CAAના સમર્થનમાં ગુજરાત વિધાનસભાનું વિશેષ સત્ર 10 જાન્યુઆરીએ મળશે


Updated: January 3, 2020, 8:54 AM IST
CAAના સમર્થનમાં ગુજરાત વિધાનસભાનું વિશેષ સત્ર 10 જાન્યુઆરીએ મળશે
પ્રદીપસિંહ જાડેજા.

કેન્દ્ર સરકારે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સહિતના દેશોમાંથી આવેલા લઘુમતિઓને ભારતનું નાગરિકત્વ આપવા કરેલા બંધારણીય સુધારાને બહાલી આપવા માટે સત્ર બોલાવવામાં આવશે.

  • Share this:
ગાંધીનગર : CAAને લોકસભા અને રાજ્યસભામાં મંજૂરી મળી છે. હવે બંધારણીય સુધારાને બહાલી આપવા માટે 50 ટકા રાજ્યોનું સમર્થન અનિવાર્ય છે. આ સમયે રાજય સરકારે ગુજરાત વિધાનસભાનું 10 જાન્યુઆરીના રોજ સત્ર બોલાવવાનો નિર્ણય કર્યો છે. સંસદીય બાબતોના રાજ્ય કક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ મામલે માહિતી આપતા કહ્યુ હતુ કે કેન્દ્ર સરકારે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સહિતના દેશોમાંથી આવેલા લઘુમતિઓને ભારતનું નાગરિકત્વ આપવા કરેલા બંધારણીય સુધારાને બહાલી આપવા માટે સત્ર બોલાવવામાં આવશે. આ દરમિયાન એસસી, એસટીને અનામત લંબાવી આપવાના સુધારાને પણ સમર્થન આપવામાં આવશે. આ મામલે પ્રદીપસિંહે જણાવ્યુ હતુ કે, કૉંગ્રેસ એસસી અને એસટીને મળી રહેલા અધિકારોનો પણ વિરોધ કરશે.

જેની શરૂઆત રાજ્યપાલ દેવવ્રત આચાર્યના ઉદબોધનથી કરવામાં આવશે. જ્યારે કેન્દ્ર સરકારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અનામત લંબાવી આપવાના સુધારાને સંસદના બંને ગૃહોને મંજૂરી આપી છે. ત્યારે તેને ગૃહમાં સમર્થન આપવામાં આવશે.  આ ઉપરાંત તેમણે સિટિઝન એમેન્ડમેન્ટ એક્ટમાં કરાયેલા સુધારાથી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સહિતના દેશોમાં વસતા લઘુમતી સમુદાયો હિન્દૂ, પારસી, શીખ, બૌદ્ધ, ખ્રિસ્તી અને જૈન સહિતના કે જે વર્ષ 2014થી ભારતના જુદાં જુદાં શહેરોમાં વસે છે, તેમને ભારતીય નાગરિકતા આપવાનો કેન્દ્ર સરકારે જે નિર્ણય કર્યો છે તેને સમર્થન આપવા માટેનો પ્રસ્તાવ વિધાનસભામાં ગૃહમાં મંજૂરી અર્થે લાવવામાં આવશે.

કોંગ્રેસ સિટિઝન એમેન્ડમેન્ટ એક્ટ અંગે સમગ્ર દેશમાં વિરોધ કરી રહી છે, ત્યારે ગૃહમાં કોંગ્રેસ સત્તાપક્ષને ઘેરવાનો પ્રયાસ કરશે તેવા સવાલના જવાબમાં પ્રદીપસિંહ જાડેજાએ CAA બિલનો જવાબ આપવાને બદલે કૉંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યુ કે, કૉંગ્રેસ એસસી અને એસટીને મળી રહેલા અધિકારનો વિરોધ કરશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી બિન સચિવાલય વર્ગ-3ની પરીક્ષામાં પેપર લીક કરવાના મામલે કૉંગ્રેસ સહિત રાજ્યના યુવાનોએ કાગારોળ મચાવી દેતા સરકારે પરીક્ષા રદ કરવી પડી હતી. ત્યારે હવે રાજસ્થાનમાં કૉંગ્રેસના શાસન દરમિયાન સરકારી નોકરીઓની ભરતીમાં પેપર લીક થવા સહિતના પ્રશ્નો ઉઠ્યા છે. આ અંગે પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્ય પ્રધાને જણાવ્યું કે, ગુજરાતમાં રાજ્ય સરકારે 2 લાખથી વધુ યુવાનોને નોકરી આપી છે. ગુજરાતમાં કૉંગ્રેસ યુવાનોને ઉશ્કેરવાનું કામ કરતી હતી. કૉંગ્રેસ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે.
First published: January 3, 2020
વધુ વાંચો
अगली ख़बर