'ધમણ-1' ગુજરાતની આત્મનિર્ભરતાનું ઉદાહરણ છે, તેને DCGIનાં લાયસન્સની જરૂર નથી : જયંતિ રવિ

News18 Gujarati
Updated: May 20, 2020, 12:38 PM IST
'ધમણ-1' ગુજરાતની આત્મનિર્ભરતાનું ઉદાહરણ છે, તેને DCGIનાં લાયસન્સની જરૂર નથી : જયંતિ રવિ

  • Share this:
અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વપરાતા ધમણ-1 વેન્ટિલેટર મામલે કૉંગ્રેસનાં આરોપો સામે સરકારે સ્પષ્ટતા કરી છે. નોંધનીય છે કે, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પુરતી ચકાસણી વગર સસ્તી પ્રસિદ્ધી માટે ખરીદેલ ધમણ-1 રાજ્ય સરકારની ગુનાહિત બેદરકારી છે. મુખ્યમંત્રી દ્વારા ઉતાવડિયું પગલું લેવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રીની આ ગુનાહિત બેદરકારી છે.

'ધમન 1 એ ગુજરાતની આત્મનિર્ભતાનું ઉદાહરણ'

કૉંગ્રેસનાં આવા પ્રહારની સામે સ્પષ્ટતા કરતા આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, 'સમગ્ર વિશ્વમાં વેન્ટિલેટર્સની તીવ્ર અછત છે ત્યારે જ્યોતિ સી.એન.સી.એ ISO મુજબ IEC 60601ની મંજુરી મેળવ્યા બાદ વેન્ટિ લેટરનું નિર્માણ કર્યું છે. રાજકોટની જ્યોતિ સી.એન.સી.એ વિનામુલ્યે 866 વેન્ટિલેટર્સ આપીને કોરોનાના દર્દીઓની અનન્ય સેવા કરી છે. કોવિડ 19ની આ પરિસ્થિતનમાં વેન્ટિલેટર ધમન 1 એ ગુજરાતની આત્મનિર્ભતાનું ઉદાહરણ છે તેની પ્રસંશા થવી જોઇએ. ધમણને લાયસન્સની જરૂર નથી. ધમણ માપદંડો પાસ કરીને ગુજરાતે સપ્લાય પણ કર્યા છે.'

'વેન્ટિલેટર માટે કોઇ રાજ્ય કે કેન્દ્રના લાયસન્સની જરૂર નથી'

તેમણે વધુમાં જણાવ્યું કે, સર્ટિફિકેશનાં માપદંડ અંગે જોઇએ તો, ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ શ્રી ડૉ. વી જી. સોમાણીએ જણાવ્યું છે કે, મેડિકલ ડિવાઇસ રૂલ્સ- 2017ના રેગ્યુલેશન અંતર્ગત હાલમાં વેન્ટિલેટર માટે રાજ્ય કે કેન્દ્ર સરકારના કોઈ જ લાયસન્સની આવશ્યકતા નથી. એટલું જ નહી, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલ્ફેર એ તા. 11 ફેબ્રુઆરી, 2020ના જી. એસ. આર. 102 (E) નોટિફિકેશન બહાર પાડ્યું છે. તા. 1 એપ્રિલ, 2020 થી અસરકર્તા આ નોટિફિકેશનમાં 37 વસ્તુઓની યાદી છે. તે 37 વસ્તુઓને લાયસન્સની જરૂર છે. જે યાદીમાં પણ વેન્ટિલેટરનો સમાવેશ નથી. જેથી ધમણ 1ને આવી મંજૂરીની જરૂર નથી.

 કેન્દ્ર સરકારની કમિટિ દ્વારા પણ આ કંપનીને શોર્ટલિસ્ટ કરાઇ છેજ્યોતિ સીએમસીએ સ્ટાન્ડર્ડ વેન્ટિલેટર માટે આઈએસઓની આઈએસઇ 60601નું માપદંડ હોય છે તે પ્રમાણે વેન્ટિલેટરનું નિર્માણ કર્યું છે. સમગ્ર ભારત માટે આ સર્ટિફિકેટ જરૂરી હોય છે. આવા જ ઉત્પાદકોમાં,  જેમને કેન્દ્ર સરકારની કમિટિ દ્વારા પણ આ કંપનીને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.

આ કંપની ગુજરાતને મદદરૂપ થવા આગળ આવી

કોરોનાએ દસ્તક દીધી ત્યારે સમગ્ર વિશ્વની સાથોસાથ ગુજરાતમાં પણ વેન્ટિલેટરની આકસ્મિક જરૂરીયાત સર્જાઇ હતી. આ મહામારીમાં વેન્ટિલેટર્સ મુખ્ય જરૂરીયાત હતી એટલે કોઇપણ દેશ વેન્ટિલેટરની માંગને પહોંચી વળે તેવી પરિસ્થિતિમાં ન હતો. આવી પરિસ્થિતીમાં રાજકોટની જ્યોતિ સી.એન.સી. પ્રા. લી. એ ગુજરાતને આ મહામારીમાં મદદરૂપ થવા જરૂરી તમામ ધારાધોરણો પ્રમાણે વેન્ટિલેટરનું ઉત્પાદન કરીને, જરૂરી તમામ પરીક્ષણો અને પ્રમાણપત્રો મેળવ્યા પછી તા.18/04/2020એ પ્રથમ 10 વેન્ટિલેટર સપ્લાય કર્યા હતા.

આ પણ વાંચો - કચ્છમાં કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવતા ચિંતા, સોશિયલ મીડિયામાં #SaveKutch ટ્રેન્ડ થયું

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસને પગલે દર્દીઓની વધી રહેલી સંખ્યાને પહોંચી વળવા માટે તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં માત્ર 10 દિવસમાં વેન્ટિલેટર બનાવવાની સફળ કામગીરીની જાહેરાત કરી હતી. રાજકોટની એક કંપની જ્યોતિ સીએનસીએ માત્ર 10 દિવસમાં નવુ વેન્ટિલેટર બનાવ્યું હતું, જેને ધમણ-1 નામ અપાયું હતું. ત્યારે આ વેન્ટીલેટર પર સવાલો ઉભા થયા છે.

 
First published: May 20, 2020, 11:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading