ગુજરાતમાં દિવાળી નહીં, ડિસેમ્બરમાં જ શાળા ખોલવા સરકાર મક્કમ : સૂત્ર

News18 Gujarati
Updated: October 15, 2020, 3:22 PM IST
ગુજરાતમાં દિવાળી નહીં, ડિસેમ્બરમાં જ શાળા ખોલવા સરકાર મક્કમ : સૂત્ર
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ડિસેમ્બર સુધી શાળાઓ ન ખોલવા સરકાર મક્કમ છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ડિસેમ્બર સુધી શાળાઓ ન ખોલવા સરકાર મક્કમ છે.

  • Share this:
કોરોનાના મહામારીને (coronavirus) કારણે રાજ્યય સરકારે (Gujarat Government) નિર્ણય કર્યો છે કે, ગુજરાતમાં (Gujarat) દિવાળી (Diwali) સુધી સ્કૂલો ખૂલશે નહીં. દિવાળી બાદ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને ત્યાર બાદ સરકાર નિર્ણય કરશે. પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ડિસેમ્બર સુધી શાળાઓ ન ખોલવા સરકાર મક્કમ છે.

તજજ્ઞોનાં મત પ્રમાણે, શિયાળામાં કોવિડ 19નું સંક્રમણ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેથી સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, હવે શિયાળો શરૂ થશે. હાલની પરિસ્થિતિમાં તો કોરોનાનું સંક્રમણ મહદઅંશે ઘટી રહ્યું છે ત્યારે સરકાર દિવાળી બાદની પરિસ્થિતિની સમીક્ષા કરશે અને તે પછી જ કોઇ ચોક્કસ નિર્ણય લેઇ શકે છે.

પેટા ચૂંટણી પહેલા કૉંગ્રેસમાં ભંગાણ, મોરબી જિ.પં. પ્રમુખ ભાજપમાં જોડાયા

માહિતી તો એવી પણ મળી રહી છે કે, આ અંગે વાલીઓ અને સંચાલકોનો મત પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. સંભાવના તો એવી પણ છે કે, ડિસેમ્બર સુધીમાં કોરોના વાયરસને નાથવા માટે કોઇ રસી પણ આવી શકે છે. એટલે સૂત્રોનું માનીએ તો ડિસેમ્બરમાં ગુજરાતમાં શાળા ખૂલે તેવું વાતાવરણ સર્જાઇ રહ્યું છે.

16 માર્ચથી શાળા બંધ છે

ગુજરાતમાં કોરોના મહામારીને કારણે 15 માર્ચના રોજથી ગુજરાતની તમામ શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં 16 માર્ચથી બે અઠવાડિયાં માટે એટલે કે 29 માર્ચ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જોકે બોર્ડ પરીક્ષાઓ યથાવત્ રાખવામાં આવી હતી.

ત્યાર બાદ જેમ જેમ કોરોના બેકાબૂ બનતો ગયો તેમ તેમ સ્કૂલ-વેકેશન લંબાવવામાં આવ્યું હતું. આમ, લગભગ 7 મહિનાથી સ્કૂલો બંધ છે. બાળકો નવા શૈક્ષણિક વર્ષનું ભણતર ઓનલાઇન જ લઇ રહ્યાં છે.
Published by: Kaushal Pancholi
First published: October 15, 2020, 1:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading