સમયમાં જોવા મળતી. પહેલાં મહેમાન આપણાં​ ઘરે આવતા ત્યારે તેમની આગતા સ્વાગતા સાથે તેમને આપણા ઘરની આસપાસ ના જોવાલાયક જગ્યાઓ જોવા જાતેજ લઇ જતા. મહેમાનગતિ કરવી અને મહેમાનગતિ માણવી એ એક સમયે લ્હાવો હતોઆપણી એજ સંસ્કૃતિ ને ફરીથી ઉજાગર કરતા વોકલ ફોર લોકલને પ્રોત્સાહિત કરવાનો આદેશ તેમણે આપ્યો છે. આ સ્લોગન ના પ્રચાર પ્રસાર હેઠલ હવે ગુજરાતના જોવા લાયક સ્થળો ને રાજ્ય સરકાર ગુજરાતીઓ માટેજ પ્રમોટ કરશે. સવારે જઇને સાંજે પાછા આવી જવાય તે રીતે લોકલ ટુરીઝમ ને ધબકતુ કરવા પ્રયાસ કરશે.

જયાં સુધી નવી પોલિસીઓની વાત છે ત્યાં સુધી રાજ્ય સરકાર હવે ​એડવેન્ચર પોલિસી અને હેરિટેજ પોલિસી લઇને આવશે. ​આ બંન્ને પોલિસીઓ ના માળખાની રચનામાં ટુરીઝમ સચિવ મમતા વર્મા ની મહેનત નોંધનીય છે. મંત્રી જવાહર ચાવડાની આગેવાની હેઠળ આ બંન્ને પોલિસી માં સચિવ મમતા વર્માએ તેમનુ ભેજું લડાવ્યુ છે.

આ પણ વાંચો :  રાજ્યમાં 'મોતની વીજળી' પડી, 3 બનાવમાં 7 વ્યક્તિના કમકમાટી ભર્યા મોત

ગર્ભ શ્રીમંત પરિવાર માંથી આવતા મંત્રી જવાહર ચાવડાને સ્વાભાવિક પણેજ તેમના વિસ્તાર સહિત ગુજરાતને કંઇક એવુ આપવામાં રસ છેચ..જેના કારણે પેઢીઓ સુધી લોકો તેમને યાદ કરે અને તેમના આજ હેતુ પાછળ ટુરીઝમ વિભાગના સચિવ મમતા વર્મા ખાસ મહેનત કરી રહ્યા છે. પીએમ મોદી જયારે ગુજરાતના સીએમ હતા ત્યારથી ગુજરાતના ટુરીઝમને એક ઉંચાઇ એ પહોંચાડવાનુ સ્વપ્ન જોતા રહ્યા છે. અને માટે જ ઇન્ડસ્ટ્રી વિભાગમાં સફળ કામગીરી બજાવી ચૂકેલા મમતા વર્માની ટુરીઝમ માટે પસંદગી કરવામાં આવી છે.

આ બંન્ને પોલિસીની શું છે ખાસિયત

એડવેન્ચર પોલિસી અંતર્ગત અન્ય રાજ્યોમાં જોવા મળતી રાફટીંગ , પેરાગ્લાઇડીંગ, અંડર વોટર રાઇડસ જેવા એડવેન્ચર સ્પોર્ટસ માટે પરવાનગી અપાશે એટલુંજ નહી એ માટેના ધારાધોરણ નક્કી થશે.અંદાજે એક વર્ષ પહેલા અમદાવાદના કાંકરિયા ખાતે ચગડોળ તૂટી પડવાથી જે દુર્ઘટના ઘટી હતી એવી દુર્ઘટનાઓ સામે હવે સહેલાણીઓ સહિત એડવેન્ચર સપોર્ટસ ચલાવનાર માલિકોને કાયદાનુ રક્શણ મળશે. નિશ્ચિત ધારાધોરણો નક્કી થવાથી સામાન્ય પ્રજાની સલામતી વધશે.

આ પણ વાંચો :  ગુજરાતની નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીને આખરી ઓપ, જુલાઇમાં જાહેર થશે

​એડવેન્ચર પોલિસી અને હેરીટેજ પોલિસી ગુજરાતમાં ફસ્ટ ટાઇમ ઇન્ટ્રોડયુસ થવા જઇ રહી છે.હેરિટેજ પોલિસી અંતર્ગત ગુજરાતના જે કોઇપણ મહેલ છે અથવા તો રાજા રજવાડાના જમાનાની કોઠીઓ છે જે રાજાઓને હસ્તક છે. તે મહેલોને પ્રજા માટે ખુલ્લા મુકવા , રાજસ્થાનની જેમ હોટેલો માં રુપાંતરિત કરવારાજ્ય સરકાર પ્રોત્સાહન આપશે. આમ કરવાથી અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ રાજવી હેરિટેજ ને જોવા રાજવી પરિવારોની રહેણી કરણી ને આતિથ્ય માણવા દેશ અને દુનિયાના લોકો આકર્ષિત થશે.

હાલ કોરોના કાળમાં જયારે ટુરીઝમ ઠંડુ છે ત્યારે આ નવી પોલિસી માટે કામ કરવાનો ટુરીઝમ વિભાગને વધુ સમય મળ્યો છે. આ સમયમા જે-તે જગ્યાએ ગ્રાઉન્ડ વર્ક તૈયાર કરી શકાશે ટૂર ઓપરેટરો સાથે વર્ચ્યુઅલ બેઠકો બાદ વધુ સારા આઇડીયા સાથે ઝડપથી માર્કેટમાં આવી શકાશે.અને કોરોના સંક્રમણની સ્થિતિ હળવી બન્યા બાદ જે મંદી નો અનુભવહાલ ટૂર ઓપરેટરોને થઇ રહ્યો છે તે મંદી આ પોલિસીઓને કારણે બાદમાં તેજીમાં પલટાશે. આગામી પંદર દિવસમાં આ બે નવી પોલિસીઓની જાહેરાત થાય તેવી સંભાવના છે.
Published by:News18 Gujarati
First published:June 30, 2020, 18:25 pm

ટૉપ ન્યૂઝ