ગુજરાત સરકારે સ્કૂલોની ફીમાં 25 ટકાનો ઘટાડો જાહેર કર્યો, વાલીઓ સરકારના ફેંસલાથી નારાજ

News18 Gujarati
Updated: September 30, 2020, 2:22 PM IST
ગુજરાત સરકારે સ્કૂલોની ફીમાં 25 ટકાનો ઘટાડો જાહેર કર્યો, વાલીઓ સરકારના ફેંસલાથી નારાજ
ગુજરાત સરકારે શાળાની ફીમાં 25 ટકા ફી માફીની જાહેરાત કરી છે. 

ગુજરાત સરકારે શાળાની ફીમાં 25 ટકા ફી માફીની જાહેરાત કરી છે. 

  • Share this:
ગુજરાત સરકાર (Gujarat Government)આજે ફી (School fees) અંગે મહત્વનો નિર્ણય લીધો છે.  ગુજરાત સરકારે શાળાની ફીમાં 25 ટકા ફી માફીની જાહેરાત કરી છે. તેમજ ઈતર પ્રવૃત્તિની ફી નહીં લેવાય. આ નિર્ણય ગુજરાત સહિત તમામ બોર્ડને, એટલે કે CBSEને પણ લાગુ પડશે. આ ફી આજે બુધવારે ગાંધીનગરમાં રૂપાણી સરકારની કેબિનેટ મિટિંગ મળી હતી જેમા ફી ઘટાડા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ સરકારે નિર્ણય જાહેર કર્યો છે. નોંધની. છે કે, વાલીઓની 100 ટકા ફી માફીની માંગણી હતી જે બાદ આજે વાલીઓ સરકારના આ નિર્ણયથી નારાજ દેખાઇ રહ્યાં છે.

કૉંગ્રેસ પર પ્રહાર

ગુજરાતનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સરકાર તરફથી શાલા ફી અંગે જાહેરાત કરતા કહ્યું કે, સ્કૂલ ફીમાં 25 ટકા રાહત આપવામાં આવશે. આ ઉપરાંત જે પણ વાલીએ આ વર્ષની ફી જે પણ ફી ભરી હોય તેમાં તેમને સરભર કરી આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, કૉંગ્રેસ 100 ટકા ફી માફીની વાત કરે છે. મારે કૉંગ્રેસના નેતાઓને પૂછવું છે કે, કૉગ્રેસશાસિત કયા રાજ્યમાં સ્કૂલ ફીમાં 100 ટકા માફી આપવાની જાહેરાત કરવામાં આવી છે. પહેલા કૉંગ્રેસશાસિત પ્રદેશોમાં 100 ટકા ફી માફીની જાહેરાત કરીને પછી ગુજરાતમાં 100 ટકા ફી માફીની માંગણી કરે.

વાલીઓ સંચાલકોને અપીલ

તેમણે અપીલ કરતા જણાવ્યું કે,  મારી અપીલ છે કે, આ આંદોલન આગળ ન ચાલે, આપણને બધાને શિક્ષણનું હિત જોવાનું છે. વાલીઓ અને સંચાલકોમાં વૈમન્યસ્ય ન વધે અને વિદ્યાર્થીઓનું હિત જળવાય તેવું કરવાનું છે. હવે કેન્દ્ર સરકારે જે નવી શિક્ષણ નીતિ આપી છે તેના અમલીકરણ પર કામ કરવાનું છે. મારી વાલીઓ, સંચાલકોને અપીલ છે કે આ અંગે કોઇ વાદવિવાદ ન થાય.

વાલી મંડળની 100 ટકા ફી માફીની માંગણીગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ પટેલનું કહેવું છે કે, સરકારનાં ફેંસલા બાદ અમે બેઠક બાદ નિર્ણય કરીશું કે હવે શું કરવું. વાલી મંડળના અન્ય આગેવાન કમલ રાવલનું કહેવું છે કે, સરકાર 100 ટકા માફી આપે.

'સરકાર ખાનગી શાળાઓને ફાયદો થાય એ રીતે વર્તી'

ગુજરાત કૉંગ્રેસનાં નેતા અને પ્રવક્તા મનીષ દોશીએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, કોંગ્રેસે એક સત્રની ફી માફીની માંગ કરી હતી. સરકાર ખાનગી શાળાઓને ફાયદો થાય એ રીતે વર્તી રહી છે. નામદાર કોર્ટે ફટકાર લગાવ્યા બાદ પણ સરકારે દિવસો બગાડ્યા અને સરકારે 25 ટકા ફી જ માફ કરી એ યોગ્ય નથી. ત્રણ વર્ષમાં દક્ષિણ ગુજરાતની શાળાઓમાં 88 ટકા ફી વધારો થયો છે. મધ્યગુજરાતની શાળાઓમાં 3 વર્ષમાં 77 ટકા ફી વધારો થયો. સરકાર 25 ટકાને બદલે સમગ્ર એક સત્રની ફી માફી આપે. શાળા સંચાલકોને હાલ ઓનલાઇન ખર્ચ સિવાય કોઈ ખર્ચ નથી.

આ પણ વાંચો - 

બીજી બાજુ મંગળવારે, એટલે ગઇકાલે, વાલી મંડળોમાં ફી ઘટાડા મુદ્દે વિખવાદ ઉભો થયો છે. મંગળવારે ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે બેઠક કરવા ગયેલા વાલી મંડળના અગેવાનોમાં જ બે ભાગ પડી જતા ફી માફીનું કોકડું ગુંચવાયું હતું. સ્કૂલ ફી માફી કરવી કે નહીં અને માફી કરવી તો કેટલી કરવી તે સવાલ ઉભો થયો હતો.

આ પણ જુઓ - 



સરકાર દ્વારા 25 ટકા ફી માફીની વાત કરાઈ હતી

ત્રણ દિવસ અગાઉ વાલી મંડળમાંથી નરેશ શાહ, ભાવિન વ્યાસ, અમિત પંચાલ, કમલ રાવલ સહિત આગેવાનો ભુપેન્દ્રસિંહને મળવા ગયા હતા. તેમાં સરકાર દ્વારા 25 ટકા ફી માફીની વાત કરાઈ હતી જ્યારે વાલી મંડળમાં 50 ટકા અને 100 ટકા ફી માફીની માંગ કરાઈ હતી. જેના કારણે તે દિવસે મિટિંગમાં ફી મામલે કોઇ નિરાકરણ આવ્યું ન હતુ. ત્યારબાદ મંગળવારે ફરી વાલીઓ અને શિક્ષણ મંત્રી વચ્ચે બેઠક ગોઠવાઈ હતી. પરંતુ આ બેઠકમાં સ્કૂલ સંચાલકો કેવી રીતે પહોંચી ગયા તે સવાલ પણ ઉઠ્યો છે. એટલું જ નહીં સ્કૂલ સંચાલકોને કોણે ગાંધીનગર બોલાવ્યા તે સવાલો પણ ઉઠ્યા હતા. તેવામાં સ્કૂલ ફી માટે મિટિંગમાં વાલી મંડળના નરેશ શાહ અને ભાવિન વ્યાસ તેમજ સ્કૂલ સંચાલકો જ પહોંચ્યા હતા. જ્યારે અન્ય વાલી મંડળના સભ્યો અને આગેવાનોને મિટિંગમાં તેમનો પક્ષ રજૂ કરવાની તક નહીં મળતા વાલી મંડળમાં બે ગ્રૂપ પડી ગયા હતા. મિટિંગ માટે ગાંધીનગર આવેલા અન્ય વાલી મંડળના આગેવાનો કમલ રાવલ, અમિત પંચાલ, મિતેષ ભાઈ અને સતીષ ભાઈ સહિતના આગેવાનો મિટિંગમાં નહીં જઇ શકતા તેઓ રોષે ભરાયા હતા
Published by: Kaushal Pancholi
First published: September 30, 2020, 1:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading